Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

અમૃત પટેલ સ્વયંભૂ

Drama Thriller


1.0  

અમૃત પટેલ સ્વયંભૂ

Drama Thriller


પ્રેમના સંભારણા

પ્રેમના સંભારણા

4 mins 620 4 mins 620

   તેનો અને હેતનો એક અનોખો પ્રેમ સંબંધ હતો એ બંને સાથે બેસતા. સાથે વાતો કરતા એક બીજાને હસતા-હસાવતા અને છતાં એ કદી વિવેક ચૂક્યા નહોતા. હા, કોઈ વખતે બંને વચ્ચે તકરાર થઈ જાય. હેત રિસાઈ જાય તો તે મનાવી લે અને તે રિસાઈ જાય તો હેત મનાવી લેતો. તે કોઈવાર તેના દુપટ્ટાથી હેતના આંસુ લૂછી નાખે. તો વળી ક્યારેક હેત તેની આંગળીઓ વળે તેના આંસુ લઈ લેતો. આમ બંને પ્રેમનું ગૌરવ જાળવતા.


        તે ઉંમરે પહોંચી એટલે મમ્મી-પપ્પાએ તેના લગ્નની વાતો શરૂ કરતા તે મારી પાસે આવીને રડી પડતી. હેતથી જુદા પડવું તેને નહોતું ગમતું. હેત તેને સમજાવતો મનાવતો તેણે એક વાર તેને કહ્યું હતું; 'હેલી તારા વિના મને પણ નહિ ગમે…!'

        અને આમ બંને સમાજ કે કુટુંબનો વિદ્રો કરી શક્યા નહિ અને એક દિવસે તેના લગ્ન થઇ ગયા.


      પરણીને સાસરે ચાલી ગઈ. શરૂઆતના દિવસો બંને માટે વસમાં થઈ પડ્યા. એક એક પળ જાણે વર્ષો જેવી લાગતી. તેનો પતિ વિહાર સરસ માણસ હતો. એક મોટી કંપનીમાં એન્જીનીયર હતો. સ્વભાવે ખૂબ માયાળુ અને ઠરેલ પણ એટલો જ. તે વિહારની પત્ની બની પણ તેને હેત યાદ આવી જતો. હેત સાથેના સંસ્મરણો તેનો કેડો મુકતા નહોતા. તે હેતને ભુલવા મથતી પણ ભૂલી શક્તી નહોતી. એકલી પડતી અને રડી પડતી. ભીતરમાં કશુક ખૂટતા વેદના થઈ આવતી અને ઉદાસ બની જતી. આમ જુઓ તો સાસરે કોઈ વાતે દુઃખ નહોતું. સુખ-સુવિધાઓ હતી તેમ છતાં તેને હેત ની યાદ સતાવ્યા કરતી. એટલે તેનું મન જાણે તેને ડંખી રહ્યું હતું તે વિહારને છેતરી રહી હતી તેવો મનોમન અપરાધભાવ અનુભવ્યા કરતી. અને એકાંતમાં છૂપાછૂપા રડીને ભાર હળવો કરવા મથતી!


        સમય સાથે ચાલતા તે વિહારના બે સંતાનોની માતા બની ગઈ. હેત તેમના આ સંબંધોને પાછળ મૂકી દૂર નીકળી ગયો હતો. તેના લગ્ન પછી તો તે બંને ક્યારે મળી શક્યા નહોતા.

        તે હવે તેના નાના એવા પરિવારમાં પરોવાઈ ગઈ હતી એટલે હેતને તેણે તેના હૃદયમાં એક ખૂણે અકબંધ જાળવી રાખ્યો હતો. અને આમ તે જીવી રહી હતી...

      પણ…!


       સંજોગે તેને કારમો ઘા દીધો. હજુ તે તેના મનની વાત વિહાર ને કહી શકી નહોતી. તે તેના મનની વાત વિહારને જણાવશે તેમ વિચારી રહી હતી પણ શરૂઆત કેવી રીતે કરશે અને હવે આટલા વર્ષે વિહાર તેના વિશે શુ વિચારે એવું વિચારમાંને વિચારમાં સમય સરકતો રહ્યો એની બંને દીકરીઓ સાપના ભારા ની જેમ ઊછરી રહી હતી.


       ત્યાં એક દિવસે વિહારને કંપનીના કામે બેંગ્લોર જવાનું બન્યું વિહાર બેંગ્લોર ગયો. અઠવાડિયાનો પ્રવાસ પૂરો કરી પાછો ફર્યો ત્યાં પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા! આ અણધાર્યા આઘાતથી તે સાવ ભાંગી પડી. વિહાર તેની જિંદગીથી દૂર ચાલ્યો ગયો… મમ્મી-પપ્પા આશ્વાસન આપી ગયા.


         હવે તેને વિહાર વિના બે દીકરીઓ સાથે જીવન પસાર કરવાનું હતું. વિહારના અવસાન સમયે મોટી મિતાલીએ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો. નાની હાયર સેકન્ડરીમાં હતી. વિહારના અવસાન બાદ શોકમય દિવસો પસાર થઈ રહ્યા હતા. તેને બંને દિકરીની જવાબદારી હવે એકલા હાથે અદા કરવાની હતી. બે જુવાન દીકરીને જોઈ ઘણીવાર તેનું હૃદય કંપી ઊઠતું.


       હેત અને વિહાર બંને પુરુષો માટે તેને માન હતું. આદર હતો. હેતનો પ્રેમ અને વિહાર સાથે ગાળેલા દિવસો તેની બાકી જિંદગીનું ભાથુ બની ગયું હતું. તેના મનની વાત તે વિહાર ને કહી શકી નહોતી તેનો વસવસો તેને કાયમ માટે રહી ગયો હતો.

      મિતાલી અને નાની પૂર્વી બહાર ગઈ હતી. તે દિવસે તે ઘરમાં એકલી હતી ત્યાં બારણે ટકોરા પડી. બારણા વચ્ચે ટપાલ પડી હતી. કવર ખોલતા મિતાલીનો ઇન્ટરવ્યૂ કોલ હતો. સાંજે મિતાલી એ માંડીને વાત કરી અને ઉમેર્યું મમ્મી ઘેર બેઠા રહું તે કરતા જોઈએ નસીબમાં હશે તો…?!


      મિતાલીને જે યોગ્ય લાગે તે ખરું તેણે સંમતિ આપી. નિયત તારીખે મિતાલી ઇન્ટરવ્યૂ આપવા નીકળી તેણે તેને સાવચેત કરી. ઇન્ટરવ્યૂ આપી મિતાલીએ રાત્રે ઘેર આવી કહ્યું; 'મમ્મી ઇન્ટરવ્યૂ ખુબ જ સરસ રહ્યું.' મિતાલીના ચહેરા ઉપર આનંદની લહેર દોડી રહી હતી.

       'એમ શું પૂછ્યું?!'      'મમ્મી પહેલા તો બધા ઔપચારિક પ્રશ્નો પૂછ્યા. પેનલમાં બેઠા હતા તે બધા સાહેબો એક પછી એક પ્રશ્નો પૂછતા ગયા પણ આ પેનલમાં એક સાહેબ મૌન બની કેટલાય સમયથી મારી સામે તાકી રહ્યા હતા! મારા જવાબ આપવાની સ્ટાઈલ તેમજ મારા ચહેરાને જાણે ઓળખવા મથી રહ્યા હોય તેમ જોઈ રહ્યા હતા. પેનલમાં પળવાર માટે શાંતિ બનતા પેલા સાહેબે પ્રશ્ન કર્યો; 'તમને કયું ફૂલ સૌથી વધારે ગમે?!'

       મેં કહ્યું; 'કેસુડાનુ ફુલ'

       મારો ઉત્તર સાંભળતા એ આશ્ચર્યથી મારી સામે જોઈ જ રહ્યા.

      મિતાલી મૌન બની.

      ત્યાં તેણે આતુરતા બતાવી; 'પછી..? પછી શું થયું?!'


Rate this content
Log in

More gujarati story from અમૃત પટેલ સ્વયંભૂ

Similar gujarati story from Drama