STORYMIRROR

Vandana Patel

Fantasy Inspirational Children

3  

Vandana Patel

Fantasy Inspirational Children

પરી

પરી

1 min
128

મનન અને અર્ચના બંને અનાથાશ્રમમાંથી બે મહીનાની પરીને દતક લે છે. ખુબ ખુબ ખુશીથી જીવન જીવે છે. અચાનક જ અર્ચનાની તબિયત બગડતા મનન મુંજાઈ ગયો. પરી હવે ત્રણ વરસની થઈ ગઈ હતી.

પરી : મમ્મી, મમ્મી શું થયું ?

મનન઼ : અરે ! કંઈ નહી થાય તારી મમ્મીને. જ્યારથી તું આવી છો ને બેટા, અમારો જીવન બાગ ખુબ ખુશીથી, તારી સુવાસથી મહેંકી ઉઠ્યો છે. તારી ચહેકથી તો સવાર પડે છે.           

અર્ચના : મનન, અહીં આવ તો.

મનન પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહે છે. કેમકે પરીની હાજરીથી શું વાંધો હોય !

મનન : હા બોલ, અત્યારે દવાખાને જઈ આવીએ. 

અર્ચના : જો મનન, મને કંઈક જુદાનો અણસાર આવે છે.

મનન : એટલે ?

અર્ચના : ડોક્ટરે સદંતર ના જ પાડી હતી કે બાળક નહી થાય તો પછી આજે ........કેવી રીતે ...શક્ય છે ?

પરી દોડતી દોડતી મમ્મીને વીંટળાઈ ગઈ. અર્ચનાએ કહ્યું કે બેટા, તારા આગમનથી હું મા બની. હું ખુબ સંતુષ્ટ થઈ તારી સાથે મારું બાળપણ જીવવા લાગી. તારા પાવન પગલાથી જ એક વધુ નાના શિશુનું આગમન.......

જ્યારથી તું આવી પરી અમારી જિંદગી પૂર્ણ અહેસાસથી ભરપુર છે. આ તારી જ ઈચ્છા કદાચ ઈશ્વરે પૂરી કરી કે પરી એકલી ન રહી જાય. મનન ભાવવિભોર થઈને મા-દીકરીને ભેટી પડે છે. બંને સાથે જ વ્હાલથી પરીને કહે છે કે.....

જયારથી તું અમારી જિંદગીમાં આવી છે, ત્યારથી તારી ચિંતા ઈશ્વરે કરી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy