'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 67

દાદાજીની વાર્તા 67

2 mins
297


દાદાજી બોલ્યા, 'એક માનવ બીજાને સુખી કરીને સુખી થઈ જીવતો હોય એનાથી રૂડું બીજું શું હોય ? મારી દૃષ્ટિએ આનું નામ તે મોક્ષા. ત્યારે આજની ચાલુ કેળવણી એ મોક્ષાની સર્વાંગી કેળવણી છે ખરી? ના. પતંગિયા જેવું ચંચળ બાળક જ્યારે શાળામાં દાખલ થાય છે, ત્યારે આરંભમાં જ સાંભળે છે, 'અદબ-પલાંઠી વાળીને બેસી જાવ.'' બાળક આ રીતે એક દિવસ, બે દિવસ, મહિનો, બે મહિના નહીં, પણ આવી કેળવણીની શાખામાં પૂરું ભણવાનું દુર્ભગ્ય લખાયું હોય તો પૂરાં પંદર વર્ષ કાઢે છે, ને પછી ભણીને નીકળે છે ત્યારે એ બાળક સાવ બદલાઈ ગયું હોય છે. એ બનેલો હોય છે ભણેલો માણસ. જેના હાથ- પગ લાંબા અભ્યાસે જડ બની ગયા હોય છે અને મન આરામપ્રિય બન્યું હોય છે. હાથ-પગ હલાવ્યાં વિના રળવાની ક્રિયા એ જ જાણે ભણતરનું નિશાન બની જાય છે. આને પરિણામે એ સમાજને ભારરૂપ નીવડે છે, એટલું જ પૂરતું નથી, પોતે તો કામ કરીને કોઈ વસ્તુ પેદા કરી શકતો નથી, ને વાપરવાની આદત તો છે જ. આમાંથી જન્મે છે ઉડાઉપણાની ટેવ.'

મયંક બોલ્યો, 'પણ હવે શું કરવું જોઈએ ?'

દાદાજી કહે, 'બુનિયાદી કેળવણી આજે પ્રયોગની કક્ષાા વટાવી ગઈ છે, છતાંય ઘણાને વહીવટીક્ષેત્રે ફરિયાદ છે. તેથી આપણે એ કેળવણીના સિદ્ઘાંતને ખોટો નહીં કહી શકીએ. ભલે બુનિયાદી કેળવણી કે સર્વોદયની સર્વાંગી કેળવણી બધાને ખામી ભરેલી લાગતી હોય તો તેને ન અપનાવતાં કોઈ બીજી કેળવણી-પદ્ઘતિ શોધી કાઢો. પણ અત્યારની આ બેકારો પેદા કરવાનાં કારખાનાં સમાન કેળવણી તો જેમ બને તેમ વહેલામાં વહેલી તકે જડમૂળથી બદલવી જ જોઈએ.'

મયંક બોલ્યો, 'આજે તો મજા આવી ગઈ. હવે હું મારી આવતીકાલની તૈયારી કરી લઉં.'

અને મયંક તૈયારી કરવામાં લાગી ગયો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Inspirational