STORYMIRROR

Bhumi Joshi

Drama Romance

4  

Bhumi Joshi

Drama Romance

પ્રીતનું પાનેતર - 5

પ્રીતનું પાનેતર - 5

3 mins
159

રાધા બેન ને દવાની અસર ઓછી થતી હતી હવે તે ધીરે ધીરે નોર્મલ થઈ રહ્યા હતાં. તેમણે આંખો ખોલી જોયું તો, સામે સાગર અને એક અજાણી યુવતી બેઠી હતી.

સાગર: "મમ્મી કેવું લાગે છે હવે ?"

રાધા બેન: "સારું છે હવે. પણ પહેલા તું એ કે આ કોણ છે ?"

સાગર:" મમ્મી મારી કોલેજની ફ્રેન્ડ છે આજે કોલેજમાં પ્રથમ વાર જ મળ્યા એ કોલેજમાં નવી આવી છે. અને અહીં તારી ખબર કાઢવા આવી છે"

સાગર ની વાત સાંભળી રાધા બેન ને થોડું આશ્ચર્ય થયું તે વિસ્મય ભરી નજરે મોનિકા ને નિહાળવા લાગ્યા થોડીવાર પછી તે બોલ્યા." બેટા તારું નામ શું છે ? તું સાગરને આજે પ્રથમવાર મળી અને સાગર માટે મારી ખબર કાઢવા અહીં આવી ગઈ. ?"

મોનિકા ને થોડીવાર સમજ ન પડી કે શું જવાબ આપવો. ? કંઈક વિચારી એ બોલી. "આંટી મારું નામ મોનિકા છે નાવ આર યુ ઓલ રાઈટ ?"

મોનિકા એ સિફ્તાઈથી જવાબ આપવાનું ટાળી વાત બદલી.

મોનિકા રાધાબેન સાથે મંદિરેથી કેવી રીતે પડ્યા અને શું થયું એવી વાતો કરવા લાગી.

મોનિકા અને રાધાબેન વાતો કરી રહ્યા હતાં પણ સાગર ની નજર દરવાજાની સામે જ હતી. તે પ્રિયા અને તેના મમ્મી ને આવતા જોઈ રહ્યો હતો. થોડીવારમાં પ્રિયા અને ભાવનાબેન રૂમમાં દાખલ થયા. રૂમમાં દાખલ થતા જ પ્રિયાની પ્રથમ નજર મોનિકા પર પડી ! પ્રિયા આમ અચાનક મોનિકાને હોસ્પિટલમાં જોઈ વિસ્મયતા ભરી નજરે તેને જોઈ રહી.

સાગર: "આવો આંટી પ્રિયા હું ક્યારનો તારી રાહ જોતો હતો."

પ્રિયા:"હા હું કોલેજ થી સીધી ઘરે ગઈ હતી મમ્મીને પણ સાથે લાવવાના હતાં એટલે અને એ જાણ કરવા માટે મેં તને ફોન પણ કર્યો હતો પણ તારો ફોન નો રીપ્લાય થયો"

સાગર:" ઈટ્સ ઓકે"

ભાવના બેન:"કેમ છો રાધાબેન ? હવે વધારે દુખાવો તો નથી ને ? હું તમારા અને સાગર માટે ચા નાસ્તો લાવી છું. "

રાધાબેન: " સારું છે હવે."

પ્રિયા ને જોયા પછી મોનિકાને હવે જલ્દીથી અહીં થી નીકળવું હતું. એટલે તે બોલી"સાગર બાય. એન્ડ ટેક કેર આન્ટી."

સાગર:" બાય મોનિકા એન્ડ થેંકસ ફોર કમીંગ."

રૂમમાં બેઠેલા બધા જ મોનિકાને જતી જોઈ રહ્યા, રાધાબેન ફરી તેને જોતા હતાં હવે પ્રિયાને થોડી હળવાશ થઈ. આ વખતે પણ પ્રિયા કે મોનિકા બંનેમાંથી કોઈએ એકબીજા સાથે વાત ન કરી. પ્રિયાની ચુપકી તોડવા સાગર બોલ્યો "મેડમ હવે ચા ક્યારે આપશો ? ઠંડી થઈ જાય ત્યારે ? મને ભૂખ પણ બહુ લાગી છે અને માસી એ બનાવેલો આ ગરમાગરમ નાસ્તો જોઈ મારાથી તો રહેવાતું જ નથી જલ્દી નાસ્તો આપ."

સાગર ની વાત સાંભળી બધા હસી પડ્યા. રાધા બેન ને આમ તો પ્રિયા ખાસ ગમતી ન હતી પણ આજે તે પ્રથમવાર પ્રિયા સામે નિખાલસ હસ્યા, પ્રિયાએ રાધાબેન અને સાગર માટે ચા-નાસ્તો કાઢી સર્વ કર્યા, નાસ્તો કરતા કરતા સાગર પ્રિયા ને ચિડવતો હતો. "લાગે છે કે ચામાં ખાંડ બહુ વધારે નાંખી દીધી છે."

પ્રિયા:" તું બહુ હોશિયારી ન કર અને તારી જાણ ખાતર ચા મમ્મીએ બનાવી છે." હવે સાગરને ફસાયેલો જોઈ પ્રિયા ખડખડાટ હસવા લાગી, વોર્ડમાં વધારે અવાજ થતાં તરત જ નર્સ આવી.

નર્સ:"પ્લીઝ શાંતિ રાખો પેશન્ટને આરામ કરવા દો. અને રૂમમાં એક જ વ્યક્તિ રહો."

સાગર:" ઓકે મેમ."

ભાવના બેન:"રાધા બેન તમે કહો તો સાગર મને મૂકી જાય અને ઘરે થોડો આરામ કરી ફ્રેશ થઈ જાય, ત્યાં સુધીમાં હું રાતનું જમવાનું બનાવી દઉં પછી હું સાગર ને તમારું ટિફિન મોકલી આપીશ ત્યાં સુધી પ્રિયા તમારી પાસે રહે."

રાધા બેન:"મને કોઈ વાંધો તો નથી પણ તમે તકલીફ ના ઉઠાવો ઘરે રસોઈયા રસોઈ બનાવી દેશે. એટલે સાગર ના પપ્પા આપી જશે."

ભાવના બેન:"અરે નાના તકલીફ શાની આજે તો તમારા માટે ઓછા મસાલાવાળો તમે જે કહો તે હું જ બનાવી દઈશ."

સાગર: " હા મમ્મી આંટી સાચું કહે છે આજે થોડું હેલ્ધી ખાઈશ તો રિકવરી જલ્દી આવશે."

રાધાબેન: " ઓકે જેમ તું કહે"

સાગર: "પ્રિયા તને હોસ્પિટલમાં ફાવશે ને ?"

પ્રિયા:" ઈટસ ઓલ રાઈટ. સાગર નો પ્રોબ્લેમ. અને તું આંટીની પણ ચિંતા ન કરતો. હું અહીં જ છું. શાંતિથી જમી પછી મારા ઘરેથી, આંટીનું ટિફિન લઈને આવજે, તું આવીશ ત્યાં સુધી હું અહી જ રહીશ."

સાગર:" ઓકે ડન મમ્મી ટેક કેર. હું થોડીવારમાં આવું. "

સાગર ભાવનાબેનને લઈ હોસ્પિટલથી ઘર તરફ રવાના થયો. પ્રિયા રાધાબેનના બેડ પાસેના ટેબલ પર બેઠી હતી. બેઠી બેઠી મોબાઈલમાં કંઈક જોઈ રહી હતી અને રાધા બેન પ્રિયાના ચહેરા સામે એકીટસે જોઈ કંઈક વિચારી રહ્યાં હતાં.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama