પ્રેમની ગિફ્ટ
પ્રેમની ગિફ્ટ
અંજલિની બદલી એક નાનાં ગામડાંમાં થઈ પહેલાં જ દિવસે બેંકમાં એ ગઈ તો મનીષનો રૂવાબ જોઈને અંજાઈ ગઈ. મનીષ બેંક મેનેજર હતો.
મનીષનું આખાં ગામમાં માન હતું. એની કપડાં પહેરીવાની રીતભાતથી જ એની આગવી ઓળખ ઊભી થતી હતી.
એક જ અઠવાડિયામાં તો મનીષ અને અંજલિ એકદમ નજીક આવી ગયાં.
મનીષે અંજલિ ને કહ્યું તું મને બહું જ ગમે છે, તું ખુબ જ સુંદર છે એમ કહીને હાથ પકડ્યો.. અંજલિનાં જીવનનાં મનીષ પ્રથમ જ પુરુષ હતો અને આવાં શબ્દો પણ પહેલી વાર સાંભળ્યા એટલે એ લજવાઈ ગઈ એણે આંખો નીચી ઢાળી દીધી ને એક કંપન અનુભવી રહી.
એક દિવસ બેંકમાં રૂપરૂપનો અંબાર સ્ત્રી બે બાળકો સાથે આવી અને સીધી જ મનીષની કેબિનમાં જતી રહી.
અંજલિ તો જોઈ જ રહી..
એ તો ઊંચીનીચી થઈ રહી કે આ કોણ છે ?
એણે બાજુના ટેબલ પર બેઠેલા કર્મચારી ને પૂછવા કોશિશ કરી પણ કંઈ વાતચીત થઈ નહીં એટલે બેચેની અનુભવી રહી પણ થોડી જ વારમાં મનીષે બેલ મારી ને અંજલિ ને અંદર બોલાવી એ ગભરાતી અંદર ગઈ એટલે પેલી સ્ત્રીએ કહ્યું કે આજે સાંજે નાનકાની બર્થડે પાર્ટી રાખી છે તો તમને આમંત્રણ આપું છું, અંગત માણસોને જ બોલાવ્યા છે. મનીષ તમારાં બહું વખાણ કરે છે.. અંજલિ એ મનીષ સામે જોયું. એટલે મનીષે હસતાં હસતાં કહ્યું અરે અંજલિ હું તો ભૂલી જ ગયો.
તું તો પૂજા ને પહેલી વખતે જ મળે છે એ મારી પત્ની છે ને આ બન્ને બાળકો અમારાં છે.
અંજલિ એ પૂજાને પગે લાગીને કહ્યું હું આજથી તમને મોટી બહેન કહીશ તમે મને તુકારે જ બોલાવજો.
પૂજા એ હા કહી ને હેતથી ગળે લગાવી દીધી.
અંજલિ ખુશખુશાલ થઈ ગઈ.
એણે કહ્યું રાત્રે જરૂર આવીશ.
એમ કહીને એ પોતાના ટેબલ પર આવીને બેઠી.
રાત્રે પિન્ક કલરની સાડી પહેરી અને ગળામાં ડાયમંડનો નેકલેસ પહેરીને ભેટ તરીકે આપવા કવર તૈયાર કર્યું અને એ બર્થડે પાર્ટીમાં ગઈ.
ત્યાંનો માહોલ અને મનીષનું માન સન્માન અને એની પર્સનાલિટી જોઈ આભી જ થઈ ગઈ.
એ તો પૂજા એ આવીને એનો હાથ પકડી ને અંદર લઈ ગઈ !
ખુબજ આનંદપ્રમોદ કર્યો પછી એ ઘરે જવા નીકળી તો પૂજાએ મનીષને કહ્યું તમે અંજલિ ને ગાડીમાં ઘરે મૂકી આવો.
મનીષ સાથે ગાડીમાં બેસીને અંજલિ ખામોશ થઈ ગઈ.
એટલે અંધકારમાં ગાડી એક બાજુ ઊભી રાખીને મનીષે અંજલિને કહ્યું શું થયું ? કેમ ચૂપ છે ?
એમ કહીને અંજલિનાં હાથ ઉપર હાથ મૂકયો.
અંજલિ બોલી મારાં પહેલા પ્રેમની પહેલી ગિફટ ( નિશાની ) આપશો ?
મનીષ કહે હાં માંગ ..
અંજલિ એ હાથ ધર્યો અને કહ્યું કે વચન આપો કે આપણો પ્રેમ દિલમાં અમર જ રહેશે પણ હું મારી મોટી બહેન પૂજાનાં જીવનમાં અંધકાર ફેલવવા નથી માંગતી. તો તમે મારાથી દૂર રહેજો અને જેમ બને એમ જલ્દી મારી બદલી બીજા સ્થળે કરી આપશો.
મનીષે ખુબ જ દલીલો કરી.
પણ અંજલિ એ પ્રેમની પહેલી નિશાની રૂપે પૂજા અને મનીષને ફરીથી એક કરી દીધાં.
દિલમાં પ્રેમની જ્યોત જલતી રાખીને મનીષ ને યાદ કરતી બીજા સ્થળે નોકરી કરીને જીવન જીવી રહી.
