Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Dilip Ghaswala

Romance Inspirational

3  

Dilip Ghaswala

Romance Inspirational

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે

3 mins
281


ઈતિ શૂન્યમનસ્ક ચહેરે ચિતાની જ્વાળાઓને જોઈ રહી હતી. એની આંખ સમક્ષ ગર્ભના અંધકારથી ચિતાના પ્રકાશ સુધીના દ્રશ્યો આંસુ સંગાથે ઉતરી આવ્યા. આજે એક મહિનો થઇ ગયો. સંબંધોની નાગફેણ જાણે કહી રહી હોય, ઇતિ, લ્યો સ્મરણના ઊંટ તો હાંફી ગયાને હવે ઇશાન તારા ચાલ્યા જવાથી મારા જીવનની રણ યાત્રા શરુ થાય છે. ઇશાન ક્યાં ચાલ્યો ગયો તું ? હવે તારૂ સ્મરણ નાગફેણ જેવું લાગે છે. કરંડિયામાં સમાતું નથી. સવાર થાય ને સામે મંડરાતું કે ડોલતું ઉભું હોય. ઘણીવાર તારું સ્મરણ ચુપકીદીથી આવે છે ને ડંખ મારે છે. એનું ઝેર પછી રોમ રોમ પ્રસરતું રહે છે. એ ઝેર ઉતરતું પણ નથી અને મને જંપવા પણ નથી દેતું,


એમ તારી યાદ મનમાં ઉભરે 

જેમ કોઈ લાશ પાણીમાં તરે.

આટલું તે કદી વહાલ હોતું હશે ?

કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે ?


વાર તહેવારે કે તિથી પર્વ પેઠે આવતા સ્મરણોનું ખાસ ભારણ નથી હોતું. એ તો અચાનક ખેતર શેઢે કે વગડાની વાટે મળી જતા. અને તરત સરી જતા સાપની પેઠે ઇશાન, ઘણીવાર હું મન વાળવા મથું છું પણ સંબંધોના રહસ્યો હવે શૈશવે હતા તેવા સોહામણા નથી રહ્યા. ગામ પાસેના ડુંગરની વનરાજી કપાઈ જતા એ જાણે ઉઘાડા પડી ગયા છે. મારા જીવનની જેમ. હું સાવ એકલી પડી ગઈ છું ઇશાન. આજે પણ તું મારા સ્મરણ પટ ઉપર ઢળતી ઢાળવાળી ટેકરી પર મને ફૂલ આપવા ઉભો જ છે એવું સતત લાગ્યા કરે છે. કેવી વિરલ ને કેવી વિચિત્ર છે આ સ્મરણોની સૃષ્ટિ જેને ભૂલી જવું છે તેને ભૂલી શકાતું જ નથી. ને જેને સદાય યાદ રાખવા મથીએ છે તેના ઉપર કાળ પોતાનો ઢોળ ચડાવ્યે જ રાખે છે.


કાચ જેવા પારદર્શક અને નિર્મળ સંબંધોની આપણને ઘણી સ્પૃહા હોય છે. પણ આવા કાચ જેવા સ્વચ્છ સંબંધોને સાચવવાનું પણ કપરું હોય છે નહિ ? સહેજ અથડાય ને તિરાડ પડી જાય. અરે અમસ્તો ઉચ્છવાસ લાગેને સપાટી પર ઝાંખ બાઝવા લાગે છે અને લીસ્સા એટલા કે વાતે વાતે છટક છટક થાય ને છટકી જાય તો તૂટીને ભુક્કો. હા હવે તારી અસંખ્ય કરચો મનને પીડા આપે છે. તારી ને મારી સ્મરણ યાત્રા આ સુરજની સાખે ચાલ્યા જ કરે છે. ઇશાન સંપન્ન સ્મરણો મારા ધબકારની સાથે ચાલ્યા જ કરે છે નિરંતર નિયમબદ્ધ.


એઈ ઇશાન તને યાદ છે તારા મર્યાના આગલે દિવસે મને એક કવિતા વોટ્સ એપ પર મોકલેલી ?


મારા મર્યા પછી :


મારી લાશ પર પ્રેમનો મહાસાગર ઠાલવીશ,

મુલાયમ મખમલી હાથમાં નિસ્તેજ મસ્તક લઇ,

મારા કપાળ પર ચુંબનનો ચાંદલો ચોડીશ,


તારા દિલના દર્દની નદી કાંઠા તોડી ગાંડી તુર બની વહેશે,

અંતરમાં દબાયેલો લાગણીનો જ્વાળામુખી ફાટશે,

મારાથી થયેલી સઘળી ભૂલો તું માફ કરી દઈશ,


તારા ખોળામાં મારું મસ્તક રાખીને,

આંસુના ગંગાજળથી પવિત્ર કરીશ,

ઘણું કહેવાનું બાકી રહી ગયાનો અફસોસ કરીશ,

જળ વિના તડપતી માછલીની જેમ મારા વિરહમાં તડપીશ,


એના કરતા તું હમણાં જ આંસુની ગંગા વહાવ,

મારી ભૂલોની હોળી કરી આજે જ મને માફ કર,

જે કહેવું હોય તે હમણાં જ કહી દે,

હું મરી જઈશ પછી આ બધાનો શો અર્થ ?

તું મોડું ના કર,કદાચ હું કાલે નહિ હોઉં તો !


આવું કટુ વચન કહી કેમ હાથતાળી આપી છેતરી ગયો. હવે કોને જઈને ફરિયાદ કરું ? તારી યાદોને ક્યાં જઈને પધરાવું ? ખળખળ વહેતી નદી જેવો તું મારા અસ્તિત્વના બંને કાંઠે છલકાતો હતો તું. પુષ્પની જેમ પમરતો હતો તું. અરે હજુ તો મારા જીવન ઉપવનમાં વસંત ખીલી હતી ત્યાં આ શું થયું ? એક જ વાયરા એ પાનખર ખડી કરી દીધી. મારા ઉપવનના તમામ ફૂલો મુરઝાઈ ગયા. કાંટાથી ભરેલી આ દુનિયામાં હું એકલી તારા સપનાના દરિયા કિનારે ઉભી છું. એણે કહ્યું હતું કે, “ઇતિ હું પાછો આવીશ.” જુઓને એ ક્યાં આવ્યો. સ્મશાનમાં ધુમાડો થઇ ગયો આપણો સંબંધ. પણ કેટલાક સંબંધો ધુમાડો થયા વગર આપણી અંદર બળતા હોય છે. જે મરી ગયા પછી પણ આપણી અંદર જીવતા હોય છે. અને આવા અધૂરા રહી ગયેલા સંબંધોનું તો શ્રાદ્ધ પણ થઇ શકતું નથી.  


આજથી એક માસ પૂર્વે તું રાખ થઇ ગયો હતો. અને ત્યારે સ્મશાનમાં કોઈએ કહ્યું હતું કે...”ઇતિ ચાલો ચિતાને ઠારો “અને મેં તને કહ્યું હતું કે; “ચિતા તો ઠરી જશે પણ ચિત્ત...!”


Rate this content
Log in

More gujarati story from Dilip Ghaswala

Similar gujarati story from Romance