Bhumi Joshi

Romance

4.5  

Bhumi Joshi

Romance

પ્રીતનું પાનેતર - 4

પ્રીતનું પાનેતર - 4

3 mins
255


પ્રિયા અને ટીના એ કોલેજ કેમ્પસમાંથી નીકળી ઘરે જવા માટે ઓટો પકડી. તેણે ઓટોમાંથી જ સાગરને ફોન લગાવ્યો. પણ સાગરનો ફોન નો રીપ્લાય થતો હતો. પ્રિયાને મન થતું હતું કે જલ્દીથી હોસ્પિટલ સાગર પાસે પહોંચી જાય. તે વિચારતી હતી અત્યારે સાગર ને મારી જરૂર છે. પણ તરત જ થયું કે ઘરે મમ્મી ચિંતા કરતી હશે. એકવાર મમ્મીને પૂછી તેને સાથે લઈ હોસ્પિટલ જાવ તો મમ્મી પણ રાધા આન્ટી ની ખબર જોઈ લે.

વિચારોમાં ને વિચારોમાં ઓટો ક્યારે ઘર પાસે આવી ને ઊભી રહી તેનો તેને ખ્યાલ ન રહ્યો. ઓટો વાળો ઊભો રહ્યો ત્યારે એકદમ જ તંદ્રા અવસ્થામાંથી જાગી, ટીનાને હજી આગળ જવાનું હતું. એટલે તે ટીનાને બાય કહી ઘરમાં પ્રવેશી.

પ્રિયા નો ચહેરો જોઈ નાની બહેન રિયા તેને ચીડવવા લાગી. રિયા હજી તો દસમાં ધોરણમાં હતી.પણ ખૂબ સમજદાર હતી. વળી બંને બહેનો વચ્ચે પ્રેમની સાથે-સાથે દોસ્તી પણ ખૂબ હતી. બંને કીધા વગર જ એકમેકની વાતો સમજી જતી. વળી રિયા તો પ્રિયાને ચીડવવાનું એક પણ બહાનું છોડતી નહીં, આજે પણ રિયા બોલ બોલ કરતી હતી.

રિયા:" દીદી મને તો હતું કે તમે તો સીધા હોસ્પિટલ જશો સાગર જીજુ ને મળવા."

પ્રિયા:" તું ચાપલી ના થા. જા રસોડામાં મમ્મીને મદદ કર."

ભાવનાબેન: "બેટા પ્રિયા આવી ગઈ. તારી જ રાહ જોતી હતી. તારા પપ્પા એ મને રાધા બેન ની બધી વાત કરી હતી. હું થોડા ચા નાસ્તો બનાવી દઉં. તું ફ્રેશ થઈ રેડી થઈ જા. એટલે આપણે હોસ્પિટલ જઈએ."

પ્રિયા: "હા મમ્મી, હું હમણાં જ રેડી થઈ તને મદદ કરવા આવું છું ."

પ્રિયા રોજ કોલેજથી આવી ફ્રેશ થઈ પોતાના મનપસંદ ગઝલકાર જગજીતસિંહ ની ગઝલો સાંભળતી. અને બહાર આંગણા માં નાનકડો પણ ખૂબ સુંદર બગીચો હતો. દરેક છોડ ની માવજત પ્રિયા જાતે જ કરતી. આ ફૂલોની વચ્ચે એક વર્ષો પુરાણો ઝૂલો હતો. તે બસ આ ઝૂલા પર ઝૂલતી અને ગઝલો સાંભળતી..

સાંભળતા સાંભળતા પ્રિયા સાગરના વિચારોમાં ખોવાઈ જતી અને તે જ સમયે રિયા દોડી આવતી. પ્રિયા ને એક ચૂંટલો ભરતી. અને ચાલુ થતી બંને બહેનોની મસ્તી, આખું ઘર બંને બહેનોની મસ્તીથી ગુંજી ઉઠતું. તેમની હાસ્યની કિલકારીઓ ચારે બાજુ ગુંજતી. આસપાસ પણ ખબર પડી જતી કે પ્રિયા ઘરે આવી ગઈ છે. પણ આજે પ્રિયા સાવ ખામોશી હતી. ના તો ઝૂલે બેઠી કે ન ગઝલો ચાલુ કરી..

***

સાગર ને પાકી ખાતરી હતી કે કોલેજથી પ્રિયા સીધી હોસ્પિટલ જ આવશે. પ્રિયાની રાહ જોતો તે આમ-તેમ આંટા મારી રહ્યો હતો. રાધાબેન તો હજુ સૂતા હતા. થોડી થોડી વારે સાગર મા ના ચહેરા ની સામે જોઈ ઉદાસ થઈ જતો અને વિચારતો માંને અત્યારે કેટલું દર્દ થતું હશે.. તે માની આવી પાસે બેસી તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતો પોતાની માનો ચહેરો નીરખી રહ્યો હતો. ત્યાં જ ડોરબેલ પર નોક થવાનો અવાજ આવ્યો. સાગર ની પીઠ દરવાજા તરફ હતી..

સાગર: "આવી ગઈ પ્રિયા હું તારી જ રાહ જોતો હતો."

મોનિકા: "પ્રિયા નહિ. હું મોનિકા..સાગર."

સાગર તરત જ ઊભો થઈ ગયો .તે ખૂબ જ આશ્ચર્યચકિત હતો. તેને માનવામાં નહોતું આવતું કે મોનિકા અહીં ઊભી છે. તે તેમ જ ઊભો ઊભો જાણે મૂર્તિ બની ગયો હતો.

મોનિકા: "હાઈ, સાગર અંદર આવવાનું નહીં કહે.?

તને ના ગમ્યું મારું આવવાનું.?"

સાગર: "હાઈ મોનિકા. અરે ના .ના . આવ અંદર આવ. પણ મને વિશ્વાસ નથી આવતો કે તું અહીં..?? તને કેમ ખબર પડી.?? કોણે કહ્યું .? હજુ આજે સવારે જ તો આપણે પહેલીવાર મળ્યા અને તું મારા માટે અહીં હોસ્પિટલ આવી.? "

મોનિકા : " બાપરે આટલા સવાલ..!! પહેલા મને શ્વાસ તો લેવા દે.. હું ખોટી ના હોવ તો આ તારા મમ્મી.??

શું થયું તેમને.??"

સાગર" તો તને ખબર નથી કે હું શા માટે હોસ્પિટલ છું બસ તું હું અહી હોસ્પિટલ છું,એટલું જાણી અહીં દોડી આવી કેમ મોનિકા.??"

મોનિકા:"પ્રિયા અને ટીનાની ફોન પરની વાત સાંભળી બસ એટલો ખ્યાલ આવ્યો કે તું અહી સીટી હોસ્પિટલમાં છો. અને સવારે તું જે રીતે જતો રહ્યો એટલે લાગ્યું કે કોઈ સિરિયસ હશે. બસ એટલે જ તને મળવાનું મન થયું. અને અહિં દોડી આવી. રિસેપ્શન પર પૂછતા અહીં વૉર્ડ સુધી પહોંચી ગઈ."

સાગર:" થેન્ક્યુ ફોર કમિંગ આ મારી મમ્મી છે. સવારે મંદિરે સીડી પરથી પડી ગયા. અને તેને પ્લાસ્ટર આવ્યું છે ."

સાગર અને મોનિકા વાતો કરતા હતા. ત્યાં જ સાગરનું ધ્યાન દરવાજાની બહાર ગેલેરી સાઈડ પડ્યું. પ્રિયા અને તેની મમ્મી સામેથી તેને આવતા દેખાયા.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance