Priti Shah

Romance

3  

Priti Shah

Romance

પ્રેમનું વિશ્વ

પ્રેમનું વિશ્વ

2 mins
135


"ઓ..હો..હો ! આજે તો મોટીબેનનો વટ પડે છે ને કાંઈ.. દીકરો પરણાવવાની છે એવું લાગે છે હોં.."સિતાંશુએ હળવા મૂળમાં રિદ્ધિને કહ્યું. 

"હા, તારો પણ વટ પડે છે હોં.. મામાજી.." રિધ્ધિએ મજાકમાં કહ્યું. 

રિદ્ધિ-સિતાંશુ મસિયાઈ ભાઈ-બહેન. બન્ને એકસરખી ઉંમરનાં. વળી, બન્ને એક જ સ્કુલમાં, એક જ ક્લાસમાં ભણતાં હોવાથી બન્ને જણ ભાઈ-બહેન કરતાં મિત્ર વધારે હતાં. 

"અરે ! રિધ્ધિબહેન આ મારા દિયર રીતેશ, અમેરિકાથી ખાસ ભત્રીજીને પરણાવવા આવ્યાં છે." સંગીત-સંધ્યા શરૂ થતાં પહેલાં રિધ્ધિની વેવાણે ઓળખાણ કરાવી. રિધ્ધિએ પાસે ઊભેલાં સિતાંશુની ઓળખાણ કરાવી, "આ રિધ્ધેશનાં મામા અમેરિકામાં "પ્લાસ્ટિક સર્જરી"નાં સ્પેશ્યાલિસ્ટ છે.

એક એક્સીડન્ટમાં રીતેશે ચહેરો ગુમાવ્યા બાદ તેનાં ચહેરાને નવો ઓપ આપનાર સિતાંશુ જ હતો. છત્તાં સિતાંશુ- રિતેશ એકબીજાને ઓળખતા જ ના હોય એ રીતે બન્નેએ હાથ મિલાવ્યા. દીકરાનાં લગ્નની સંગીત સંધ્યામાં રીધ્ધિએ કોલેજનાં સમયનું સોલો ગીત ગાયું. રિતેશની આંખનાં ભીનાં ખૂણા જોઈને સિતાંશુને રિધ્ધિ-રીતેશ એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતાં, ત્યારે કોલેજનાં એન્યુઅલ ફંકશનમાં યુગલ ગીત ગાયેલું તે યાદ આવ્યું. એ સાથે એક દિવસ રીતેશ સિતાંશુ બન્ને સાથે ફરવા ગયા હતા ત્યારનું રીતેશનું એ વાકય પણ યાદ આવ્યું, "બસ યાર, એક વખત રિધ્ધિ સાથે ગીત ગાવાની ઈચ્છા હતી. પણ, હવે એવાં નસીબ ક્યાં ?"      

રીતેશની ઈચ્છાને પૂરી કરવા માટે સિતાંશુ રીતેશની પાસે ગયો. આગ્રહ કરીને સ્ટેજ પર લઈ ગયો.  સિતાંશુનાં આગ્રહથી રીતેશે છેલ્લીવાર રિધ્ધિ સાથે એજ ગીત ગાયું. રીતેશે જેવું ગાવાનું શરૂ કર્યું. રિધ્ધિ અનિમેષ નજરે રીતેશને તાકી રહી. રિધ્ધિને રીતેશનાં અવાજમાં એનાં રીતેશનો ચહેરો દેખાયો.

સંગીત-સંધ્યા પત્યા પછી રિધ્ધિએ સિતાંશુને પૂછ્યું, "સાચું કહેજે, એ કોણ છે ? તને મારા સમ છે."

"તારો રીતેશ" સિતાંશુ જૂઠું બોલી ના શક્યો. 

રિધ્ધિ બોલી, "તો આ ચહેરો ?,"

સિતાંશુએ માંડીને વાત કરી. પછી કહ્યું, બસ, એ જ કારણસર એ તને આપેલું વચન પાળી ના શક્યો."

એને લગ્ન કર્યાં છે ? કે એ આજે પણ મને ? રિધ્ધિ આગળ બોલી ના શકી.

 "કાલે વાત કરીશું, આજે થાકી ગઈ હોઈશ, સૂઈ જા." બોલીને સિતાંશુ ત્યાંથી જતો રહ્યો.

બીજા દિવસે સિતાંશુ રિધ્ધિને લઈને એ જગ્યાએ ગયો, જે ગાર્ડનમાં રિધ્ધિ-રીતેશ બન્ને મળતાં હતાં.  એ જ ઝાડ નીચે જ્યાં બન્ને બેસતાં ત્યાં રીતેશને ઊભેલો જોઈને, રિધ્ધિએ તેની પાસે જવાં બે ડગલાં ભર્યાં ત્યાં તો સિતાંશુ બોલ્યો, રહેવા દે રિધ્ધિ, આમ જ એને એનાં પ્રેમ સાથે, પ્રેમનાં વિશ્વમાં પડ્યો રહેવા દે."

થોડીકવાર સુધી રિધ્ધિ પૂતળાની જેમ ઉભી રહી. પછી સિતાંશુ સાથે ઘરે પરત તો ફરી પરંતુ, એક હાલતી-ચાલતી લાશ બનીને.

બીજા દિવસે, ફરી ક્યારેય પરત ન ફરવાનાં પ્રણ સાથે રીતેશે એરપોર્ટ તરફ પ્રયાણ કર્યું..


Rate this content
Log in

Similar gujarati story from Romance