પરગ્રહવાસી
પરગ્રહવાસી
આમતો સંપન્ન દરરોજ વર્તમાનપત્ર પર એક નજર નાંખી લેતો. દૂરદર્શન પર પણ સમાચાર સતત ચાલુ જ રહેતા હતાં. સ્વાભાવિક જ હતું કે એને આ સમાચારે વિચારતો કરી મુક્યો હતો. એ પોતે રિસર્ચ સેન્ટરમાં કામ કરતો હતો. એટલે તો એને નક્કી કર્યું કે ગમે તે થાય આ વાતના મૂળ સુધી પહોંચવું જ રહ્યું.
સમાચારોમાં બધું જ સાચું હોય એવું માનવાની જરૂર નથી કારણ અમુક ટીવી ચેનલ તથા વર્તમાનપત્ર એમનું વેચાણ વધારવા તો ટીવી ચેનલો એમની લોકપ્રિયતા વધારવા મનઘડંત વાતો ઉપસાવી કાઢે છે. એમને આપેલા સમાચારો લોકોની ચર્ચાનો વિષય બની જાય છે એટલું જ નહીં પણ એ વાતો એક પાસેથી બીજા પાસે પહોંચે ત્યાં સુધી કંઇક નવી જ વાત બની જતી હોય છે.
જોકે ઉડતી રકાબી જોઇને એમાંથી ઉતરેલા પરગ્રહવાસીઓના વર્ણન પણ સાંભળેલા. ખાસ કરીને બધા જુદાજુદાવિસ્તારના વર્ણન કરતાં. પરંતુ પ્રસન્ન બીજે જ દિવસે રશિયા જવા નીકળી ગયો. થોડાદિવસો એ ત્યાં ફરતો રહ્યો પરંતુ કંઇ જ જોવા ના મળ્યું. એ પાછા ફરવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ એને એક ઉંડો ખાડો જોયો. આકાશ તરફ નજર કરતાં ખરેખર કોઇક ઠીંગણી વ્યક્તિ સપાટ રકાબી જેવી વસ્તુ પર બેઠી હતી. સૌથી અઘરી વાત તો ભાષાની હતી.
કહેવાય છે કે દુનિયાની ઉત્તમ ભાષા પ્રેમની છે. પ્રસન્ને હાથના ઇશારાથી નીચે આવવા કહ્યું. થોડીવારમાં લાગ્યું કે રકાબી નજીક આવી રહી છે. પ્રસન્ને પણ એ બાજુ દોડ મુકી. રકાબી નજીક આવી એમાંથી પણ એક હાથ બહાર નીકળ્યો હાથ હલાવી એ આસમાનમાં અલોપ થઇ ગયું. પરંતુ પ્રસન્ન ખુશ હતો કે એને પરગ્રહવાસીને હાથ હલાવી અભિવાદન કર્યુ હતું.
