Jyoti Gohil

Horror Romance Others

3  

Jyoti Gohil

Horror Romance Others

સંગાથ - 5

સંગાથ - 5

3 mins
436


ધીરજ અને નિષ્ઠા ઉપરાંત કીર્તિ, નીતિનો થોડો થોડો પરિચય તો આપણે મેળવ્યો. હવે થોડું વધારે જાણીએ એમના વિશે જેથી આગળ જતાં આપણને કોઈ કન્ફ્યુઝન ન થાય...

થોડાં વર્ષો પહેલાં...

આ છે મુંબઈની ખ્યાતનામ મેડિકલ કોલેજ. જ્યાં ફ્કત મુંબઈનાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાંથી સ્ટુડન્ટ્સ આવતાં હતાં. આમ તો લગભગ બધી જ ભાષા બોલતાં લોકો હતાં અને પાછું મુંબઈ એટલે હિંદી અને મરાઠી ભાષા બોલનારા લોકો વધુ હતાં. નિષ્ઠા અને કીર્તિ એ પોતાનાં ભવિષ્ય માટે આજ કોલેજ પર પસંદગી ઉતારી હતી...સાથે સાથે ધીરજ એ પણ !

નિષ્ઠા અને કીર્તિનું ફેમિલી એટલે કે તેનાં મમ્મી પપ્પા, દાદી દાદા સાથે આણંદ રહેતા હતાં. ધીરજનું ફેમિલી પાટણ રહેતું હતું. કીર્તિ અને નિષ્ઠા માટે શહેર અજાણ્યું હતું તેથી તેનાં પપ્પાની સલાહ માની ને હોસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું હતું. એક વાર સેટ થયા પછી પીજી શોધી લેવાનું વિચાર્યું હતું. આમ તો બંને ટ્વીન હતાં પરંતુ જમીન આસમાનનો ફર્ક. નિષ્ઠા શાંત અને ઠરેલ વ્યક્તિ, અજાણ્યાં લોકો સાથે ઓછું બોલનારી, કોઈ પણ નિર્ણય સમજી ને કરનાર, કોઈ શું બોલશે તેનાં પર ધ્યાન આપ્યા સિવાય પોતાની જ દુનિયામાં જીવનાર. જ્યારે કીર્તિ એટલે વાવાઝોડું, સામે કોઈક મળવું જોઈએ એટલે બોલવાનું શરૂ બસ... ઝગડો અને ગુસ્સો કરવામાં પણ અવ્વલ. છતાં પણ બંને બહેનોનું ખૂબ બનતું.

ધીરજ જે પોતાનાં મમ્મીનું સપનું પૂરું કરવા ડોક્ટર બનવા ઈચ્છતો હતો તેથી જ અહીંયા હતો...તે કીર્તિ અને નિષ્ઠાનો સિનિયર હતો એટલે તે આગાવથી જ મુંબઈમાં સેટ હતો. ધીરજ ને બધાં જ કામમાં પરફેક્શન જોઇતું તેથી જુનિયર ની નાની નાની ભૂલો પણ તે ચલાવી લેતો નહિ પરંતુ તે માટે પણ પનીશમેન્ટ આપતો.

આખરે કીર્તિ અને નિષ્ઠા મુંબઈ આવી ગયાં. એકલાં જ આવ્યાં હતાં ખોટાં તેમનાં પપ્પા હેરાન થાય એનાં કરતા એ બંને જ આવી ગયાં. સવારે વહેલાં જ હોસ્ટેલ પહોંચી ગયાં અને બધો સામાન ગોઠવવાનો પણ શરૂ કરી દીધો...આજે લગભગ બધાં જ સ્ટુડન્ટ્સ આવી જવાનાં હતાં. એક રૂમમાં ત્રણ રૂમેમેટ ને રહેવાનું હતું એટલે કીર્તિ અને નિષ્ઠા સાથે વધુ એક વ્યક્તિ આવવાની હતી. સવાર સવારમાં નાસ્તાનો ટાઈમ થતાં બંને નીચે આવ્યાં...થોડી ગર્લ્સ જ આવી હતી નીચે નાસ્તા માટે. બંને પોતાની પ્લેટ અને ચા લઈને ટેબલ પર બેઠાં.

" નિષ્ઠા, બટાકા પૌંઆ તો ખાધા પણ આ શું કાંદા પૌંઆ !! અને એટલા બધાં કાંદા નાખ્યાં છે કે એવું લાગે કે પૌંઆ ખાલી જોવા પૂરતાં નાખી દીધાં છે !" કીર્તિ હસતાં હસતાં બોલી.

" જે હોય તે ખાઈ લેને ચૂપચાપ, આ કંઈ ઘર નથી આપડું. " નિષ્ઠા એ જવાબ આપ્યો.

" એટલે જ કહું છું ચાલ ને પીજી માં જતાં રહીએ એટલિસ્ટ જમવાનું તો સારું બનાવીશું..."

" કીર્તિ, આમ નવી જગ્યાએ ક્યાં પીજી મળશે ? થોડો ટાઈમ એડજસ્ટ કરી લે પછી જોઈશું.."

" સારું, પણ યાદ રાખજે.."

 બંને પોતાનાં રૂમમાં જાય છે. ત્યાં જઈને જુએ તો ખાલી બેડ પર કોઈનો સામાન પડ્યો હતો એટલે તેનો રૂમમેટ આવી ગઈ હતી....બંને રૂમ માં ગયાં ત્યાં કોઈ અંદર આવ્યું.

" હાઈ...હું ચાર્મી,તમારી નવી રૂમ મેટ. " ચાર્મી એ પોતાનો પરિચય આપતાં કહ્યું.

" હાઈ..હું કીર્તિ અને આ મારી સિસ્ટર નિષ્ઠા."

" મતલબ તમે ટ્વીન છો ! વાઉ...!" ચાર્મી એ કહ્યું.

" હા..."

 ચાર્મી અને કીર્તિ એક સરખાં સ્વભાવ ના હતાં એટલે થોડી વારમાં તો જાણે વર્ષોથી ઓળખતા હોય એમ વાતો કરવાં લાગ્યાં. ચાર્મી દિલ્હી આવી હતી.

નિષ્ઠા અને કીર્તિ સાથે તેનું સારું એવું બોન્ડિંગ થઈ ગઈ.

મળીશું ધીરજ અને કેટલાંક નવાં પાત્રો ને આવતાં ભાગમાં..

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror