Chinamyi Kotecha

Romance Fantasy

4.7  

Chinamyi Kotecha

Romance Fantasy

પ્રેમની પરાકાષ્ઠા ભાગ -3

પ્રેમની પરાકાષ્ઠા ભાગ -3

2 mins
437


(આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઉર્વીને કોલેજમાં ઉલ્લાસ પ્રત્યે પ્રેમની જે લાગણીઓ છે અને ઉલ્લાસને જોઈને તેના પ્રત્યેની થતી મીઠી મુંઝવણને ઉર્વી સમજે તે પહેલા તેની મોટીબેન પૂર્વીને ઉલ્લાસ જોવા માટે આવે છે તે જોઈને ઉર્વીને ચક્કર આવી જાય છે.)

રસોડામાંથી જ ઉલ્લાસને પોતાની મોટી બહેન પૂર્વીને જોવા આવેલ જોઈને ઉર્વીને ચક્કર આવી જાય છે. પાંચેક મિનિટ એમ જ આંખો બંધ કરીને ઉર્વી એક બાજુ ઊભી રહી જાય છે. તેનું દિલ જોર જોરથી ધબકતું હોય છે.

"હે ! ભગવાન! આ કેવી કસોટી ? દિલ એને ચાહવા માંડ્યું જે મારી જીંદગીમાં નથી ! દિલ ક્યા કરે જબ કિસી કો,

કિસી સે પ્યાર હો જાયે."

આ દિલ તેને જ ચાહી બેસે છે,જે ક્યારેય આપણા નસીબમાં જ નથી હોતું.એક બાજુ જીવથી વહાલી પોતાની મોટીબેન પૂર્વી અને બીજી બાજુ પોતાનો પ્રેમ. અજીબ કશ્મકશમાં પડેલી ઉર્વી ટ્રેમાં પડેલો પાણીનો ગ્લાસ ગટગટાવી જાય છે. પોતાની બહેનની ખુશી માટે હસતા હસતા પોતાની બહેન પૂર્વી સાથે નાસ્તો લઈને ડ્રોઇંગરૂમમાં આવે છે.

પણ આ શું ? ઉલ્લાસની બાજુમાં બેઠેલો આ હેન્ડસમ યુવાન કોણ ઉર્વીને ખૂબ નવાઈ લાગે છે !  પૂર્વીના પપ્પા મનોજભાઈ પોતાની બંને દીકરીઓનો પરિચય મહેમાનો સાથે કરાવે છે. થોડીકવાર પછી ઉલ્લાસની બાજુમાં બેઠેલો યુવાન પરમ(ઉલ્લાસનો મોટો ભાઈ ) અને પૂર્વી બાજુના રૂમમાં વાતો કરવા જાય છે ત્યારે ઉર્વીને સમજાય છે કે પરમને ગાડી પાર્ક કરીને ઘરમાં આવતા વાર લાગેલી એટલે તે ઉલ્લાસને જ મુરતિયો સમજી બેઠી !

"એક્સક્યુઝ મી... તમારી પાસે ચાર્જર હશે? મારા ફોનની બેટરી લો છે. "

ઉલ્લાસના મોહક સ્મિતથી ઉર્વીનો ચહેરો ખીલી ઉઠ્યો ત્યાર પછી ઉર્વી ઉલ્લાસને ચાર્જર આપીને  પોતાનું ઘર અને નાનકડો બગીચો પણ બતાવવા લઈ જાય છે. પરમ અને પૂર્વી સાથે સાથે ઉલ્લાસ અને ઉર્વીની પણ તે દિવસે સગાઈ થઈ જાય છે. અને થોડાક દિવસમાં તેમના લગ્ન પણ થઈ જાય છે.

સપ્તપદીના માત્ર સાત પગલાં જ નહિ, જીવનના દરેક ડગલે એકબીજાની સાથે જ ચાલે તે દંપતી. દંપતી એટલે કે જેના જીવનમાં કંઈક દમ હોય. પતિ-પત્ની એકબીજા વગર હંમેશા માટે અધૂરા જ છે. બંને સાથે જ જીવન જીવતા હોવા છતાં રોજિંદી આદતવશ કે એકધારું નીરસ જીવન જીવ્યે જ જાય છે. તે એકબીજા વિશે ભગવાનને ક્યારેક ફરિયાદ પણ કરતા હોય છે. એકબીજા પ્રત્યે એકબીજા સાથે તીવ્ર મતભેદ હોવા છતાંય અન્યોન્યને હૃદયના ઊંડાણથી, અનેરા સ્નેહબંધનથી કે કંઈક અનન્ય ચાહતથી, અનંત કશિશ થી એકબીજા સાથે હૃદયના પ્રત્યેક સ્પંદને જોડાયેલા જ હોય છે. સપ્તપદીના સાત પગલાં સાથે સાથે જીવન પણ કેવું સપ્તરંગી બની જાય છે!

કોરા કાગઝ થા યે દિલ મેરા,

લિખ દિયા નામ ઉસમેં તેરા.

લગ્ન પછી ઉર્વીનો અભ્યાસ છૂટી જાય છે. પણ ઉલ્લાસ સાથે તેની સંગીતની સાધના છે તે 5Gની સ્પીડે ચાલવા માંડી. સંગીતના જગતમાં ગાયક તરીકે તે બંને ખુબ પ્રખ્યાત થઈ ગયા. એક વર્ષ પછી ઉર્વી અને ઉલ્લાસને ત્યાં લક્ષ્મીજીની પધરામણી થાય છે. નાનકડી સ્વરા ખરેખર પરી જેવી જ સુંદર હોય છે. હવે નાનકડી સ્વરાના ઉછેરમાં ઉર્વી લાગી જાય છે. અને બીજું બધુ ભૂલી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance