STORYMIRROR

Bhumiba P. Gohil

Romance

3  

Bhumiba P. Gohil

Romance

પ્રીતથી પાનેતર સુધી. ભાગ ૧૦

પ્રીતથી પાનેતર સુધી. ભાગ ૧૦

3 mins
149

આ સાંભળીને રુદ્રના હાથમાંથી ચમચી પડી ગઈ આ જોઈ પૃથ્વીપ્રતાપસિંહ એક કડક નજર રુદ્ર તરફ કરે છે અને રુદ્રની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એ જેમતેમ જમવાનું પતાવીને પોતાના રૂમમાં જઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. એની આંખો સામે એના અને રાધિકાના એકબીજા સાથે વિતાવેલા તમામ દ્રશ્યો આવે છે.

બધું મળી ગયું તને પ્રેમ કરીને જે રહી ગયું એ "તુ " જ છે..

પોતે હવે રાધિકાને શુ મોઢું બતાવશે એ વિચાર માત્રથી એની અંદર એક કરંટ લાગે છે એ તરત જ શિવને કોલ કરે છે અને બધું જ જણાવે છે. અને કહે છે,

"શિવ હું રાધિકા વગર નઈ રહી શકું હું પપ્પાજીને પણ કહી નઈ શકું."

ને આ સાંભળીને શિવને પણ ધક્કો લાગે છે.

"રુદ્ર તું પોતાને સંભાળ આવી રીતે તૂટી જઈશ તો કંઈ જ ઉકેલ નઈ આવે, તું હિંમત રાખ આપણે કંઈક કરશું હું શ્રુતિ સાથે વાત કરું છું, અમે કઈક વિચારીએ ત્યાં સુધી તું શાંત થા અને સંભાળ પોતાને." એમ કહી શિવ ફોન મૂકે છે, અને શ્રુતિ ને ફોન લાગવે છે.

સામે શ્રુતિ સ્ક્રીન પણ શિવનું નામ જોતા જ કોલ રિસીવ કરે છે.

"હા બોલ શિવ"

"શ્રુતિ મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે તું આજે મળી શકીશ."

"આ સાંભળીને શ્રુતિને તો જાણે ભાવતુંતું ને વૈદ્યએ કીધા જેવું થયું કારણ કે શ્રુતિ મનોમન શિવને ચાહતી હોય છે અને ઘણા સમયથી એ શિવને જોવા અને મળવા માંગતી હોય છે એટલે એ તરત જ હા પાડે છે. "

"હા હા શિવ હું આવીશ બોલ ક્યાં મળીશ."

"સારું હું હમણાં જ અડ્રેસ સેન્ડ કરું છું "

"ઓકે "

અને શ્રુતિ સરસ તૈયાર થઈને શિવના કહેલા કોફી શોપ પહોંચે છે ત્યાં જઈને જોવે છે તો શિવ પહેલેથી જ ત્યાં હોય છે શિવ પણ બે ઘડી શ્રુતિ ને જોઈ રહે છે. ગ્રે કુર્તિ અને બ્લેક પ્લાઝો, હાઇલાઇટ કરેલા સ્ટ્રેટ ખુલ્લા વાળ, એક હાથમાં બ્લૅક વોચ અને એક હાથમાં બ્રેસલેટ સાથે એક સરસ સ્મિત પર શિવ ફિદા થઈ ગયો. અને તેની સુંદર કાજલ કરેલી આંખોમાં ખોવાઈ ગયો. અને શ્રુતિ પણ શિવની આખોમાં પોતાના માટે લાગણી જોવે છે, અને તે પણ તેની આંખો માં જોઈ રહી, અને બેકગ્રાઉન્ડ સોન્ગ ચાલુ થાય છે...


તેરી આંખો સે હુઈ યારીયાં ચલતે ચલતે યૂહીં,

મેરી આંખોને તેરી આંખો સે આપવીતી કહી,

તેરી આંખો કે પીછે પીછે હમ પગલે સે ચલ પડે,

મેરી આંખે અબ દિલકે ચક્કર મેં કુછભી ના સુનતી હૈ,


શ્રુતિના ચપટી વગાડતા જ તે હોશ માં આવે છે અને કહે છે.

"શ્રુતિ આજે તું ખરેખર સુંદર લાગે છે."

"લે પેલા નતી લાગતી"

"ના...હા...મતલબ કે લાગતી હતી પણ આજે કંઈક ખાસ લાગે છે."

"એમ !"

"હા"

"શુ ?!"

"કહુ ?"

"હા"

ત્યાં જ શિવને રુદ્ર નો કોલ આવે છે, અને તે કહે છે તે વાત કરી શ્રુતિ સાથે ? શિવ કંઈક વિચાર હું રાધિકા વગર મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતો. "

"રુદ્ર હું શ્રુતિ સાથે જ છું, હમણાં તેની સાથે વાત કરીને તને કોલ કરું છું." અને તે ફોન મુકે છે.

"શુ થયું શિવ ?રુદ્રનો કોલ કેમ ? મારા સાથે શું વાત કરવી છે ? શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે ? 

શિવ બોલ... "

"શ્રુતિ....."

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance