MITA PATHAK

Tragedy Inspirational Others

4.0  

MITA PATHAK

Tragedy Inspirational Others

પ્રેમ

પ્રેમ

1 min
299


ગામડાના જીવનમાં એક આખો કુટુંબ કબીલો હોય છે આજુબાજુમાં સાથે જ રહેતા હોય કેટલીય પેઢઓથી...! બધા સગા પણ કાકા બાપા વરસો ના વરસથી રહેતા હોય. એટલે રોજ બધા છોકરા છોકરીઓ એકબીજા સાથે વાત ચીત અને અભ્યાસ માટે પણ સાથે જતા... એમાની એક છોકરી જેનું નામ પારુલ હતું એને દૂરના સગાના છોકરા સાથે પ્રેમ થઈ જાય છે. લગભગ દસ કે અગિયારમાં ધોરણમાં હશે. હજુ તો કાચી ઉંમર સમજ પણ ઓછી પણ પ્રેમ એટલે કોઈ વાત માને નહિ. એકબીજાને જોઈને એટલું આકર્ષણ થાય બસ.

 પરેશ તેના કરતા થોડો એકાદ બે વર્ષ નાનો હતો છતા અણસમજ પ્રેમ થયો. હવે બંને એકબીજાને છૂપી રીતે મળતા. દિવસ ને રાત જાય. લગ્ન એકબીજા થશે કે નહી એવું કોઈ ભાન નથી. બસ પ્રેમ કરે છે. 

એક દિવસ પારુલ ના ઘરે કોઈ ના હોવાથી બંને એકબીજાને મળે છે. અને બે ત્રણ કલાક રહી છૂટાં પડે છે. અને પછી કંઈક એવુ થયુ કે પારુલ તેની સહેલીઓ સાથે રમવા કે બહાર નિકળવાનું બંધ કરી ને સુમસામ રહેવા લાગી.

તેની એક સહેલી તેના ઘરે મળવા જાય છે તુંં રમવા કેમ નથી આવતી..? તો એ કંઈ જ બોલી નહિ .પછી તેની સહેલી પુછપરછ કરી તને તાવ આવે છે કોઈ તકલીફ થાય છે. પછી બધુ પૂછતા એ કહે છે મને કંઈ ચેન નથી પડતુંં અને પેલો પરેશ છે ને એને પણ મારી સાથે બોલવાનું બંધ કરી દીધુ છે. તુંં કાલે સવારે કોઈ ને ખબર ન પડે તેમ દવાખાને આવીશ. મને તાવ આવ્યો છે તો બતાવી ને પાછા.

  બીજા દિવસે ઘરે થી પારુલ બહાનું કાઢી ને તેની સહેલી સાથે દવાખાને જાય છે. ગામ થી બહાર બાજુના શહેરમાં જાય છે. ....!એટલે તેની સહેલી બોલી આ દવાખાનું બાળચિકિત્સા અને મા બને તેના માટે છે. હા એજ છે પણ અંદર જે ડૉક્ટર છે એ મારા સગા છે અને તાવની દવા એ પણ લખી આપે છે, તુંં એમ કર નીચે હોટલમાં બેસ હું આવું ત્યાં સુધી અહીં જ બેસ જ એટલે તેની ઉપર જાય છે. તેને કોઈ ડૉક્ટર ઓળખતો નથી તે ખૂબ રડે છે અને બોલે છે એ છોકરા એ મને કહયું હતુંં કે હું તારી સાથે જ લગ્ન કરીશ પણ હવે તે ના પાડે છે. અને મારી સાથે બોલતો પણ નથી, જે થયું તે ભૂલી જા અને કોઈ ને કે'વા ની હિંમત કરીશ તો તુંં જ ફસાઈ જઈશ. હવે તમે જ મને બચાવી શકો છો. ડૉક્ટર. ... ડૉક્ટર ...

આવી તો સમાજમાં ઘણી પારુલ અને પરેશ છે. .પ્રેમ એ આંધળો હોય .., પણ અણસમજુ કે આકર્ષિત ન હોવો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy