પ્રીતથી પાનેતર સુધી -13
પ્રીતથી પાનેતર સુધી -13
સચ્ચાઈ જાણવા માટે રાઘવ રુદ્રના મોબાઈલમાંથી શિવને કોલ કર્યો. એ જાણે છે કે એના સવાલનો જવાબ ફક્ત શિવ જ આપી શકશે અને તેને શિવને કોલ કર્યો.
શિવના મોબાઈલમાં રિંગ વાગે છે જોવે છે તો સ્ક્રિન પર રુદ્રનું નામ જોતા જ તરત એ કોલ રિસીવ કરે છે. તો સામેથી એક ભારે પણ ધીમો અવાજ આવે છે.
"હેલો રુદ્ર ? "
"હેલો શિવ હું રુદ્રનો મોટો ભાઈ રાઘવ બોલું છું. "
શિવે થોડા ટેન્શન સાથે જવાબ આપ્યો.
"હા ભાઈ બોલો "
"શિવ રુદ્ર સાથે શું થયું છે ?! "
"કેમ ભાઈ શું થયું ?!! "
રાઘવ રુદ્રની હાલત વિશે જણાવે છે અને પૂછે છે કે રુદ્ર સાથે શું થયું છે, શિવ આ સાંભળીને શોકડ થઈ ગયો અને બધું જ જણાવી દે છે રુદ્ર અને રાધિકા વિશે....
"આ સાંભળીને રાઘવ ખુબજ દુઃખી થયો કે એના નાના ભાઈ પર શું વીતી હશે.અને એ તરત જ કાકાસાહેબ એટલે કે પૃથ્વીપ્રતાપસિંહ સાથે વાત કરી અને રુદ્ર અને રાધિકા વિશે જણાવ્યું,એ સાંભળીને એમને પોતાના દીકરા માટે માન થઈ આવ્યું, કે એના દીકરા એ પોતાના માન અને ઈજ્જત માટે પોતાનો પ્રેમ કુરબાન કરી દીધો તો શુંં પોતે પોતાના દીકરા માટે એક વચન ના તોડી શકે અને તે જોરાવરસિંહ જાડેજાને કોલ કરતા ત્યાંથી જતા રહ્યા. "
"આ તરફ શિવ એ બેગ પેક કરતા શ્રુતિ ને કોલ કર્યો.અને બધું જણાવ્યુ અને કહ્યું કે તે રુદ્ર પાસે જાય છે અને શ્રુતિ કહે છે પણ શિવ રાધિકા આજે હંમેશા માટે ઇન્ડિયા છોડી યુએસ જાય છે. "
"વ્હોટ??!!! "
"હા શિવ એ હવે અહીંયા રહેવા નથી માંગતી "
"પણ શ્રુતિ કંઈક કરવું પડશે રુદ્ર બેહોશ છે અને આપણે રાધિકા ને જવા ના દઈ શકીએ. હું રાઘવ ભાઈને કોલ કરું છું તું રાધિકા ને કોલ કર. "
ઓકે શિવ કહી તે ફોન મૂકે છે. અને રાધિકા ને કોલ કરે છે પણ એનો ફોન અનરીચેબલ આવે છે, તે ફરી ટ્રાય કરે છે.
શિવ એ તરત જ રાઘવ ને કોલ કરીને કહ્યું.કે રાધિકા હંમેશા માટે ઇન્ડિયા છોડીને જાય છે. એ સાંભળીને રાઘવ એ શિવ ને કહ્યું.
"તું રાધિકા ને રોક હું કંઈક કરું છું "
અને તે તરત જ રુદ્ર પાસે ગયો. અને જોવે છે તો રુદ્ર ને હોશ આવી ગયો છે અને શૂન્યમનસ્ક થઈ હોસ્પિટલની છત તરફ જોઈ રહ્યો છે,રાઘવએ ત્યાં જઈને રુદ્રને કહ્યું.
"રુદ્ર રાધિકા.... "
રાધિકા નું નામ સાંભળી તે સફાળો બેઠો થયો. અને બોલ્યો,
"શુંં,ભાઈ બોલો રાધિકા ને શુંં થયું એ ઠીક તો છેને બોલો ભાઈ?!! "
"રુદ્ર...રાધિકા...હંમેશા માટે યુએસ જાય છે રોકીલે એને રુદ્ર... "
અને રુદ્ર આંખોમાં આંસુ સાથે તરત જ ઊભો થઈને રાઘવ ને ગળે મળ્યો. અને બહાર આવ્યો. બહાર નીકળે છે તો ડોકટર એને ક્યાંય પણ જવાની ના કહે છે.
"મીસ્ટર રાણા તમે ના જઈ શકો તમે હજુ સ્ટેબલ નથી પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ! "
"ડૉકટર મારો ઈલાજ તમારાથી નહીં થાય મારા દિલ પર જે ઝખ્મ છે તેનો મલમ મારી રાધિકા છે. હું જાતે જ મારા ઈલાજ પાસે જ જાવ છું "
કહી તે ત્યાંથી જતો રહ્યો. થોડે આગળ તેને બા સાહેબ મળ્યા. તેમને અને પોતાના મમ્મા ને પગે લાગી એમના આશીર્વાદ મેળવ્યા.
ત્યાંથી થોડે આગળ જતાં તેને પૃથ્વીપ્રતાપસિંહ મળ્યા. તે ત્યાં જ ઊભો રહી ગયો. પાછળથી ડોક્ટર, રાઘવ અને પૂરો પરિવાર ત્યાં આવી ગયો અને પૃથ્વીપ્રતાપસિંહ ના બોલવાની રાહ જોવે છે.

