પરીક્ષા
પરીક્ષા
જાદવભાઈ સ્કૂલમાંથી સાંજના લગભગ રજા પડી હતી એટલે ઘર તરફ બાઇકને વેગવન્તિ કરી સડસડાટ પાકા રસ્તા પર જય રહ્યા હતા.
તે મનમાં ને મનમાં વિચારતા કે જે આજે પોતાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા! તેઓને પરમદિવસ સરકારી ભરતી માટેની જાહેર પરીક્ષા આપવાની છે અને આવેલા ત્યાં બધાજ વિદ્યાર્થીઓનું સેન્ટર એ કુમાર શિક્ષા વિદ્યાલય એટલે કે અમારી જ સંસ્થા છે. અને તેની તમામ તૈયારીઓ પણ આજ કમ્પ્લેટ કરી નાખી છે.
આમ વિચારોના વૃંદાવનમાં નાચતા ને ગાડી વેગવન્તિ કરતા મનોમન ખુશ થતા જાદવ ભાઈ એક સિગ્નલ પાસે આવી પહોંચે છે. સિગ્નલ બન્ધ હતું ત્યાં તેણે બાઇક બન્ધ કરી સિગ્નલ ખુલવાની વાટ જોવા લાગે છે. ઘરેથી તેના મિસિસનો ફોન આવે છે એટલે તેઓએ વાત કરીને ફોન મુક્યો ત્યાં સિગ્નલ ખુલે છે.
અન્યને ઓવરટેગ કરતા ધીમે ધીમે જાદવ ભાઈ આગળ વધતા રોડ ક્રોસ કરવાની વાટ જોતો સામે ઉભેલો એક 18 - 19 વર્ષનો છોકરો હાથમાં સફેદ ષ્ટીક રાખીને વાહનો ઓછા થવાની સાથે તેને રસ્તો ક્રોસ કરી સામે જાવું હતું એટલે ષ્ટીક જમીન પર ટેકવી રાહ જોતો બિલકુલ ધીરજતાથી ઉભો છે.
જાદવ ભાઈ આ જુવે છે.
એટલા બધા વાહનો જતા હતા તો વળી કેટલાક પગડન્ડી કરી ચાલતા જઈ રહ્યા હતા! પરંતુ કોઈ તેનો હાથ પકડી તેને રસ્તો પણ નથી વટાવતું, અરે તેને જોઈ જોઈને તો સૌ જય રહ્યા હતા પરંતુ તેની પાસે જઈ કોઈ એમ પણ નહોતું પૂછતું કે ભાઈ! તારે સિદ જવું છે?
આમ તેમ જોઈ જાદવ ભાઈ તેનું બાઇક એક બાજુ સાઈડમાં પાર્ક કરીને પેલા છોકરા પાસે જાય છે.
"સિદ જવું છે તમારે સુરદાસ?" જાદવ ભાઈએ હળવા અવાજે પૂછ્યું.
આ સર્કલ ક્રોસ કરીને સામે આગળ જવું છે, પણ વાંધો નહિ તમતમારે જાવ હું હમણાં આ વાહનો ઓછા થશે એટલે નીકળી જઈશ: બિલકુલ નમરતાથી તે છોકરાએ મધ્ય અવાજે કહ્યું.
કાંઈ વાંધો નહિ આવી જાવ ચાલો હું તમને રસ્તો ક્રોસ કરાવી દવ: જાદવ ભાઈએ એમ કહી પેલા છોકરાનો હાથ પકડી તેને રસ્તો પાર કરાવે છે. નિર્ગમન સ્થળ સુધી મુકવા માટે જાદવ ભાઈ આગ્રહ તો કરે છે, પરંતુ બે હાથ જોડી આભાર માનીને તે નકારમાં જવાબ આપે છે.
પેલો છોકરો સ્ટિક આગળ કરી રસ્તો ખેડતો તેની ગતિએ ચાલવા લાગે છે, પછી સાઈડમાં મૂકેલું બાઇક જાદવ ભાઈ ચાલુ કરી વિચારોમાં ગરકાવ થતા જાદવ ભાઈ રસ્તો કાપતા પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા હતા.
પરંતુ તે પેલા છોકરાનો ચહેરો જોયો ત્યારના ખુદને ધિતકારી રહ્યા હતા. ભલે તેઓ ત્યાં ન બતાવી શક્યા પરંતુ જાદવ ભાઈના દિલમાં અસીલ હોળી સળગી હતી.
જાદવ ભાઈ પોતાને ઘેર પહોંચે છે. હરરોજ તો તેઓ પાણી બાણી પિયને ટીવી સામે હાસ્ય ના પ્રોગ્રામો કે પિક્ચર જોવા બેસી જતા, પણ આજ તે કૈક ટેનશનમાં હોય એમ ઘટેલી તમામ ઘટનાઓ યાદ કરી ખુદ પર જ ગુસ્સાથી તરબતર થઈ રહ્યા હતા.
સવારથી જ આજે પરિક્ષાર્થીઓની લાઈન સ્થળ પરની મંજુરી લેવા માટે લાગી હતી. સિક્કા મારવામાં વાર લગાડતા તેઓ એક તો પોતાની સ્કૂલના ક્લાર્ક ઉપર ધુહ વરાળ થતા હતા તો બીજી બાજુ છોકરાઓ પડાપડી કરી રહ્યા હતા.
ત્યાં આ છોકરો કે જેને જાદવ ભાઈએ હમણાં જ પેલો રસ્તો ક્રોસ કરાવ્યો હતો, તે આવ્યો.
તે છોકરાને પણ પરમદિવસ પરીક્ષા છે, અને તેને પણ આ જ સ્કૂલ છે, એટલે તે છોકરો પહેલા ક્લાર્કને બધી વાત કરે છે પણ તે વ્યવસ્થિત સાંભળ્યા વગર જાદવ ભાઈની ચેમ્બરમાં મોકલી દેય છે.
કન્ટાળેલા જાદવ ભાઈનું માથું એક બાજુ ફાટતુ હતું, ત્યાં પેલો છોકરો પરવાનગી લઈને અંદર પ્રવેશે છે.
તે નમસ્તે સાહેબ કહી ટેબલને સામે છેડે ઉભો રહે છે.
રજીષ્ટરમા રહેલ ધ્યાન હટાવી જાદવ ભાઈ સામે ઉભેલ પેલા છોકરા સામું જોવે છે ને કહે છે: બોલો. જાદવ ભાઈએ તંગદિલી ભર્યા અવાજે કહ્યું.
સર મારે પણ પરમદિવસ આ સૌ સ્ટુડન્ટ્સ સાથે પરીક્ષા છે. પરંતુ મારું પેપર લખવા માટે કોઈ આવી શકે તેમ નથી કારણ કે લગભગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.
એટલે સર અહીંથી કોઈ રાઇટર તરીકે આવી શકે તો સારું.
અને આપ કોઈ ગોતી આપશો તો સર આપની ખૂબ મહેરબાની રહેશે.
પેલા છોકરાએ બિલકુલ મધ્યમ અવાજમાં કહ્યું:
જાદવ ભાઈ તેને ચોખી ઘસીને ના પાડી દેય છે.
તેણે કહ્યું કે: એ બધા તમારા પ્રશ્નો છે હું કંઈ ના કરું અને ભાઈ અહીંથી કોઈ લહીયામાં ન આવે, એટલે તમે જાતે વ્યવસ્થા કરો.
આમ કહી જાદવ ભાઈએ એક જિંદગી બનાવવાના પ્રયત્ન ને બદલે તે છોકરાને રડવા જેવો કરીને તેને અડઘડગ પગલે જ પાછો મોકલ્યો હતો.
અત્યારે જાદવ ભાઈ તેજ તમામ વિચારોના મહાસાગરમાં જેમ જેમ વધુ ડૂબતા જતા હતા. તેમ તેમ શરમના માર્યા ખુદને પણ મો દેખાડવાનું અસ્તિત્વ ખોતા જતા મનોમન તેનો માર્ગ શોધતા ખુદને વારંવાર ધિતકારતા હતા.
શ્રીમતીજીએ આવીને સર, ઓ સર, એ સર ના બે ત્રણ અવાજો મારે છે પણ જાદવ ભાઈ જાણે મૂર્તિ બની ગયા હોય એમ કોઈજ પ્રતિક્રિયા આપ્યા વગર તે વિચારોના મહાસાગરમાં જ ડૂબેલા જ રહ્યા.
શ્રીમતીજીએ બાજુમાં આવીને જાદવ ભાઈને જોરથી હલાવ્યા ત્યાંજ જાદવ ભાઈ વિચારોના દરિયામાંથી બહાર આવીને વિસ્તૃત બધી વાત કરે છે.
શ્રીમતીજી સંપૂર્ણ વાત સમજી જાદવ ભાઈને ગુસ્સાને કાબુમાં રાખીને સાચા ખોટા લોકોને ઓળખી પરિસ્થિતિ જોઈને ખુદ પર સંયમ ટકાવી યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિને સમજવી વગેરે વિશે જાદવ ભાઈને સમજાવી તેના પ્યુનને ફોન કરી સ્કૂલમાંથી પેલા છોકરાની ડિટેઇલ ઓનલાઈન મણગાવીને તેનો કોન્ટેક કરી તેના માટે લહીયો તમે તેને ગોતી આપશો એ જાણ કરો. અને તે છોકરાને કાલ તમારી સ્કૂલમાં ફરી બોલાવી લો. આમ રસ્તો કાઢી શ્રીમતીજીએ જાદવ ભાઈને પુરી સ્ફૂર્તિથી કહ્યું.
જાદવ ભાઈ તેના પ્યુનને ફોન કરી ઓનલાઈન તે છોકરાની બધી ડિટેઇલ કઢાવી તે છોકરાનું નામ ચિરાગ હોય છે. ને સમગ્ર ડિટેઇલ ચિરાગને જાદવ ભાઈ ફોન લગાવી પોતાની ભૂલ વ્યક્ત કરતા આવતી કાલે સ્કૂલે આવવાનું અને તેઓ રાઇટર પણ જાદવ ભાઈ તેના જ વિદ્યાર્થીને મોકલે છે.
અને એક સામાન્ય કેન્ડીડેટની જેમ ચિરાગને પણ સારો લહીયો આપી પરીક્ષા અપાવે છે.
ધન્ય છે આવા માનવીમાંથી જડાએલ માનવતાના પંચભૂત માણસને.