'Sagar' Ramolia

Classics Drama Inspirational

3  

'Sagar' Ramolia

Classics Drama Inspirational

પરિચય

પરિચય

4 mins
7.9K


ટહુકાનાં દેવતાઓ...

ટહુકતો મોરલો....

મારી આલમનું અણમોલ મોતી.

મોરારીબાપુ રામાયણ લઈને આવ્યા.

રમેશ ઓઝા ભાગવત લઈને આવ્યા.

નારાયણ દેસાઈ ગાંધી કથા લઈને આવ્યા.

સાગર સાહેબ સરદાર વલ્લભકથા લઈને આવ્યા.

હાલ સુધીમાં તેમનાં ૨૭ પુસ્તકો પ્રકાશિત થયાં છે.

સમયે સમયે આપણને વક્તાઓ મળતાં રહ્યા. નવી કથાઓ મળતી રહી. એનાં ગાયકો અને શ્રોતાઓ પણ મળતાં રહ્યા.

મારે મેસેજથી ઘણીવાર વાત થાય. એમનો આગ્રહ રહ્યો કે સરદાર કથાનું આયોજન કરો. એક શિક્ષક જે બહુમુખી પ્રતિભા ધરાવે છે.

સાગર સાહેબ આપ સાગર નથી.

સાગરનું અણમોલ મોતી છો આપ.

આવાં અણમોલ મોતીની પરખ મને મોડામોડા થઈ.

આ પ્રતિભાને

આ મહામાનવ ને કયા શબ્દોનાં શણગારથી મઢું....?

આપ સરદારપીઠ પર બિરાજો છો.

સરદારનાં ગાયક છો.

એટલે આપ સરદારબાપુ છો.

આવા પૂજ્ય સરદારબાપુને મારી આલમ દંડવત પ્રણામ કરી ધન્યતા અનુભવે છે.

આપે સરદારની પ્રતિભાને ગાઈ છે.

ગુજરાતનાં ખમીર ને વંદયુ છે.

ગુજરાતની અસ્મિતાને આરાધ્યું છે.

સાથે સાથે બાલદેવોની પણ સ્તુતિ કરી પરમને પોકાર્યા છે.

શિક્ષકની આલમને દિવ્યતા બક્ષી છે.

જામનગરનાં આ રતન

જામ સાહેબની ધરતીએ અર્પણ કરેલાં આ સરદાર દિલ સપૂતને મારૂં ગુજરાત ભાવથી ભજે છે....

એમની પ્રતિભાને ઉજાગર કરતો પરિચય જે દિવ્યકાંત પટેલે આપ્યો હતો એ અહીં મુકું છું....

‘સાગર' રામોલિયાનો ‘આજકાલ' સાંઘ્ય દૈનિકમાં છપાયેલ પરિચય

‘આજકાલ'ની લોકપ્રિય કોલમ ‘બાલતરંગ'નાં બાલમિત્રો, છેલ્લા ઘણાં સમયથી તમે જેમની બાલવાર્તાઓ અને બાલકાવ્યો વાંચો છો તે ‘સાગર' રામોલિયા માત્ર ધંધે જ નહીં વ્યવસાયે પણ શિક્ષક છે, કારણકે શિક્ષકત્વ એમનાં હાડકાંની મજજા સુધી પહોંચી ગયું છે. એવાં ‘સાગર' રામોલિયા જેઓ મહાનગર જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ફરજ બજાવે છે. ભરજુવાનીમાં જ જેમનું માનસ બાલ સમર્પિત છે, એવાં ‘સાગર' સાહેબનો જન્મ જામનગરનાં પાદરમાં આવેલાં નાનીમાટલી ગામે 1973ની પહેલી ફેબ્રુઆરીએ થયો હતો. ગુજરાતી કવિ વેણીભાઈ પુરોહિતનાં જન્મદિવસે જ સ્તો! મહાકવિ પ્રેમાનંદનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. શીતળાની રસીનાં શોધક એડવર્ડ જેનર પણ આ જ દિવસે જન્મેલાં.

ફેબ્રુઆરી શબ્દ ‘ફેબ્રેએરીયુસ'નો તદ્‌ભવ છે. લેટિનભાષામાં એનો અર્થ થાય છે, શુદ્ધ કરવું. પ્રાચીન રોમન સભ્યતામાં ફેબ્રુઆરી માસ પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિ માટેનો ગણાય છે, આપણાં પુરુષોત્તમ માસની જેમ જ. ભાઈ રામોલિયાનાં હાથે એમનાં ગજા પ્રમાણે ગુજરાતી પ્રાથમિક શિક્ષણક્ષેત્રે કંઈક થશે એવાં સંકેતરૂપે જ ભગવાને એમને આ ક્ષેત્રમાં પડવા માટે એસ.એસ.સી. પછી પી.ટી.સી.કરાવ્યું અને શિક્ષણક્ષેત્રનો વ્યવસાય સ્વીકાર્યા પછી પણ તેઓ ભણતાં રહ્યા અને હિન્દી વિષય સાથે સ્નાતક થયા. શિક્ષક થવું એ માવતર થવાનો કીમિયો છે. બધાને ‘માસ્તર' થતાં ન આવડે. જેની પાસે ‘મા' નું હેત ભરેલું હૈયું હોય અને બાપની માર્ગદશર્ક આંખ હોયએ જ ‘માસ્તર' થઈ શકે. આ નવયુવાન ‘સાગર' રામોલિયામાં બાળકોને કંઈક ભણાવવાની અદમ્ય ઈચ્છા તો હતી જ. એ ઈચ્છાએ જ એમની કલ્પનાને નવો આલોક આપ્યો અને એમનાં હૈયામાંથી બાલકાવ્યો, બાલવાર્તાઓ, જોડકણાંઓ રૂપે બાલસાહિત્ય સર્જાવા લાગ્યું. સાથે સાથે ગઝલો અને હઝલોમાંપણ સફળતાપૂર્વક હાથ માર્યો. એમને મળ્યા પછી એવું ચોક્કસ લાગે કે એમનાં સાહિત્ય સર્જન પાછળ અનુભૂતિનો આવેગ છે. તે નિશ્ચિતપણે બાલપ્રેમી છે. જે એક સારા શિક્ષકનું લક્ષણ છે. શિક્ષણકાર્ય સમયે એમનાં વર્ગખંડમાં ચોકોર છવાયેલી ચેતના એમનો બાલપ્રેમ સૂચવે છે.

બાલશિક્ષણક્ષેત્રે તેઓ ભવિષ્યમાં પણ ઉણા ઉતરે એવું હાલમાં તો લાગતું નથી. પણ એમનું સાચું વ્યકિતત્વ તો ઉભરે છે એમનાં સાહિત્ય સર્જનમાં. ગદ્યમાં એમણે બાલવાર્તાઓ ઉપર કલમ અજમાવી છે. ગુજરાતનાં એક જાણીતાં સાંઘ્ય દૈનિક ‘આજકાલ'માં તેઓ નિયમિત બાલવાર્તાઓ લખે છે. જામનગરનાં કવિ ભૂપેન્દ્રશેઠ ‘નીલમ' એમનાં વિશે લખે છે, ‘‘ભાઈશ્રી ‘સાગર' રામોલિયા નક્કર પરિણામની અપેક્ષાએ અવનવું લખે છે. જેમાં ગીત, ગઝલ, હઝલ, અછાંદસ, હાઈકુ, મુકતકો, મોનોઈમેજ વગેરે ગણી શકાય. વ્યકિતગત ચરિત્રોનાં પ્રલંબ કાવ્યો પણ લખે. બાલસાહિત્ય સર્જન સાથે હાસ્ય, કટાક્ષ-વ્યંગ રચનાઓ પણ હોય. જેમાં હઝલ પ્રમુખ છે. દીર્ઘકાવ્યો પણ લખે છે. પોતાની સર્જનશકિતને અર્થોપાર્જન અર્થે જોતરવાની તમા રાખ્યા વિના નિજાનંદ માટે લખ્યે જ જાય છે અને પ્રકાશિત પણ થયે જાય છે. ''ગુજરાતી બાલસાહિત્યજગત એમની પાસેથી ઘણું પામશે એવું ચોક્કસપણે લાગે છે. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાય મંજૂર થયેલ છે તેવાં બે પુસ્તકો ‘અંતાક્ષરી જોડકણાં' અને બાળવાર્તા સંગ્રહ ‘હરખાનો હલવો' પ્રકાશિત થયેલ છે. જે બાળકોને ખૂબઆનંદ પમાડે એવું છે.અત્યાર સુધીમાં નાનાં મોટાં હજારેક કાવ્યો લખ્યાં હશે. સામાજિક વિધિનિષેધો અને મર્યાદાઓને આવરી લેતું ‘વિધવા' નામનું રપ00 પંકિતઓનું દીર્ઘકાવ્ય લખ્યું છે. સરદાર પટેલનાં જીવનનાં વિવિધ પાસાંઓને આવરી લેતું એક દીર્ઘકાવ્ય ‘સરદારનું ગીત' ૨૫00 પંકિતઓમાં લખ્યું છે. જે કાબિલેદાદ છે.અનુષ્ટુપ છંદમાં લખાયેલા આ કાવ્યમાંએ સમયનો ઈતિહાસ ઢબુરાઈને સૂતો છે. મા ભગવતીનાં ભકિતગીતો ‘ખોડલગીત' નામની પુસ્તિકામાં પ્રકાશિત થયાં છે.

આર્યસમાજ, જામનગરે તેઓનું મહર્ષિ દયાનંદ સરસ્વતીનાં જીવન પર આધારિત ‘દયાનંદગાથા' દીર્ઘકાવ્ય પણ પ્રકાશિત કર્યું છે. ‘મારી બલા' નામનો એક હાસ્ય સભર હઝલ સંગ્રહ પણ પ્રકાશિત થયો છે. ગુજરાતનાં અનેક આગેવાન સામયિકોમાં યથાવકાશ લખ્યે જ જાય છે. ગુજરાતનાં લગભગ વીસેક દૈનિકો, સાપ્તાહિકો અને માસિકોમાં એમની કૃતિઓ યથાવકાશ પ્રગટ થાય છે. ‘સાગર' રામોલિયાનું વ્યકિતત્વ ઉભય પાસાંવાળું છે. જેમની સાથે મન પ્રાહવે-પ્રસન્નતા અનુભવે એમની સાથે કલાકો સુધી બોલ્યા કરે અને કયારેક કોઈની સામે બોલાવવામાંય મોંમાં આંગળાં નાખવા પડે. પણ એમનાં સાહિત્ય સર્જનની સફળતાનો ગ્રાફ યથાગતિએ ઊંચે ચડયે જ જાય છે. રાજકોટનાં ગીજુભાઈ ભરાડે કરેલ જ્ઞાનતુલા કાર્યક્રમ અંતર્ગત તેમનું બાળવાર્તાનું પુસ્તક ‘કાબેલ કાબર' પ્રકાશિત થયેલ છે. આ તેમજ અન્ય મળી ૩૬૫ પુસ્તકોની શોભાયાત્રા રાજકોટમાં ફરેલ.

આ ‘સાગર' મહાસાગર બને એવી શુભેચ્છા સાથે

આવાં મહાસાગરને અલગારી નત મસ્તક થઈ પોતાનો પૂજ્યભાવ અર્પણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Classics