'Sagar' Ramolia

Abstract Inspirational

4.9  

'Sagar' Ramolia

Abstract Inspirational

દાદાજીની વાર્તા - 68

દાદાજીની વાર્તા - 68

2 mins
224


માનવે માનવે ફેર

રવિવારનો દિવસ હતો. દાદાજી અને પૌત્ર મયંક બગીચાના એક બાંકડે બેઠા હતા. ત્યાં મયંકે પૂછયું, બધા મનુષ્યો જુદા-જુદા કેમ લાગે છે ?

દાદાજી કહે, દુનિયામાં આપણે જાતજાતના માનવો જોઈએ છીએ. જેમ ઉંમરે તેમ સ્વભાવે પણ ત્રણ વર્ગના માનવો જોવા મળે છે, બાળક, યુવાન અને વૃદ્ઘ. જગતના ઘણા માણસો સદા બાળક જેવા જ હોય છે. દેખાવમાં હોય ચાલીસ-પચાસના, છતાંય તેઓ જાણે કે દસ વર્ષથી ભાગ્યે જ આગળ વધ્યા હોય છે. માનવતાને કોરે મૂકીને કાંકરાની પેઠે ધન ભેગું કરનારાં, પુત્ર-પુત્રીને જેમતેમ પરણાવી નિજાનંદમાં રાચનારા, ઘરની કે ગામની ચાર-ચાર દીવાલોની બહાર કદી' પગ ન મૂકનારા એવા આપણા અસંખ્ય સ્ત્રી-પુરુષો ઉંમરે ભલે ગમે એવડાં હોય, પણ વસ્તુત: માનસિક રીતે તો તેઓ સદાનાં બાળકો જ હોય છે.

મયંક કહે, આવા માણસો શારીરિક યુવાનીમાં પણ બાહ્ય દેખાવે વર્તનમાં જાણે ડોસા-ડોસી જેવા જ હોય છે. બરાબરને ?

દાદાજી કહે, એકદમ બરાબર. એમનો આકાર યુવાન જેવો હોય છે, પણ આત્મા તો વૃદ્ઘ જ હોય. દુનિયા જેવી છે તેવી સારી છે, બહુ જ સારી છે એમ માનનારા, સો ગળણે ગાળીને પાણી પીનારા, અનેક રીતે ઠરેલ-ઠાવકાં ગણાતાં યુવાન સ્ત્રી-પુરુષો તત્વત: વૃદ્ઘ જ હોય છે. જગતનો મોટો ભાગ વર્તમાનથી સંતોષ માનનારા આવા નિત્ય જરઠોનો જ બનેલો છે. જગતનો વ્યવહાર રહે છે તે તેમને લીધે જ. જગતના વ્યવહારમાં ફેરફાર કરવો એ આવા માનવીઓને મન માથાકૂટ છે, ભેજામારી છે, માનસિક બોજો છે. 'ચાલે છે તેમ ચાલવા દો ને ! કોણ માથાકૂટ કરે ?' એ જાણે એમનું જીવનસૂત્ર છે.

મયંક કહે, તો વૃદ્ઘ પણ યુવાન જેવા હોઈ શકે ને ?

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Abstract