Bhumi Joshi

Drama Romance Fantasy

4.5  

Bhumi Joshi

Drama Romance Fantasy

પ્રીતનું પાનેતર - 9

પ્રીતનું પાનેતર - 9

4 mins
226


મોનિકા અને પ્રિયા બંને એક જ બેચમાં બેઠા હોય છે. ધીમે ધીમે પ્રિયાને પણ મોનિકા સાથે  કમ્ફર્ટ ફીલ થાય છે. આજે પ્રથમ વાર બંને એકબીજા સામે મુક્ત મનથી હસે છે.

પ્રોફેસર કબીરની નજરમાં પ્રિયા ક્લાસની સૌથી પ્રતિભાશાળી યુવતી હતી. તે પ્રિયાના રૂપ કરતાં તેની સૌમ્યતા અને સ્વભાવથી વધારે પ્રભાવિત હોય છે. તે કોલેજના કોઈ પણ ફંકશનમા પ્રિયાને હંમેશા આગળ વધવાની પ્રેરણા પૂરી પાડતા. અને પ્રિયાને પણ આખી કોલેજમાં પ્રોફેસર પ્રત્યે વધુ માન સન્માન હતું. પોતાને ન સમજાતી બાબતોનું સોલ્યુશન હંમેશા તેમને પ્રોફેસર કબીર પાસેથી મળતું આમ બંને વચ્ચે એક નિર્મળ સ્નેહનો સંબંધ હતો.

લેક્ચર પૂર્ણ થતા પહેલા પ્રોફેસર કબીરે એક વીક પછી, કોલેજના નવા સ્ટુડન્ટ માટે ફેરવેલ પાર્ટીનાં આયોજનની વાત કરી. નાટક,સોલો સોંગ, ગ્રુપ ડાન્સ,સોલો ડાંસ જેવા અલગ અલગ પોતાને ગમતા વિભાગમાં પર્ફોમ કરવા જણાવ્યું.અને તે માટે જે લોકોને પાર્ટીસિપેટ કરવું હોય તેમણે બે દિવસના પોતાની એન્ટ્રીઓ આપી દેવાનું પણ કહ્યું.

પ્રોફેસરની વાત સાંભળી આખો ક્લાસ ખુશ થઈ ગયો અને તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.

મોનિકાએ ઊભી થઈ ને પૂછ્યું.

"સર ન્યુ એડમિશન હોય તે આ ફેરવેલ પાર્ટીમા પાર્ટ લઇ શકે.?"

પ્રોફેસર કબીર બોલ્યા.

"મીસ મોનિકા આ ફંકશન કોલેજના ફર્સ્ટ યર સ્ટુડન્ટ એન્ડ અન્ય ન્યૂ સ્ટુડન્ટ માટે હોય છે. "

"પણ જો તમારી ઈચ્છા હોય તો તમે પણ ભાગ લઈ શકો છો. આમ પણ કયા પ્રોગ્રામ સિલેક્ટ કરવા કે ના સિલેક્ટ કરવા તે સિલેકશન કમિટી નક્કી કરશે. બસ તમારે તમારો બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે."

"થેન્ક્યુ સર."

મોનિકા ખૂબ ખુશ થતી બેસી ગઈ !

લેક્ચર પૂર્ણ થતા બધા કેન્ટીનમાં ગયા. રવિ, પ્રિયા,મોહિત અને સાથે મોનિકા પણ.

બે દિવસમાં મોનિકા આખા ગ્રુપ સાથે સરસ રીતે ભળી ગઈ હતી.

આજે એક તો પ્રિયાની સહેલી ટીના પણ આવી ન હતી. અને વળી સાગર પણ નહીં..પ્રિયાને વારંવાર સાગર ની કમી લાગતી હતી. અને તેની બેચેની તેના બોડી લેંગ્વેજમાં દેખાઈ રહી હતી.

ક્ષણે ક્ષણે બેચેન કરે તારી કમી..

પળે પળે નજરોથી સંગ્રામ કરે તારી કમી..!

દરેક ક્ષણને કલાકો બનાવે છે તારું કમી.

હૃદયનાં તારે તારને ધ્રૂજાવે છે તારી કમી.!

ઘણીવાર આપણે જે છૂપાવવા માંગતા હોય તે લાખો કોશિશ કરવા છતાં છૂપાવી નથી શકતા. અને જેટલું પ્રબળતાથી તેને છૂપાવવાનો પ્રયત્ન કરીએ.એટલી જ પ્રબળતાથી તે વધારે સામે આવે છે.

પ્રિયા સાથે પણ કંઈક આવું જ થયું. બધા સેન્ડવીચ અને કોફીની લિજ્જત માણી રહ્યા હતાં.. પ્રિયા ચુપચાપ બેઠી હતી. એટલે મોહિત બોલ્યો.

"આજે તો પ્રિયાના ગળે સેન્ડવીચ નહિ ઉતરે.એટલે જ કશું ખાતી નથી..સાગર નથી ને..!!"

એક પલ માટે પ્રિયાના ધબકારા વધી ગયા કે મોહીત ને કેવી રીતે ખબર પડી. પણ પછી મોહિતના ખડખડાટ હસવાથી તેને થોડી નિરાંત થઈ. અને તે બોલી.

"અરે એવું કંઈ નથી. આજે નાસ્તો થોડો વધારે થઈ ગયો છે એટલે ભૂખ નથી."

"અરે પ્રિયા હું તો મજાક કરું છું. એમ પણ અમને બધાને પણ સાગર વગર કંઈ ખૂટતું લાગે છે."

 ત્યાં સાગરનો ફોન આવ્યો પ્રિયાના મોબાઇલમાં.

"હેલો પ્રિયા મમ્મીના બધા રિપોર્ટ આવી ગયા છે. અને આજે સાંજે ચાર વાગે રજા પણ મળી જશે.તો તું આવીશ ત્યાં સુધીમાં અમે ઘરે આવી ગયા હોઇશું."

"ઓકે સાગર વેરી ગુડ."

"ઓકે બાય."

પ્રિયાએ ફોન મૂકીને જોયું તો બાકીના ત્રણે જણ તેને જ જોઈ રહ્યા હતાં. તે બોલી.

"સાગર નો ફોન હતો અને હવે આંટીને સારું છે. એટલે સાંજે રજા આપી દેશે. બધાને તેની વાત સાંભળી ખુશી થઈ કે કાલથી સાગર પણ તમે જોડે કોલેજ આવશે. "

વાતવાતમાં મોનિકા અને પ્રીયા એ પોતાના નંબરની આપ લે કરી. એમ પણ આજે બધા ને સાગર કોલેજમાં ના હોવાથી મજા નહોતી આવતી.. એટલે પછી નો લેક્ચર પણ કોઈને ભરવાની ઇચ્છા નહોતી બધા કેન્ટીનમાં બેઠા હતાં.

મોહિતે મોનિકાને પોતાના વિશે જણાવવાનું કહ્યું..

"મોનિકા તારા વિશે જણાવ. અમને ફક્ત તારું નામ જ ખબર છે.. અરે ભાઈ હવે તો આપણે ફ્રેન્ડ્સ છીએ. અને અમારી ફ્રેન્ડ નું બેગ્રાઉન્ડ તો ખબર હોવી જોઈએ ને..?"

"યુ આર રાઈટ મોહિત. એન્ડ શ્યોર, વાઈ નોટ."

પણ ત્યાં જ મોનિકાના મોબાઇલની રિંગ વાગતા ,તે ફોન લઇ વાત કરવા સાઈડમાં જતી રહી..ખાસ્સા લાંબા સમય સુધી તે ફોન પર કોઈની સાથે વાત કરી પાછી ફરી. આવીને તે બોલી.

"ફ્રેન્ડ સોરી મારે કંઈ અગત્યનું કામ આવી ગયું છે. તો અત્યારે જવું પડશે કાલે મળશું. ગુડ બાય એન્ડ તારો જવાબ પણ કાલે આપીશ."

"બાય પ્રિયા."

"બાય મોનિકા."

બધાને બાય કરી તે ફટાફટ કેન્ટીનની બહાર નીકળીને પોતાની કાર લઈને જતી રહી.

પ્રિયાને કંઈક વિચાર આવતાં તેણે મોહિતને કહ્યું તે તેને ઘરે મૂકી જાય. કેમકે આજે તેની ફ્રેન્ડ ટીના પણ નહોતી.

મોહિત પોતાની બાઈક પર પ્રિયાને ને ઘરે મૂકવા ગયો.

પ્રિયાએ પોતાનો વિચાર ઘરે આવી તેની મમ્મીને વ્યક્ત કર્યો. અને સાગરના પપ્પાને ફોન લગાવ્યો.

"અરે બોલ બેટા કોલેજથી આવી ગઈ.?"

"હા અંકલ."

"અંકલ હું અને મમ્મી એવું વિચારીએ છીએ કે સાંજે આંટીને રજા મળી જશે.. તો આજે રાતનું ડિનર અહીંયા રાખીએ."

"બેટા તારી લાગણી હું સમજુ છું.પણ તારી આંટીને હજી બેસવા ઊઠવામાં તકલીફ થશે. વળી તેનો સ્વભાવ તો જાણે જ છે. એક કામ કરૂ. હું તારી આન્ટીને જ પૂછી લઉં. તે શું કહે છે.પૂછી અને થોડીવારમાં તને ફોન કરું."

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama