Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Leena Vachhrajani

Romance

3  

Leena Vachhrajani

Romance

પ્રેમની વ્યાખ્યા

પ્રેમની વ્યાખ્યા

2 mins
607


ધીરે ધીરે સૂરજ ઊંડા શ્વાસ લઇને રોજની જેમ ગંગા કિનારેથી ક્ષિતિજ સુધી પ્રયાણ કરી ગયો. અંધકારે ફરી શ્વેતવર્ણી તાજમહેલને શ્યામ વાઘો પહેરાવી દીધો. ફરી સન્નાટો છવાયો.


રોજની જેમ સંગેમરમરને વાચા ફૂટી.

“મુમતાઝ, આજ તો કંઈ વધુ પડતા મુલાકાતીઓ આવ્યા હતા નહીં!”

આખો દિવસ પર્યટકોની જાતજાતની નજર અને ભાતભાતના તર્ક-વિતર્ક સહન કરીને થાકી ગયેલી મુમતાઝે નિરાંતનો શ્વાસ લીધો.


“હા, આમ તો ચહલપહલ ગમે છે. જમીનની નીચે ભયાનક મૌન સહન નથી થતું. દિવસે સંભળાતા અવાજો અને સહેજ પ્રકાશ ઉદાસ ખામોશ ભારેખમ વાતાવરણને હળવાશ બક્ષે છે. પણ હા, કરેકના મનમાં જે અલગ અલગ વાત હોય છે અને શંકા-કુશંકા સાથે મારા પર પડતી નજર મને બહુ પીડે છે.”

“હું સમજું છું. એટલે જ અફસોસ થયા કરે કે બાદશાહને આવી કુમતિ કેમ સુઝી હશે? યુગોથી થતી તારી નુમાઇશ મારાથી સહન નથી થતી.”

“એ સંગેમરમર, મારી સાથે તારી પણ..”

મુમતાઝ બાકીના શબ્દો એક અધૂરા શ્વાસ સાથે ગળી ગઈ.


“ના એ તો જહાપનાહનો અમીટ પ્રેમ છે. આજે દુનિયાભરમાંથી લોકો મારા મકબરાને પ્રેમની મિસાલ તરીકે ઓળખે છે. પોતાના પ્રેમને આવો બેપનાહ બનાવવા મારી સમક્ષ કસમ ખાય છે ત્યારે મને બાદશાહસલામત પર ગર્વ થાય છે.”

“મુમતાઝ, કેમ છેલ્લો શબ્દ બોલતાં બોલતાં અવાજ તરડાઈ ગયો? કદાચ તું બયાન નથી કરતી પણ સમજે તો છે જ કે, પ્રેમ તો સાથે હોવામાં છે. આમ, એકાંતની ફરમાવાયેલી સજામાં તો માત્ર દુ:ખ અને વેદના જ હોય. કદાચ પ્રેમની વ્યાખ્યા તું નજરઅંદાજ કરે છે.”

“એય સંગેમરમર, ગેરસમજ ન કર. હું જરાય દુ:ખી નથી.”


“દિલને ન છેતર મુમતાઝ. બંધિયાર મકબરામાં કેદ તું અને તારો કહેવાતો અમર પ્રેમ બંને ઘુંટાવ છો એ શું મને તારા સુમસામ રાતના નિ:સાસા પરથી મહેસુસ નથી થતું? બસ, એક જ ખ્વાઇશ છે કે, ખુદા કરે ને એક દિવસ મારી દિવાલો ધરાશાયી થાય અને તું મુક્ત ગગનમાં શ્વાસ લે. મારા દિલની દુઆ છે.”

મુમતાઝના દિલમાંથી જાણે-અજાણે શબ્દ નીકળ્યો..

“આમીન...”


ભાંગતી રાતે ખામોશ સંગેમરમર અને કેટલાય નિરુત્તર સવાલ વ્યગ્ર મૌનમાં સમાવીને ખામોશ થઈ ગયેલી મુમતાઝ બીજા દિવસની પ્રતિક્ષામાં અને ફરી મુલાકાતીઓના સંવાદ સાંભળવા તૈયાર હતાં.


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Romance