Leena Patgir

Romance

4.2  

Leena Patgir

Romance

પ્રેમમાં પરિપક્વતા...

પ્રેમમાં પરિપક્વતા...

11 mins
24.3K


મારું નામ રાજન પુરોહિત છે, બીએસસી પૂરું કર્યા બાદ ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓને કેમેસ્ટ્રી ભણાવતો હતો ,અને આજે એક પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર છું, મારા જીવનની કેમેસ્ટ્રી જાણીને તમે પોતે પણ અચંબિત થઇ જશો... તો ચલો શરુ કરીએ મારા જીવનની અનોખી પ્રેમગાથા..... 

હું મધ્યમવર્ગનો સીધો સાદો પણ દેખાવડો યુવક હતો. ઘરની પરિસ્થિતિ ખરાબ હોવા છતાં મેં મારું સંપૂર્ણ ધ્યાન ભણવા પરજ આપ્યું. મારા ઘરમાં હું અને મારા મમ્મીજ છીએ. એક ટ્રેન અકસ્માતમાં મારા પિતાજી અને મારા 2 નાના ભાઈ બહેન મૃત્યુ પામ્યા હતા. મારી તબિયત એ વખતે બગડી જતા હું અને મમ્મી સાથે હતા જેથી અમારો કુદરતી બચાવ થયો હતો. મારા મમ્મીએ ખૂબજ સંઘર્ષ કરીને મને ભણાવ્યો અને બીએસસી પૂરું કર્યા બાદ હું એક સારી નોકરી શોધવા લાગ્યો.હું ઉચ્ચ ગાંધીવાદી નિયમો પાળુ છું.

એક પ્રાઇવેટ સ્કૂલમાં મને સાહેબની નોકરી મળી ગઈ. મારો પ્રથમ દિવસ હતો ભણાવવાનો અને હું એને લઈને ખૂબજ રોમાંચિત હતો. ક્લાસમાં પગ મુક્યો અને બધા વિદ્યાર્થીઓ ગાંડાની જેમ મશ્કરી કરવા લાગ્યા, મને આ વાત પસંદ ના આવી અને હું પ્રિન્સિપાલ પાસે ગયો ફરિયાદ કરવા.

"સર હું અંદર આવું ?" અંદર પ્રવેશતા પહેલા મેં પ્રિન્સિપાલ સાહેબને સવાલ કર્યો. 

"હા હા મિ.. રાજન પુરોહિત આવો ને !" તેમણે પ્રેમાળ રીતે મને સહમતી આપી.

"સર ક્લાસના વિદ્યાર્થીઓ હું અંદર પ્રવેશ્યો એ પહેલા જ મારી મશ્કરી કરવા લાગ્યા. આમ રહેશે તો હું કઈ રીતે ભણાવીશ ?" મારો ગુસ્સો ઠાલવતા મેં કહ્યું, 

"જુઓ મી..પુરોહિત તમે નવા છો અને નવી શરૂઆત કરી રહ્યા છો. તમારે તમારી પ્રથમ છાપ એવી પાડવી પડશે તમે સમજો છો ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસન. વિધાર્થીઓ તો નહીં જ સુધરે પણ તમારે સુધારવા પડશે તમારી રીતે સમજ્યા." પ્રિન્સિપાલ સાહેબે મને સમજાવતા કહ્યું.

"હા સમજી ગયો." આટલું બોલીને હું ત્યાંથી નીકળ્યો બહાર એક અલગ જ રૂપ લઈને, 

ક્લાસમાં મારો ચહેરો જોઈને સૌ કોઈ સમજી ગયા કે હવે મસ્તી કરી તો આવી બનશે અને તોય 2-4 ટપોરીયાને મેં મારી રીતે સીધા પણ કરી દીધા.મારી ભણાવવાની રીત ક્લાસના બેઠેલ દરેક વિધાર્થીને ગમવા લાગી હતી એવું તેમના ચહેરા પરની સંતુષ્ટિ સાથે હું જોઈ શકતો હતો.

હવે વિધાર્થીઓ અને મારી વચ્ચે એક સરસ સંબંધ બની ગયો હતો.. 2-3 દિવસ પછી મેં કલાસમાં એવો સવાલ કર્યો, "દસમા ધોરણમાં કોના સૌથી વધારે માર્ક્સ હતા સાયન્સમાં ?"

અને પાછળની પાટલીએથી હાથ ઊંચો થયો અને એક છોકરી ઉભી થઇ કહો કે એક નાનકડી ઢીંગલી જ જોઈ લો, ભગવાને એને ઘણી ફુરસતમાં બનાવી હશે, મને કયારેય કોઈ છોકરી આટલી નહોતી આકર્ષી જેટલી એ... પણ હું મારી મર્યાદા સમજતો હતો. તે ઉભી થઇ અને બોલી, "સર મારા 100 માર્ક્સ હતા પુરેપુરા." અને એણે એક માસુમ સ્માઈલ આપી.

મેં કહ્યું, "વાહ બહુ સરસ પણ તું પાછળ કેમ બેસે છે ? મેં તો તને કયારેય આગળ બેસેલી જોઈ જ નથી."

તે બોલી, "સર આગળ બેસો કે પાછળ શું ફરક પડે છે, જેને ભણવું હોય એ ભણી જ લે છે."

તેની વાતમાં પણ દમ તો હતો. 

મેં કહ્યું,"તારું નામ ?"

એ બોલી, "આરોહી"

મેં એને કહ્યું, "આરોહી, બીજા કલાસમાં બેસજે પાછળ પણ મારી કલાસમાં આગળ આવી જા."

અને તે ખુશ થતી થતી ઉભી થઈને આગળની બેન્ચે આવીને બેસી ગઈ.

ધીરે ધીરે મારી અને આરોહીની વાતો વધતી ગઈ ભણવાના વિષયો પર. એક દિવસ ક્લાસ પૂરો થતા એ બોલી, "સર તમે મારા ઘરે ટ્યુશન આપશો ?"

મેં કહ્યું, "એટલો બધો ટાઈમ નથી મળતો મને બેટા અને તને કાંઈ પણ ના આવડે તો ક્લાસમાં પૂછી લેજે."

તે ઉદાસ થઈને નીચું મોઢું કરીને ઉભી રહી ગઈ... ખબર નહીં એનો દુઃખી ચહેરો મારાથી જોવાતો જ નહોતો... અને મેં કહ્યું, "સારુ સ્કૂલેથી છૂટીને એક કલાક કાઢી લઈશ તારી માટે બસ."

અને જાણે આરોહીને તો પ્રથમ નંબર આવ્યો હોય એમ ખુશ થતી થૅન્ક યુ સર કહીને નાચતી કૂદતી નીકળી ગઈ ત્યાંથી. હું એને જતા જોઈજ રહ્યો. મેં મનમાં ગાંઠ બાંધી લીધી કે ભલે હું એના ઘરે જઉં પણ હું એનો સાહેબ છું એ વાત હું કયારેય નહીં ભૂલું. બીજા દિવસથી રોજ સ્કૂલેથી છૂટીને હું એના ઘરે જઈને તેને કલાક ભણાવવા લાગ્યો. કેમેસ્ટ્રીની સાથે ફિઝિક્સ અને બાયોલોજી પણ ભણાવવા લાગ્યો.

એક દિવસ તે હસતા હસતા બોલી, "સર તમે એકદમ ગાંધીજીના ત્રણ વાંદરા જેવા જ છો. "

મને આશ્ચર્ય થયું, "કેમ ? "

"તમે પણ ખોટું જોઈ નથી શકતા. ખોટું બોલી નથી શકતા અને ખોટું સાંભળી પણ તો નથી શકતા. " 

"અચ્છા તને કેમ ખબર આ વાતની ? " 

"બધું કહેવાનું ના હોય... અમુક વાતો આપમેળે સાથે રહીને સમજી જવાય. " તેની આવી વાતો સાંભળીને મને તેની સમજદારી ઉપર માન થવા લાગ્યું હતું. 

જોતજોતામાં કયારે બારમું મું ધોરણ પતવા આવ્યું મને ખબર જ ના રહી. મારા ભણાવવાના લીધે અને આરોહીની મહેનતનાં લીધે તે આખી શાળામાં પ્રથમ અને રાજ્યમાં 4 ક્રમાંકે આવી હતી. તેના પુરસ્કારનો શ્રેય એ મનેજ આપતી રહી છેક સુધી. વેકેશન ચાલુ થઇ ગયું હતું એટલે હવે મારું આરોહીના ઘરે જવાનું બંધ થઇ ગયું હતું.

એક દિવસ અચાનક આરોહીનો કોલ આવ્યો અને તે ફોન પર ખૂબજ રોવા લાગી. મેં ખુબ પૂછ્યું એને પણ એ કંઈજ ના બોલી. હું ગભરાઈ ગયો અને તરત એના ઘરે ગયો.. ડોરબેલ વગાડી, હું પુરેપુરો પલળી ગયો હતો ત્યાંજ આરોહીએ દરવાજો ખોલ્યો.

મેં તરત પૂછ્યું, "શું થયું તને ? કેમ રોતી હતી ?"

તેણે મારો હાથ પકડીને અંદર ખેંચ્યો અને દરવાજો બંધ કરી દીધો.

તે બોલી, "તમારા દરેક સવાલનાં હું જવાબ આપીશ પણ એ પહેલા એક ગેમ રમવાની છે."

હું ગુસ્સે ભરાયો અને બોલ્યો, "તને કાંઈ ભાન છે આરોહી ! તારી આ છોકરમત મારો જીવ લઇ લેત. આટલા વરસાદમાં હું કેટલી સ્પીડમાં એક્ટિવા ચલાઈને આવ્યો છું તને ખબર છે ? હું જઉં છું. મારે કોઈ ગેમ નથી રમવી." આટલું બોલીને હું જવા જ જતો હતો ત્યાં મારા પગ આરોહીએ પકડી લીધા અને કહેવા લાગી, "સર પ્લીઝ મારી વાત માનો.મને માફ કરી દો પણ આમ રિસાઈને ના જશો તમને મારા સમ છે."

હું કયારેય સમ વમમાં માનતો નથી પણ આરોહીનાં આપેલા સમ પર ખબર નહીં હું કેમ માનવા મજબુર થયો, તે જાણે મારો જવાબ કહ્યા વગર સમજી ગઈ હોય એમ મને એના રૂમમાં ખેંચીને લઇ ગઈ. હું પલરેલો હતો એટલે તેણે મને કપડાં આપ્યા અને એ બદલીને બહાર આવ્યો અને પૂછ્યું, "ઘરે કોઈ નથી ?"

તેણે ખુશ થતા કહ્યું, "ના કોઈજ નથી. બધા હરદ્વાર ગયા છે અને મારે નહીં આવી શકાય એવું કીધું એટલે હું ઘરે રહી ગઈ. પાંચ દિવસ પછી આવવાના છે."અને તેણે મારી સામું જોઈને આંખ મારી..

"આ શું ગાંડા કાઢી રહી છું." મેં ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું. 

"આજે તો મારા ગાંડા તમારે સહન કરવાજ પડશે." તે હસતા હસતા બોલી, અને કાળી પટ્ટી જેવું ખાનામાંથી કાઢીને મારી આંખો પર બાંધવા લાગી... 

મેં કહ્યું, "આ શું કરે છે આરોહી ? પ્લીઝ મને આ બધું નથી ગમતું!!"

તેણે મારા હોઠ પર શશશ કહીને આંગળી મૂકી દીધી. પછી મારો હાથ પકડ્યો અને બોલી, "તમારે આજે મને તમારી સાચી લાગણીઓ બતાવવીજ પડશે. હું જ્યાં જ્યાં તમારો હાથ મૂકું ત્યાં તમને મારી માટે કેવી લાગણી થઇ રહી છે એ તમારે મને કહેવાનું છે સમજ્યા."

મને આરોહીનાં હાથ માત્રનો સ્પર્શ શરીરમાં એક ઝણઝણાટી પેદા કરી રહ્યો હતો. મારો મારા મગજ પરથી કાબુ હટતો જતો હતો. તેણે સૌપ્રથમ મારો હાથ એના માથે રાખ્યો.

મેં કહ્યું, "તારા માટે મને સમ્માન છે. તું એક સ્ત્રી તરીકે ઉમદા છું." પછી તેણે મારો હાથ એની આંખો પર મુક્યો.  મેં કહ્યું, "તારી કથ્થઈ આંખો દરેકને આકર્ષવાનું પ્રથમ બાણ છે." તેણે પછી મારો હાથ એના નાજુક મુલાયમ હોઠો પર રાખ્યો. મેં કહ્યું, "પ્લીઝ આરોહી હવે વધારે નહીં. હું મારા પર કાબુ નહીં રાખી શકું." આટલું બોલતાંજ આરોહી નજીક આવી અને મારા હોઠો પર તેના ગુલાબની પાંખડી જેવા હોઠ મૂકી દીધા. હું પણ મારું સંપૂર્ણ સંતુલન ગુમાવી બેઠો અને મન ભરીને તેના હોઠોનું રસપાન કરવા લાગ્યો.

તેના માટે આ પ્રથમ કીસ હતી એ જાણતા મને વાર ના લાગી પણ એ મને ભરપૂર સાથ આપતી રહી જેમાં એને પણ મજા આવી રહી હતી એ હું સમજી ગયો હતો. તેના વાળને પાછળથી મારી મુઠ્ઠીમાં બાંધીને હું એને નજીક ખેંચતો જતો હતો. અચાનક મારા મગજે મને સંકેત આપ્યો અને મેં આરોહીને હડસેલી દીધી અને દૂર થઇ ગયો. હું એણે બાંધેલી પટ્ટી ખોલવા જતો જ હતો ત્યાં આરોહીએ મારો હાથ પકડી લીધો અને બોલી, "હજુ ગેમ બાકી છે રાજન."

હું ચોંકી ગયો, તેણે પ્રથમ વખત મને મારા નામથી બોલાવ્યો હતો જે મને ખૂબજ પસંદ પડ્યું હતું. તેણે ફરી મારો હાથ લીધો અને તેના ઉભારો પર રાખી દીધો.અને ત્યાંથી ધીરે ધીરે એના પગની જાંઘો પર લઇ ગઈ. મારા શરીરમાં વીજળી દોડવા લાગી. મારું મગજ અને મારું મન બેઉ મારા કાબુ બહાર જતા રહ્યા હતા.મારા શરીરમાં રહેલું પુરુષત્વ જાગી રહ્યું હતું. હું ખૂબજ ઉત્તેજિત થઇ ગયો હતો અને મેં આરોહીને ધક્કો મારીને બેડ પર ઢાળી દીધી અને હું એની ઉપર આવી ગયો. અમારા ગરમ શ્વાસોશ્વાસ એકબીજાને વધારે ગરમી આપી રહ્યા હતા. મેં પટ્ટી કાઢી દીધી અને જોયું તો આરોહી એક શરમાળ સ્ત્રીની જેમ આંખો બંધ કરીને મારો પ્રેમ અને સહવાસ પામવા પોતાની ઈચ્છાઓને મન મૂકીને ખુલ્લી મૂકી રહી હતી અને ત્યારબાદ સર્જાયું એક અદ્ભૂત અવર્ણીય મિલન. મારા અને આરોહી બંને માટે આ પ્રથમ સહવાસ હતો જે એની ચરમસીમાએ પહોંચ્યો હતો. આરોહીનું કૌમાર્ય ભંગ કરવામાં તેણે તેની પૂરતી સહમતી અને મારા પર એક વિશ્વાસ મુક્યો હતો જેમાં હું સફળ રહ્યો હતો. ત્યારબાદ બે નિર્વસ્ત્ર શરીરો ચાદરમાં લપેટાઈને સુઈ ગયા હતા. મારી આંખો ખુલી ત્યારે રાત થઇ ચૂકી હતી.

બહાર વરસાદ પણ બંધ થઇ ચુક્યો હતો. મારો ફોન લીધો હાથમાં તો એમાં મારા મમ્મીના 5-6 કોલ્સ આવી ગયા હતા. હું ફટાફટ ઉભો થયો અને કપડાં પહેરવા લાગ્યો. બેડ પર જોયું તો આરોહીની માસુમિયત એક સુખની અનુભૂતિ સાથે નિદ્રા માણી રહી હતી. તેને સૂતી જોઈને મને એને ઉઠાડવાનું બિલકુલ મન ના થયું અને જતા જતા એના કપાળે હળવું ચુંબન આપ્યું અને હું ત્યાંથી નીકળી ગયો...  ઘરે આવ્યો મમ્મી થોડા ચિડાયા હતા. પણ મેં એમને પ્રેમથી મનાવી લીધા.

તેઓ જાણે મને પકડી પાડ્યો હોય એમ બોલ્યા, "શું વાત છે?!! આજે અમારા રાજાભાઈ બહુ ખુશ છે. મારી વહુ શોધી લીધી છે કે શું ?"

હું તો દંગ જ રહી ગયો કે મમ્મીને આ વાતની કેમની ખબર પડી હશે પણ માંબાપ પોતાના સંતાનનો ચહેરો વાંચી શકે છે સારી રીતે એ વાત હું સમજી ગયો અને મેં મમ્મીને પલંગ પર બેસાડ્યા અને આરોહી વિશે કહેવા લાગ્યો. આજે શું થયું એ તો ના કહ્યું પૂરું પણ તેણે પ્રેમનો એકરાર કર્યો એ કહી દીધું મમ્મીને.. થોડી વાર સુધી મમ્મી મૌનજ રહ્યા. મને ચિંતા થવા લાગી અને બોલ્યો, "શું થયું મમ્મી મારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે ?"

મમ્મી એકદમ શાંતિથી બોલ્યા, "ના બેટા પ્રેમ કરવું કોઈ ભૂલ નથી પણ જો એ સાચા પાત્રને કરવામાં આવે તો.. હું એમ નથી કહેતી કે આરોહી તારા માટે યોગ્ય નથી પણ એ હજુ નાદાન છે, એ તારાથી ઉંમરમાં અને અનુભવમાં પાંચ વર્ષ નાની છે હજુ પ્રેમ અને લગ્નની પરિપક્વતા સમજવા હજુ નાની છે એટલે એના માટે આ પ્રેમ અત્યારે એક આકર્ષણ હોઈ શકે. જો એ તને સાચો પ્રેમ કરતી હશે તો સમય જવા દે, એ જરૂર તારી સાથેજ પાછી આવશે."

મેં કહ્યું, "તો મમ્મી અત્યારે હું એને કેવી રીતે સમજાવું આ વાત ?"

મમ્મીએ સમજાવતા કહ્યું, "બેટા તું એને છેલ્લી વાર મળી લે અને એને કહી દે તારી સાચી લાગણીઓ અને ત્યારબાદ એની જોડેથી વચન લઇ લે કે........."

મમ્મીની વાત હું સમજી ગયો અને રાતે મેસેજમાં આરોહીને બીજા દિવસે કેફેમાં મળવાનું કહી દીધું.

બીજા દિવસે હું કેફેમાં આરોહીની રાહ જોતો હતો, તે આવી સુંદર મજાના આછા ગુલાબી ડ્રેસમાં. તેમાં તે પરી જેવીજ લાગતી હતી, આજ સુધી મેં એને ફક્ત જીન્સ અને બીજા વેસ્ટર્ન કપડામાં જ નિહાળી હતી પણ આજે ડ્રેસમાં તે એક સુંદર નારી લાગતી હતી, તે હસતી હસતી આવી અને સામેની ખુરશીમાં ગોઠવાઈ.

"કેવી લાગું છું રાજનજી ?" તે શરમાતા બોલી.

મેં કહ્યું, "અરે વાહ બહુ પ્રગતિ કરે છે તું તો ! પરમદિવસ સુધી સર, કાલે રાજન અને આજે સીધુ રાજન જી."

"તમારી પાસેથી જ શીખી છું પ્રગતિ કરતા... " અને તે હસવા લાગી.

હું એકદમ ગંભીર થઇ ગયો અને મારી મુદ્દાની વાત કરતા બોલ્યો, "જો આરોહી તને મેં જયારે પ્રથમ વખત જોઈ હતી ત્યારથી હું તને ખૂબજ પ્રેમ કરતો હતો, પણ હું મર્યાદા જાળવીને બેઠો હતો, કાલે હું ચાહવા છતાં પણ એ મર્યાદા ના જાળવી શક્યો અને ના થવાનું થઇ ગયું, પણ જો તું મને ખરેખર પ્રેમ કરતી હોઈશ તો તારે રાહ જોવી પડશે, તારી કોલેજ પૂરી ના થાય ત્યાં સુધી આપણે બંને એકબીજાને મળીશું પણ નહીં અને ફોન પર પણ વાતચીત નહીં કરીએ, જે દિવસે તારી કોલેજ પૂરી થશે ત્યારે તું મને મેસેજ કરજે હું તારો હાથ માંગવા આવીશ તારા ઘરે, અને તને પણ હું વચન આપું છું કે મારા જીવનમાં તુંજ પ્રથમ છું અને તું જ અંતિમ. જયારે તું પ્રેમની પરિપક્વતા સમજીશ ત્યારે આ સંબંધને આગળ વધારીશું, આ નિર્ણય મેં બહુ સમજી વિચારીને કર્યો છે, આશા રાખું છું કે તું પણ સમજીશ."

આરોહીની આંખોમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા અને તે ગુસ્સામાં બોલી, "તો કાલે જે કર્યું એ શું હતું ? મારો પ્રેમ તમને મજાક લાગે છે ? મારો ઉપયોગ કરીને હવે મને છોડી દેવા માંગો છો ?"

મને "ઉપયોગ" શબ્દ સાંભળીને ખૂબજ ગુસ્સો આવ્યો અને હું ત્યાંથી ઉભો થઈને જવા લાગ્યો. જતા જતા મેં કહ્યું, "તને એ ઉપયોગ લાગતો હોય તો તું એમ સમજ, હું તારી રાહ જોઇશ." અને હું ત્યાંથી નીકળી ગયો. પાછળ વળીને જોવું હતું. આરોહીને ચૂપ કરવી હતી. તેના આંસુ લુછવા હતા પણ મારા હૃદય પર પથ્થર મૂકીને હું ત્યાંથી નીકળી ગયો.

પાંચ વર્ષ બાદ હું એક કોલેજનો પ્રધ્યાપક બની ચુક્યો હતો. એક દિવસ મારા મોબાઈલમાં મેસેજ આવ્યો. મેં ખોલીને જોયો જેનું લખાણ વાંચીને મારા પાંચ વર્ષની જુદાઈનો અંત આવ્યો હતો. 

"ડોક્ટર આરોહી ગાંધીજીની રાહ જોવે છે !"

હું ત્યાંથી તરત દોડતો દોડતો આરોહીનાં ઘરે ગયો, મારી પાસે હવે કાર હતી, અચાનક ફરી મોબાઈલમાં આરોહીનો મેસેજ જોવામાં સામેથી આવતો ટ્રક મને ના દેખાયો અને મારો એક્સીડેન્ટ થઇ ગયો, હું રસ્તા પર અર્ધમૂર્છિત અવસ્થામાં પડ્યો હતો અને મને જાણે એમ લાગતું હતું કે રાજન તારો અંતિમ સમય આવી ગયો છે, કાશ આરોહી મારી સાથે હોત, મારી આરોહી ડોક્ટર બની ગયા બાદ કેવી લાગતી હશે અને હું બેભાન થઇ ગયો..

આંખો ખોલી તો મારા મમ્મી બાજુમાં બેઠા હતા, મેં તરત ઉઠીને આરોહીનું નામ લીધું. મમ્મી ઉભા થયાં અને માથે હાથ ફેરવીને જતા રહ્યા. મને થયું કે આ મમ્મી હાથ મૂકીને શું જતા રહ્યા હશે ! ત્યાં તો દરવાજો ખુલ્યો અને સામે જોયું તો, ખુલ્લા કેશ,ચહેરા પર સ્માઈલ, ગળામાં સ્ટેથોસ્કોપ અને અદબ વાળીને તે મારી પાસે જ આવી રહી હતી, એ આરોહી જ હતી. મને લાગ્યું કે હું મરી ગયો છું અને સપનું જોવું છું પણ જયારે તેણે મને ચૂંટલી ખણી તો લાગ્યું કે આ તો હકીકત છે !

તે બોલી, "એવા ને એવા છો બુદ્ધુ... મને લેવા મારા ઘરે આવવાનું હતું, મારી હોસ્પિટલમાં નહીં."

હું બોલ્યો, "આ તારી.....??"

તે બોલી, "હા હું અહીંયા જ કામ કરું છું ગાંધીજી."

અને હું એને ભેટી ગયો. તે પણ મને વળગી ગઈ... 

પાંચ વર્ષોનો પ્રેમરૂપી બંધ આજે છલકાઈ રહ્યો હતો જેને રોકવા અમે અસમર્થ હતા... 

આજે બીજા પાંચ વર્ષ બાદ હું અને આરોહી એક સુખી લગ્નજીવન પસાર કરી રહ્યા છીએ. મારી આરોહી ટૂંક સમયમાંમાં બનવા જઈ રહી છે. એ પૂર્ણરૂપે એની જવાબદારીઓમાં પરિપક્વ થઇ ચૂકી છે, પણ આજે પણ મારા નજર સમક્ષ આરોહીનો એ માસુમિયત વાળો ચહેરો યાદ કરું છું તો ચહેરા ઉપર સ્માઈલ આવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance