પ્રીતનું પાનેતર - 3
પ્રીતનું પાનેતર - 3
સાગર એકદમ જ કશું કહ્યા વગર ઝડપથી જતો રહ્યો. તેથી પ્રિયાને પણ ચિંતા થવા લાગી હતી. હજુ એક લેકચર બાકી હતો. પ્રિયા વિચારતી હતી કે શું કરું. ? લેક્ચર ભરું કે નહીં.. ? પણ પછી થયું કે પોતાને ખબર તો નથી કે સાગર ક્યાં ગયો છે તેથી ઘરે જવાનો પણ કોઈ મતલબ નથી.
બે લેક્ચરની વચ્ચે 10 મિનિટમાં બ્રેક રહેતો. અને તેમાં બધા જ બહાર નીકળી ગયા હતાં.. તો વળી કોઈ લેક્ચર બંક કરે કેન્ટીનમાં જતા રહેતા. સાગર ના ગયા પછી મોનિકા પણ એકલી પડી ગઈ હતી. બહાર બાલ્કનીમાં ઘણા બધા છોકરા છોકરીઓના ગ્રુપ ઉભા હતાં.
રવિ અને મોહિત બીજા ક્લાસ ના ગ્રુપ જોડે મજાક મસ્તી કરી રહ્યા હતાં. પ્રિયા અને ટીના બાલ્કનીના એક ખૂણામાં ઊભા હતાં. ત્યારે પ્રિયા એ જોયું કે મોનિકા તેની તરફ આવી રહી હતી. અત્યાર સુધી મોનિકા અને પ્રિયા વચ્ચે કોઈ પણ શબ્દની આપ-લે થઈ નહોતી..
મોનિકા: " પ્રિયા. ક્લાસ ના બીજા લોકો પાસેથી જાણવા મળ્યું કે તું અને સાગર બેસ્ટ ફ્રેન્ડ છો. તો તને તો ખબર જ હશે કે સાગર આટલી જલ્દી કેમ ગયો. ?
પ્રિયાના મનમાં આ સવાલ તીર ની જેમ ખુંચ્યો. એમ પણ ખબર નહીં કેમ પણ મોનિકાને પ્રથમ નજરે જોતાં જ પ્રિયાને તેની સાથે વાત કરવી ગમતી ન હતી. તો પણ મોનિકાને જવાબ આપવો તો જરૂરી હતો.
પ્રિયા : "હા. હું અને સાગર. નાનપણથી જ મિત્રો છીએ. પણ અત્યારે મને પણ ખબર નથી કે તે કેમ ગયો.. પ્રિયા એ વધારે લાંબુ ન કરતા ટૂંકમાં જવાબ આપ્યો. "
મોનિકા અને ટીના ઘણીવાર સુધી વાતો કરતા રહ્યા. અને પ્રિય તેમની વાતો ચૂપચાપ સાંભળતી ઊભી રહી. તેમાં દસ મિનિટ ક્યાં થઈ ગયા તેની ખબર ના પડી. થોડીવારમાં છેલ્લો પીરીયડ ચાલુ થયો. પ્રિયા નું મન તેમાં બિલકુલ ચોંટતું નહોતું. રોજ ભણવામાં રચિ પચી રહેનાર પ્રિયા આજે ઘણી બેચન થતી હતી. અને મોનિકા વારંવાર પ્રિયાની સામે જોતી હતી.
***
સાગર ની ગાડી 110 ની સ્પીડે સીટી રોડ પર દોડી રહી હતી. થોડી જ વારમાં ગાડી સીટી હોસ્પિટલ ની સામે ઊભી રહી.
ધબકતા હૈયે સાગર હોસ્પિટલ ની અંદર ગયો. યાં સામે જ સાગર ના પિતા અને પ્રિયાના પિતા બંને ઊભેલા હતાં..બંનેના ચિંતાતુર ચહેરા જોઈ સાગરના મનમાં ફાળ પડી.
કોલેજમાં ફોન સાગરના પિતાનો જ હતો. તેમને ફોન માં ફક્ત એટલું જ કહ્યું હતું કે જલ્દીથી સીટી હોસ્પિટલ પહોંચે. અને ફોન મૂકી દીધો હતો. અને એટલે જ સાગર કોઈને પણ કશું કહ્યા વગર ઝડપથી અહી દોડી આવ્યો હતો.
સાગર: "પપ્પા એ તો કહો શું થયું.. ? તમે ફોનમાં પણ કશું કહ્યું નહીં. મારી મમ્મી ને તો કંઈ નથી થયું ને. ??
ત્યાં જ ડોક્ટર તપન પણ આવ્યા.
ડો.તપન.: "રાધાબેન ને હોશ આવી ગયો છે. તમે વારાફરતી મળી શકશો. "
સાગર: "શું થયું મારી મમ્મીને. ?"
ડૉ.તપન: "તેઓ મંદિરેથી સીડી ઉપરથી પડી ગયા હતાં.. એટલે જમણા પગે અને જમણા હાથમાં ફેક્ચર આવ્યું છે..થોડા દિવસ અહીં રાખવા પડશે. અત્યારે પ્લાસ્ટર કરી દીધું છે ચિંતા જેવું નથી.. થોડા દિવસોમાં તેને ડિસ્ચાર્જ કરી દઈશું. "
સાગર:" ડો. આપનો ખૂબ-ખૂબ આભાર. "
રાધા બહેનને ટ્રીટમેન્ટ બાદ એક સ્પેશીયલ રૂમમાં ખસેડી દેવામાં આવ્યા હતાં. સાગર દોડતો જ પોતાની માતાને મળવા પહોંચી ગયો.
સાગર પોતાની માતા ની હાલત જોઈ ખૂબ ભાવુક થઈ રડવા લાગ્યો. જાણે એક નાનું બાળક રડતું હોય.
રાધા બેન: "સાગર બેટા જો હું બિલકુલ સ્વસ્થ છું મને કશું જ નથી થયું. તું ચિંતા ન કર આવ અહીં મારી પાસે બેસ.
રાધાબેન પણ અંદરથી તૂટી ગયા હતાં.. પણ દીકરાનું મન મક્કમ કરવા પોતે પણ મક્કમ બનવાનો ડોળ કરી રહ્યા હતાં.
થોડીવારમાં ધનસુખભાઈ અને મનસુખભાઈ અંદર આવ્યા બંને રાધાબેન સાથે થોડી હસી મજાક કરી તેમને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. આખરે વાતાવરણ થોડું હળવું બન્યું.
કોઈ એક જ વ્યક્તિને હોસ્પીટલમાં રહેવાનું હોવાથી સાગર હોસ્પિટલ માં રોકાયો. અને મનસુખભાઈ તેમજ ધનસુખભાઈ હોસ્પિટલથી રવાના થયા.. દવાની અસર હોવાના લીધે રાધાબેન ફરી સૂઈ ગયા..હવે સાગરને થોડીક હાશ થઈ..એટલે તરત જ તેને પ્રિય યાદ આવી તેણે પ્રિયાને ફોન લગાવ્યો.
***
લેક્ચર પૂરો થયો હોવાથી બધા કોલેજના કેમ્પસમાં થી ઘરે જવા નીકળતા હતાં.. પ્રિયાના ફોનની ઘંટડી રણકી એટલે પ્રિયા એ પર્સમાંથી મોબાઈલ કાઢીને, સ્ક્રીન પર સાગર નું નામ જોતા જ ,એક પલ માટે તેના દિલની ધડકન તેજ થઈ ગઈ.. ધ્રુજતા હાથે તેને ફોન રિસીવ કર્યો.
સાગર: "હેલો પ્રિયા. મારા મમ્મી મંદિરના પગથિયેથી પડી ગયા હોવાથી તેને સીટી હોસ્પિટલમાં એડમિટ કર્યા છે.. હું અહીં જ છું. મને ખબર હતી કે હું એકદમ થી ગયો.. એટલે તું ચિંતા કરતી હોય. એટલે જ મેં તને ફોન કર્યો તું ચિંતા ના કરતી. મમ્મી ને હવે સારું છે. "
તેને વચ્ચે વચ્ચે કવરેજ ન આવતું હોવાથી સરખું સંભળાતું ન હતું..
પ્રિયા:" કઈ હોસ્પિટલ.. ?"
સાગર:" સીટી હોસ્પિટલ. "
પ્રિયાની બરોબર પાછળ ચાલતી મોનિકાને બીજું તો કશું ન સમજાયું. પણ પ્રિયા એ ટીનાને સીટી હોસ્પિટલ ની વાત કરી તે સાંભળ્યું.. મોનિકાના મનમાં કંઈક વિચારો આવવા લાગ્યા. પ્રિયા ને કશું કહ્યા વગર મોનિકા ઝડપથી કોલેજ કેમ્પસમાંથી નીકળી ગઈ. પ્રિયા અને ટીના તેને જતી જોઈ રહ્યા.. પ્રિયા એ મનમાં કંઈક નક્કી કરી સાગર ને ફોન લગાવ્યો.
ક્રમશઃ

