પ્રીતથી પાનેતર સુધી....ભાગ 9
પ્રીતથી પાનેતર સુધી....ભાગ 9
વર્તમાનમાં
"રાધિકા નીચે આવ બેટા " રાધિકા મમ્મીનો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી.
આમ જ દિવસો જતા રહે છે ફાઈનલ પરીક્ષા ચાલુ થાય છે અને બધા જ તૈયારીઓ માં લાગી જાય છે. એટલી વ્યસ્તતા છતાં રુદ્ર અને રાધિકા એકબીજા માટે સમય કાઢીને વાત કરી લે છે અને જોતજોતામાં પરીક્ષા પણ પુરી થાય છે. અને વેકેશન હોવાથી રુદ્ર એના ઘરે એના ગામ જવાનો છે. રાધિકા શ્રુતિ અને શિવ રુદ્રને મળવા જાય છે અને બધા જ દુઃખી હોય છે કે હવે તેઓ રોજ મળી નહીં શકે. પણ રુદ્ર બધાને સમજાવે છે કે તે બધાને મળવા આવતો રહેશે અને બધા છુટા પડે છે રાધિકા પણ રુદ્ર ને ધ્યાન રાખવાનું કહી ઘરે આવે છે.
રુદ્ર એના ગામ પહોંચે છે બધા એને આવેલો જોઈ ખુબજ ખુશ થાય છે. રુદ્રને આ બધું થોડું નવાઈભર્યું લાગે છે પણ તે બધું ભૂલીને એના બા સાહેબને મળવા જાય છે. બા સાહેબ એટલે રુદ્રના દાદીમા. બા સાહેબ રુદ્ર ને જોઈને ખુબજ ખુશ થાય છે અને પ્રેમ થી તેને ગળે લગાવે છે. "
"આવી ગયો મારો દીકરો ? "
"હા બા સાહેબ પણ મેં તમને બહુ મિસ કર્યા."
"એમ એવું હતું તો મળવા કેમ ના આવ્યો આટલા દિવસ !"
"પણ બા સાહેબ પરીક્ષા શરૂ હતી અને સમય જ ન મળ્યો પણ હવે હું અહીંયા જ રહેવાનો છું ને!"
"હવે તને ક્યાંય જાવા પણ ના દવ સમજ્યો, તારે અહીંયા જ રહેવાનું છે મારા પાસે. "
"હા બા સાહેબ પણ હું પપ્પાજીને મળી
આવું આવી ગયા હશે હવે. "
"હા જા દીકરા "
"રુદ્ર પૃથ્વીપ્રતાપસિંહ ને મળવા જાય છે.બહાર હોલ માં પૃથ્વીપ્રતાપસિંહ અમુક લોકો સાથે બેઠા હોય છે, અને સબંધ અને વચન ની વાત કરતા હોય એ જોઈને રુદ્ર ત્યાં જ ઉભો રહી જાય છે એ જોઈને પૃથ્વીપ્રતાપસિંહ એને હાથના ઈશારે બાજુમાં બોલાવે છે અને ઓળખાણ કરાવે છે બધા સાથે અને એ લોકો રુદ્રને ધ્યાન થી જોવે છે. "
"ચાલો ત્યારે રાણાસાહેબ અમે રજા લઈએ હજુ ઘણી તૈયારી બાકી છે."
"હા હા જાડેજાબાપુ આવજો ત્યારે,
"જય ભવાની"
"જય ભવાની"
તે લોકો જાય છે અને રુદ્ર પૃથ્વીપ્રતાપસિંહને પગે લાગે છે. અને પછી બધા સાથે જમવા બેસે છે. એમના પરિવારમાં પૃથ્વીપ્રતાપસિંહ તેમના પત્ની દિવ્યાબા, માતા કનકબા, અને મોટા ભાઈના દીકરા રાઘવેન્દ્રપ્રતાપસિંહ અને તેમના પત્ની પ્રિયંકાબા હોય છે એમના મોટા ભાઈ ભાભીનું એક રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું. અને રાઘવેન્દ્રપ્રતાપને પૃથ્વીપ્રતાપસિંહ એ જ ઉછેર્યા હોય છે.
જમતા જમતા પૃથ્વીપ્રતાપસિંહ કહે છે, "રુદ્રનું સગપણ મેં બાજુના ગામના મુખીના દિકરીબા સાથે નક્કી કર્યું છે અને હું એમને વચન આપી ચુક્યો છું આવતી પૂનમના દિવસે ધામધૂમથી રુદ્ર ની સગાઈ થશે."
આ સાંભળીને રુદ્રના હાથમાંથી ચમચી પડી ગઈ. આ જોઈ પૃથ્વીપ્રતાપસિંહ એક કડક નજર રુદ્ર તરફ કરે છે, અને એ જોઈ રુદ્ર ની આંખમાં ઝળઝળિયાં આવી ગયા.
ક્રમશ: