પ્રેમ : એક નાટક...
પ્રેમ : એક નાટક...
( મુંબઈ)
હેલ્લો, એન્ડ વેલકમ ટુ ધ શો. સિંગર ઓફ ધ યર !
"છું મોનિક. આપનો દોસ્ત અને આ શોનો હોસ્ટ.તો શરૂઆત કરીએ આજનાં સિંગિગ રિયાલિટી શોની તો આ શોના કન્ટેસટન્ છે. મી. પ્રણવ, મિસ.રિતિકા, મી. તીર્થ. જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ એમનું. વેલ આપ સૌને ખબર છે, આ છે આપણાં ફાઈનલિસ્ટ. હવે પછીનાં રાઉન્ડમાં જે જીતશે તે બનશે સિંગર ઓફ ધ યર."
મોનિક : "હવે પછીનો રાઉન્ડ થશે આજથી એક અઠવાડિયા પછીસો ત્યાં સુધી આપ ત્રણેય ને ઓલ ધ બેસ્ટ"
શોમાંથી બધાં છૂટાં થયાં પ્રણવ, તીર્થ અને રિતિકા ત્રણેય ખુશ હતાં અહીંયા સુધી આવવા માટેઆખરે તેમની અથાગ મહેનતનું ફળ હતું આ. ત્યાં જ રિધમ આવ્યો, પ્રણવનો બેસ્ટ ફ્રેન્ડ
રિધમ : "કોન્ગ્રેસ યારઆખરે ફાઈનલમાં આવી ગયો !"
પ્રણવ : "થેંક્યું."
રિતિકા : "રિધમ હું પણ આવી છું ફાઈનલમાં ?"
રિધમ : "ઓહ્, હા તને પણ કોન્ગ્રેસ. તો પણ હવે શું પ્લાન છે?"
રિતિકા : "એક વિક મારી સાથે રેહવાનોબીજો શું !"
પ્રણવ : "હાપણ એક વીક નહિ. અત્યારે અમે બહાર જઈએ છીએ. "
રિધમ : "ઓકેકે, બાય એન્ડ એન્જોય !"
પ્રણવ અને રિતિકા ત્યાંથી પ્રણવની કારમાં નીકળે છે. પ્રણવ અને રિતિકા આમ્ તો છેલ્લાં બે મહિનાથી રિલેશનશીપમાં હતાં. અને એકબીજાનાં પ્રતિસ્પર્ધી પણ ! બન્નેને એકબીજા સિવાય કોઈ જ હરાવી શકે એમ ન હતું. અને સિંગર ઓફ ધ યર બનવું એ બન્નેનું સપનું હતું. જેની તેઓ નજીક હતાં પરંતુ કોઈ એકને જ આ સપનું મળવાનું હતું.
રિતિકા : "પ્રણવ, આપણાં નસીબ ખરેખર સોનાના છે નહિ !"
પ્રણવ : "હા, જો જેની સાથે પ્રેમ થયો એની સાથે જ હરીફાઈ છે"
રિતિકા : "કોણ જીતશે ?"
પ્રણવ : "જે જીતે એ, તું કે હું જીત્યાં તો આપણે જ ગણાશું ને !"
રિતિકા : "હા."
બન્ને આખો દિવસ સાથે પસાર કરીને ઘરે આવે છે
***
(રિતિકાનું ઘર)
સિયા રિતિકાની બેન
સિયા : "રિતિકા ક્યાં હતી અત્યાર સુધી ?"
રિતિકા : "પ્રણવ સાથે. "
સિયા : "રિતિકા તને એવું નથી લાગતું કે તું ખોટું કરી રહી છોમાત્ર એક આ કોમ્પિટીશન માટે તું કોઈ સાથે આમ ન રમી શકે ?"
રિતિકા : "દી, આ કોમ્પિટીશન મારું સપનું છે અને એ પૂરું કરતાં મને એક જ વ્યક્તિ રોકી શકે તે છે પ્રણવ. એટલે મેં તેને જ બાંધી દીધો."
સિયા : "પણ આ તો"
રિતિકા : "દી, જંગ અને મોહબ્બતમાં બધું જ બરાબર છે આ પણ એક જંગ જ છે!"
***
પ્રણવનું ઘર.
રિધમ : "યાર, પ્રણવ ક્યાં સુધી ચલાવીશ તારું આનાટક ?"
પ્રણવ : "બસ રિધમ એક વાર આ રાઉન્ડ જીતી લેવ. પછી હું કોણ અને રિતિકા કોણ ! હું તેની સાથે રિલેશનશીપમાં એટલે રહ્યો કારણ કે મારે આ કોમ્પિટિશન જીતવું હતું, કોઈ પણ ભોગે !"
રિધમ : "પણ એ પછી ?"
પ્રણવ : "જસ્ટ વેટ એન્ડ વોચપછી રિતિકાનું ચેપ્ટર ક્લોજ"
રિધમ : "એ પેહલા તેને ખબર પડી ગઈ તો !"
પ્રણવ : "કોણ કહેશે એને એ તો પ્રેમમાં પાગલ છે અને ટેન્સન ના લે રિતિકાની વ્યવસ્થા મે કરી લીધી છે."
***
હવે કોમ્પિટીશનને માત્ર બે દિવસની વાર છે, ત્યારે
પ્રણવ : "રિતિકા ચાલને ગોવા જઈએ."
રિતિકા : "પણ પ્રણવ પ્રેક્ટિસ ?"
પ્રણવ : "એ પછી કરીશું. તારા માટે હું જરૂરી છું કે પ્રેક્ટિસ ?".
રિતિકા (તું તો કયારેય જરૂરી ન હતો.) : "અફકોસ, તું ચાલ."
પ્રણવના મનમાં તો કંઈ બીજું જ હતું. ગોવા તો ફ્કત બહાનું હતું. એક દિવસ ગોવામાં વિતાવ્યાં પછી પ્રણવે કહ્યું કે તેને કોઈ કામથી જવાનું છે તો રિતિકા તેની કાર લઇને મુંબઈ પહોંચે તે રાત સુધીમાં આવી જશે. રિતિકા ગાડી લઈનેનીકળી જાય છે.
***
બે દિવસ પછી ન્યૂઝ પેપરમાં હેડ લાઈન હતી.
"સિંગર ઓફ ધ યરની ફાઈનાલીસ્ટ રિતિકા શર્માનો ગંભીર અકસ્માત. પ્રણવ શેઠ બન્યાં સિંગર ઓફ ધ યર.

