પરગ્રહવાસી કોણ ?
પરગ્રહવાસી કોણ ?
એક નાનું સુખી કુટુંબ છે. રમેશભાઈ પત્ની રમા, પુત્ર રોનક અને પુત્રી રીનાબેન સાથે હળીમળીને પ્રેમથી રહે છે. એક રાત્રે ઘરની પાછળના ફળિયામાં પ્રકાશ પથરાયો. રમેશભાઈના ઘરે ધરતીકંપ જેવું લાગ્યું. બધા કાચી ઊંઘમાંથી જાગ્યા. આમ તો આખી સોસાયટીએ કંઈક હલન ચલનનો અનુભવ કર્યો.
ઉડતી રકાબી જેવા યાનમાંથી પરગ્રહવાસીઓ નીકળી પડ્યા. આમતેમ દોડતાં, રમતાં, નાચતાં, કુદતાં રોનક અને રીમા જુએ છે. બંને કંઈક વાત-ચીત કરવાની કોશિશ કરે છે. રમેશભાઈને ડર લાગતાં બાળકોને ઘરમાં લઈ લે છે. પરગ્રહવાસીઓ સમજી જાય છે કે આ લોકો ડરે છે. પરગ્રહવાસીઓના મુખ્ય વ્યક્તિનાં ઈશારાથી બધા પાછા યાનમાં ગોઠવાઈ જાય છે. બધા પરગ્રહવાસીઓ પાછા એ જ યાનમાં પોતાના ગ્રહ પર, પોતાની ઘરે જતા રહે છે.
વર્ષો પછી......
હવે રોનક ઈસરોમાં કામ કરતો હોવાથી અવકાશમાં જવા ઉત્સુક છે. પોતાની ઘરે આવનાર પરગ્રહવાસીઓને મળવા રોકેટ તૈયાર કરે છે. પહેલાં ચંદ્ર અને પછી મંગળ પર જવાનું નક્કી કરે છે. રોકેટ તેજ ગતિએ મંગળ પર સફળતાપૂર્વક ઉતરે છે. કોઈ વસ્તી ન લાગતાં ત્યાંથી મંગળ પર જવા નીકળે છે. રોકેટ મંગળની દિશામાં જ ઉડતું હોવા છતાં યાંત્રિક ખામીને કારણે આડું ફંટાયું. અચાનક જ કય
ાંક ઉતરી જવાયું.
આમતેમ નજર કરતાં પેલા પરગ્રહવાસીઓ નજરે ચડ્યા. રોનક ખુશખુશાલ થઈ જાય છે. એ લોકો રોનકની નજીક આવે છે. બંને ગ્રહવાસીઓ એકબીજા સાથે વાતચીત કરવાની કોશિશ કરે છે, પણ બંનેને સફળતા મળતી નથી. રોનકને આટલી ઊંચાઈએ ડર પણ લાગે છે, અને હવામાં તરતો હોય એવું લાગે છે. રોનક ઈશારાથી પુછે છે કે "શું જમો છો ?" કંઈ નહીં -એવું પરગ્રહવાસીઓ ઈશારાથી સમજાવે છે. ઘણો સમય સાથે વિતાવ્યા પછી રોનકને ઘર યાદ આવે છે. રોનકને આજે અનુભવાયું કે એ દિવસે પરગ્રહવાસીઓ ઉતાવળથી કે મનુષ્યના ડરથી પોતાની ધરતી પર કેમ પાછા ફર્યા હતાં !
કોઈએ સાચું જ કહ્યું છે કે "ધરતીનો છેડો ઘર." રોનકે પૃથ્વી ગ્રહ તરફ પ્રયાણ કરતાં પહેલાં બધા પરગ્રહવાસીઓ સામે હાથ જોડ્યા અને સ્મિત રેલાવ્યું. આ પ્રેમની ભાષા એ લોકો પણ સમજ્યા, સાથે રોનકને આવજો કરીને સ્મિત પણ આપ્યું.
રોનકને યાદ આવી ગયું કે બાળપણમાં મેં આવી રીતે જ પરગ્રહવાસીઓને આવજો કર્યું હતું. એ લોકોનાં નામ મને આવડતા ન હતાં. આજે મારું નામ આ લોકોને ખબર નથી. જો પરગ્રહવાસી જ એકબીજાની ઓળખાણ હોય તો આજે હું જ આ લોકો માટે પરગ્રહવાસી છું.