અનિરૂધસિંહજી ઝાલા

Romance Thriller

4.0  

અનિરૂધસિંહજી ઝાલા

Romance Thriller

પ્રેમનો મજબૂત સેતુ

પ્રેમનો મજબૂત સેતુ

2 mins
211


કર્મ અને ભુમી કોલેજકાળમાંથી એકબીજા પ્રેમની લાગણીઓનાં સેતુના તાંતણે બન્ધાયેલા હતાં. ભૂમિની બહેનપણી રીટા પણ કર્મને પ્રેમ કરતી હતી પણ કર્મને તો ભુમી જ અત્યાધિક વ્હાલી હતી.

એકવાર રીટાએ આ બંનેનો પ્રેમને તોડવા પ્રપંચ રચ્યો અને કર્મ જેવું જ મોહરું બનાવી નકલી કર્મને બીજી છોકરી સાથે પ્રેમ કરતો ભૂમિને સાથે લઇ જઈને રીટાએ દૂરથી બતાવી કહ્યું,.. 

"જો ભૂમલી તને બહુ ભરોસો છે ને આ તારાં કર્મ પર જો જાહેર માર્ગ પર બીજી સાથે રંગરેલિયા મનાવે છે. 

ભુમી તો પાગલ જેવી થઈ ગઈ અને કર્મ પાસે દોડી પણ કર્મ પેલી છોકરી સાથે બાઈક પર બેસી જતો રહયો હતો. 

 સાંજે કર્મ ભૂમિને મળવાં ગયો તો ભુમીએ તેની સાથે ખુબ ઝગડો કર્યો અને રડીને બોલી ,..

"કર્મ તે મારો ભરોસો તોડ્યો છે. "

આ બાબતથી અજાણ કર્મ બોલ્યો,.. 

 "ભુમી આપણો પ્રેમ એટલો બધો ગાઢ છે કે કોઈ એકબીજાને દગો કરી શકે તેમ જ નથી. વ્હાલી ભુમી પોતાનાં પ્રેમી પર શક કરતાં પહેલાં વિચાર કરજે ક્યાંક તારી ભૂલ થતી હશે તો આપણે બંને જિંદગીભર તડપતાં રહીશું. "

કહીને કર્મ ચાલ્યો ગયો અને ભૂમિને પણ કર્મ પર હજીય ઊંડે ખૂણે વિશ્વાસ હતો. ભૂમિએ બીજે દિવસે તે જગ્યા પર જયાં કર્મ ઊભો હતો તે દુકાન બહારના લગાવેલાં કેમેરાની રેકોર્ડ કરેલ વિડિઓ તપાસતાં કર્મ જ દેખાતો હતો. ભૂમિની આંખોમાં આંસું વહી રહ્યાં હતાં. 

 અચાનક તેની નજરે બાઈક પર બેસતા કર્મના હાથ પર પડી તો તેણે બાંધેલ રક્ષાકવચને બદલે સોનાની લકી હતી. ભૂમિને યાદ આવ્યું કે કર્મ કદાપિ સોનાના દાગીના પસંદ કરતો જ નહીં. અને તેને એ પણ યાદ આવ્યું કે આ તો રીટાનો મિત્ર રાકેશ પહેરે છે. 

આખું ચિત્ર તેને સમજાઈ ગયું અને રીટાનો બદઇરાદો પણ સમજી ગઈ અને તે દોડીને સીધી કર્મના ઘેર ગઈ. ભૂમિએ જોયું તો પથારીમાં રડતાં કર્મનું ઓશીકું ભીજાયેલ હતું. ભૂમિએ કર્મના પગ પકડીને માફી માંગી અને તેનાં કર્મની બાહોમાં સમાઈ ગઈ. 

લાગણીઓનાં મજબૂત સેતુબંધના કારણે ફરી બે પ્રેમી પંખીડા એક બની ગયાં !


Rate this content
Log in

Similar gujarati story from Romance