MITA PATHAK

Drama

3.8  

MITA PATHAK

Drama

પ્રેમપત્ર

પ્રેમપત્ર

2 mins
2.9K


પ્રિય, તમને પહેલી વાર જોયા ત્યારે હજારો પ્રશ્ન થયા હતાં. શું તમે જ મારા ભાવિ પતિ છો. ? હું અને તમે . . . . જીવનભરનો સફર સાથે કાઢી શું? એવા કેટલાય સવાલ લઈ ને !!! આપણા ઘરનાની મજુંરીથી !! જ્યારે આપણી સગાઇ થઇ પછી પહેલી વાર મળીશું તો બહું બધી વાતો કરીશું? પણ આપણે જ્યારે પહેલી વાર મળ્યા ત્યારે હું તો સાવ નિ:શબ્દ થઈ ગઈ. તને મળવા આવી ત્યારે હું મારી મામાની દીકરી સાથે ઘરથી થોડે દૂર અમે તારી રાહ જોઈ ઊભા હતાં. બાઇક પર તને દૂરથી જોયા ત્યારે સપના પણ નહોતું વિચાયુઁ કે તું મારા ગમતા કલરનું શર્ટ પહેરી ને આવીશ. . અને બાઇક પર હું બેસી જ ને તું તરત બાઇક ભગાડીને પાછું વળી મામા દીકરીને કહીશ સાંજે મૂકી જઇશ. . . તું ઘરે જા. . . બાય બાય કહીને હસતો હસતો મને એકલી લઈ ને નીકળી જઈશ. ત્યારે મારા બધા જ શબ્દો મૌન બની ગયા હતાં. અને ધડકનો તેજ થઈ ગઈ હતી. . . અરે આપણે એને લીધા વગર નીકળી ગયા.

કાલે રાત્રે વાત થઇ હતી કે એના મામાની દીકરી સાથે આવશે. . . અરે હું તારા મામીને રસ્તામાં ફોનબૂથ પરથી કહી દઉ છું તુ ચિંતા ના કર. . . તને જ બોલતા જોઈ ને . . . આખો દિવસ તારી સાથે પસાર કર્યો. મને થોડું પણ અજાણ્યું લાગ્યુ જ નહી. હું કંઇ કહું એ પહેલા તમે મને સમજી લેતા. ત્યારથી તમે મારા મનમાં વસી ગયા છો. તમારો પહેલો પત્ર વાંચીને હું અચરજ પામી ગઈ હતી. અને તમે એમ કહ્યું કે તારે પત્રનો જવાબ પત્રથી જ આપવો પડશે. તો ત્રણ દિવસ તો હું કંઈ જ લખી ન શકી. તમારા પત્રમાં જે કલ્પના કરીને સપનાના મહેલ જોયા હતાં. અને ભારેખમ શબ્દો જોઈએ હું કેવી રીતે લખીશ. . પણ તમે બહુ પ્રેમથી કહ્યું કે તું પણ લખજે. એટલે જે શબ્દો લખાય છે તે લખતી જાઉં છું. મારા શબ્દો મને સરળ અને સાવ સાદા જ લાગ્યા . . છતા દિલમાં જે આવ્યું તે લખું છું. મને તારા જેવા શબ્દોના શણગાર નથી આવડતો પણ તમને જિંદગીભર ચાહીશ અને સાથ આપીશ એવું વચન જરુર આપીશ.                                                                   

   બસ. . . તમારી


Rate this content
Log in

Similar gujarati story from Drama