પ્રેમ
પ્રેમ
કવન ખાટલે કણસતો પડ્યો હતો. પિતાજી અને મોટાભાઇ તો ઠીક પણ મા પણ તેને પાણી પૂછવા રાજી ન હતી. ઘરના બધાંએ જ તેનાથી મોઢું ફેરવી લીધું હતું. મોટાભાઇ એ મારેલા ઢોરમાર ને લીધે જ તે આજે ખાટલે પડ્યો હતો. મા એ તો સમાજ મા નાક વાઢયું એમ કહીને રીતસર ના પોક મૂકી હતી. પિતાજી એ પણ જિંદગીભર તેનું મોં ન જોવાની કસમ ખાઇ લીધી હતી.
ખાટલાંમા પડ્યાં પડ્યાં તે વિચારી રહ્યો. તેના ઘરના અને સમાજ ક્યારેક તેના પ્રેમને નઇ સમજી શકે. હા તે અનહદ પ્રેમ કરતો હતો. પોતાના જીવથી વધુ તેને ચાહ્યો હતો અને વરૂણની યાદ આવતા જ તે રડી પડ્યો.