Jyoti Gohil

Horror Others

4  

Jyoti Gohil

Horror Others

સંગાથ - 1

સંગાથ - 1

2 mins
500


શિયાળાની વધુ એક કાતિલ ઠંડી ફેલાવનારી રાત છે. રસ્તાની બંને બાજુના વૃક્ષો ઠંડીમાં વધારો કરી રહ્યાં હતાં. રસ્તો લગભગ સૂમસાન જ છે કોઈક વાહન જ ક્યારેક પસાર થાય છે. રાતના 12.30 જેટલો સમય થયો છે. આ રસ્તા પર સાઈડમાં ધીરજ પોતાની કારને અડકીને ઊભો છે, ચહેરો જોઈને તો એવું લાગે કે કોઈની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હોય !  

થોડીવારમાં જ ત્યાં નિષ્ઠા આવી. ધીરજ એક હાસ્ય સાથે તેને જોઈ રહ્યો. કારણકે આજે પણ હમેશાંની જેમ નિષ્ઠા કોઈ પણ જાતના મેકઅપ વગર જ સુંદર લાગતી હતી. બસ ફર્ક એટલો હતો કે હંમેશા પોતાનાં વાળ અલગ અલગ સ્ટાઈલમાં બાંધી ને રાખનાર નિષ્ઠાના વાળ ખુલ્લાં હતાં.

" નિષ્ઠા, આ તે કોઈ ટાઈમ છે આવવાનો ?" ધીરજ એ કહ્યું.

" શું કરું સમય જ નથી મળતો !" નિષ્ઠા એ ધીરજની બાજુમાં ઊભા રહેતાં કહ્યું.

" અચ્છા તો હવે મારાં માટે થોડો પણ સમય નથી તારી પાસે ?" ધીરજ એ પૂછ્યું.

" ધીરજ, જો સમય ન હોત તો આમ અડધી રાત્રે અહીંયા આવું !"

" નિષ્ઠા, અત્યાર સુધી તો તારે જ આપણાં લગ્નની ઉતાવળ હતી અને હવે જ્યારે સમય આવી ગયો તો તું ના કેમ પાડે છે ?" ધીરજએ પૂછ્યું.

" આટલી રાહ જોઈ છે તો થોડી વધુ, વિશ્વાસ તો છે ને મારા પર ?" નિષ્ઠાએ કહ્યું.

" મારાં કરતાં પણ વધારે..સોરી બસ, પણ આમ ક્યાં સુધી મળીશું રાત્રે ?" ધીરજ બોલ્યો.

" જ્યાં સુધી મારું કામ પૂરું ન થઈ જાય ! પછી તને હેરાન નહિ કરું બસ." નિષ્ઠા એ રડમસ આવાજમાં કહ્યું.

" અરે, એમાં રડે છે શું કામ તું બોલાવીશ તો આખી જિંદગી આવીશ બસ અહીંયા...." ધીરજ એ નિષ્ઠાનો હાથ પકડતા કહ્યું.

છેલ્લાં બે મહિનાથી આજ જ ક્રમ હતો....આજ સમયે ધીરજ અને નિષ્ઠા આ જગ્યાં પર આવતાં અને લગભગ એકાદ કલાક બેસ્યા બાદ ધીરજ નિષ્ઠાને તેનાં ઘરે મૂકી આવતો.

રાત્રે બે વાગ્યે ધીરજ ઘરે આવ્યો નીચે હોલમાં જ તેની બહેન નીતિ તેની રાહ જોઈને બેઠી હતી.

" ધીરજ ક્યાં હતો તું ?" નીતિ એ પૂછ્યું.

" દીદી રોજ જ્યાંથી આવું છું ત્યાં જ હતો." આટલું બોલી ધીરજ સીડી ચઢવા લાગ્યો.

" તું કેમ નથી સમજતો કે નિષ્ઠા....."

" રોજની જેમ બક્વાસ ના કરતાં દીદી, શું થઈ ગયું છે તમને અચાનક તમારો વ્યવહાર નિષ્ઠા પ્રત્યે બદલાઈ કેમ ગયો ?"

" ધીરજ હવે તારે પણ માની લેવું જોઈએ કે નિષ્ઠા..."

" દીદી બસ, તમારું અને મમ્મીનું રોજનું છે.. હું હમણાં જ નિષ્ઠા ને ઘરે મૂકીને આવ્યો છું. ગુડ નાઈટ.." ધીરજ પોતાનાં રૂમમાં જતાં બોલ્યો.

નીતિ વિચારવા લાગી કે શું ખરેખર ધીરજ નિષ્ઠાને મળીને આવે છે રોજ ? હવે મારે કીર્તિને વાત કરવી જ પડશે એ પહેલાં કે વાત આનાથી આગળ વધે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror