અને હું ફરી માની ગઈ
અને હું ફરી માની ગઈ
લગ્ન એ પોતે જ જીવનનો એક કિસ્સો છે,તો ચાલુ કરીએ. . . રાધીનાં લગ્ન નો એક કિસ્સો. . . પેટ પકડીને હસવાની સંભાવના છે તો. . . . કૃપયા અપની કુર્સી કી પેટી બાંધ લે. . . . હમ તૈયાર હૈ. . . . હાસ્ય ની ઉડાન માટે.
હી : રાધુ. . . . ઓ રાધુ. . .
રાધુ શુ કરે છે ! યાર કેટલા કોલ કર્યા મેં તને ! ! ફોન ક્યાં છે તારો ? રિસીવ કેમ નતી કરતી.
ઓ રાધા. . . .
મારા પતિદેવ(આપણો દાઢીવાળો બાવો) ઘરમાં પગ મૂકતાની સાથે જ બોલવાનું ચાલુ કરી દીધું. આ એમની આદત છે જ્યારે ઘરે આવે મારુ નામ અને હું પહેલા જ હોય. . . .
બહારથી આવેે એટલે હું એમની નજર સામે જ જોઈએ એમને.
તમે એને પ્રેમ સમજો તો વાંધો નહીં પણ એ રૂટિન છે. . રોજ 5 વાગ્યે મારા નામ સાથે એક કપ ચા અને હું એમને નજર સામે જોઈએ જ પણ આજે તો વાત જ અલગ હતી ટ્રાન્સફર થયુ હતું. અમારા સાહેબનું. . . . . . આજે પહેલો દિવસ હતો. . એમની ઓફિસનો. . . અને હું અહીંયા એકલા એકલા કંટાળી ગઈ હતી ઘરમાં. . . તો હમને સોચા કી કુછ મજાક કરતે હૈ.
નવું ઘર, નવી ઓફિસ,નવી જગ્યા એ જવાનું અને સાથે હું પણ ઘરે એકલી હતી. . . નવી જગ્યામાં. . . .
તો ઘરમાં આવીને મને જોઈ નહીં. અને એમની હાર્ટબીટ વધી ગઈ આખું ઘર જોઈ લીધું એમણે. . અને. . . .
અને. . . .
હું રૂમમાં બેડ નીચે સૂતા સૂતા આરામથી મજા લેતી હતી.
પણ આ શું મહાશય તો આરામથી જોઈને બેસી ગયા. . . . અને ટેબલ પરથી કાગળ અને પેન લઈ ને કંઈ લખી રહ્યા હતા. . .
મી : હેં આ શું લખે છે. . . . .
અને એમને ટેબલ પર શુ મૂક્યું જોવું પડશે. આ તો કાગળ છે.
ડિયર વાઈફ . .
સાયકો બેડ નીચે છૂપાવાય પણ પેલા પગ અંદર લઈ લેવાય
ફ્રોમ- યોર સ્માર્ટ હસબન્ડ
મી : ઓ
લ્યો બોલો હવે આપણે મજાક પણ ના કરાય મારી તો કઈ વેલ્યુ જ નઈ હુહ.
પણ અમારા સાહેબ એમ જાવા દે એમ નતા. . . પાછળથી આવીને પોતાના બન્ને હાથ મારી કમર પર રાખીને પોતાની તરફ ખેંચતા બોલ્યા. . .
હ
ી: પાગલ તને ખબર છે તને ના જોવ તો શ્વાસ રોકાય જાય છે એવા મજાક કરવાની શું જરૂર હોય યાર. . .
મી: સોરી બાબુ હું તો મજાક કરતી હતી. . . હવે નઈ કરું આવી મજાક પ્રોમિસ બસ ! !
હી: ઓકે મારા દિકુડા ચલ જા હવે "ચા" બનાવ પછી બહાર જઈએ આપણે. . . એમ પણ મારી દિકુ એકલી કંટાળી ગઈ હશે નહિ ! !
મી: મને બહાર નઇ આવવું
હી: ઓકે તો કઈ નહી હું તો એકલો જઈશ. .
મી: હાય હાય શરમ કરો. .
એકલો જઈશ. . . .
હુહ જઈને તો જોવો એવું મર્ડર કરીશ ને કે ડેડબોડી પણ હાથ નઈ આવે તમને ખબર છે હું કેટલી ડેનજરસ છું ! ! હુહ
અને એ મને જોઈ ને ખડખડાટ હસી પડ્યા. . . .
હી:હાયે મારી જાન. . . . જ્યારે તું આવો ગુસ્સો કરેને કસમ થી 440 વોલ્ટ નો ઝટકો લાગેતને જ્યારે ગુસ્સામાં જોવ ને એટલી વાર તારા પ્રેમ માં પડું છું
મી: જાવને હવે
હી: સાચું કહું રાધી. . . . તો હું તને પહેલીવાર મળ્યો ત્યારે મેં જરાય નહતું વિચાર્યું કે હું તને આટલો પ્રેમ કરીશ!?
આ સાંભળીને મારા હૃદય ની ધડકનો વધવા લાગી અને મારા સુંદર ચહેરા પર શરમની લાલિમા છવાય ગઈ. . . . પણ ! !ત્યાં જ અમારા સાહેબ નો ટોન બદલાઈ ગયો. . . .
હી: વિચાર્યું હતું કે 4/5 પટાવીશ અને બધીયુ ને થોડો થોડો કરીશ.
આ સાંભળીને મારો મગજ ગયો. . .
મી: 4/5 પટાવવી છે. . . એમ હે ! !જાવ તો ખરા મારા સિવાય કોઈ બીજીની સામે તો જુઓ ડાચુ તોડી નાખીશ. . . . . હુહ. . .
એમને મારવા માટે હાથ ઊંચો કરું એ પહેલાં જ મારો હાથ પકડી ગોળ ફેરવીને પાછળથી મામે ગળે લગાવતા બોલ્યા. . . .
હી: પણ રાધી. . . . તારા સુંદર ચહેરા પર અને તારા વિચારો અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ તારું આ તીખું નાક. . . દિલ આવી ગયું આના પર. . . હું ફરી એમની વાતોમા આવી ગઈ અને શરમાવા લાગી. . . એમને ફરી ટોન બદલ્યો. . .
હી: અને પાગલ પહોંચતી તો મારા ખભા સુધી નથી ! !અને વાત મારુ મોઢું તોડવાની કરે છે.
ફરી મને ગુસ્સો આવ્યો અને એ ભાગ્યા. . . હું એમની પાછળ ભાગી. . . દોડીને એ બેડરૂમમાં જતા રહ્યા અને પાછળ દીવાલ આવી ગઈ અને હું ગુસ્સામાં એમની નજીક ગઈ કે એમને ફરી મને બાહુપાશમાં જકડી લીધી. . . . અને બોલ્યા. . . .
હી:દિકુ આઈ લવ યુ ! !
એમના તરફ ફરતા. . . હું બોલી. . .
મી: આઈ લવ યુ ટુ બાબુ. . . .
અને હું ફરી માની ગઈ !