Jyoti Gohil

Horror Romance Others

3  

Jyoti Gohil

Horror Romance Others

સંગાથ - 4

સંગાથ - 4

3 mins
376


કીર્તિ પણ સવારથી વિચારોમાં છે કે શું ખરેખર નિષ્ઠા છે ? તે અને નિષ્ઠા તો બહેનો પછી બેસ્ટ ફ્રેન્ડ પહેલાં હતી. જો નિષ્ઠા જીવતી છે તો આ બે મહિનામાં કેમ કોઈનો કોન્ટેક્ટ ના કર્યો !

આ બાજુ સવારથી જ ધીરજ પોતાનું કામ ઝડપથી પતાવી રહ્યો હતો. કારણ કે જેટલો જલ્દી તે ફ્રી થશે એટલી જલ્દી નિષ્ઠા પાસે જઈ શકાશે. આખરે બધાં પેશન્ટ ને ચેક કર્યાં બાદ ધીરજ 11.30 એ ફ્રી થયો.

" કીર્તિ જઈએ ?" ધીરજ એ પૂછ્યું.

" હા "

કીર્તિ અને ધીરજ હોસ્પિટલથી નીકળ્યાં અને હંમેશા ધીરજ જે રોડ પર આવતો હતો ત્યાં પહોંચ્યાં. આજે રોજની જેમ રસ્તો શાંત હતો. ઠંડો પવન તેને થોડો વધારે જ શાંત બનાવતાં હતો. ધીરજ અને કીર્તિ આવી ને ઉભા રહ્યાં.

" નિષ્ઠા ક્યાં છે ધીરજ ?" કીર્તિ એ પૂછ્યું.

" આવતી જ હશે તે પણ થોડી તો રાહ જો." ધીરજ જે હસતાં હસતાં કહ્યું.

 આખરે 15 મિનિટ બાદ પણ નિષ્ઠા ન આવી. કીર્તિના ધબકારા હવે વધી રહ્યાં હતાં...

" ધીરજ કેટલી વાર હવે ?"

" અરે, કીર્તિ તારે બહેન છે એ મોડી જ આવશે..."

" જો આવી ગઈ ..." ધીરજ એ હાથથી ઈશારો કરતાં કહ્યું.

કીર્તિ એ એ તરફ જોયું. થોડીવાર માટે તો તેને પોતાની આંખો પર વિશ્વાસ આવતો ન હતો. સામે ખરેખર નિષ્ઠા જ હતી પરંતુ હંમેશા મસ્તીમાં રહેતો એનો ચેહરો આજે શાંત હતો. કીર્તિ બે ડગલાં પાછી ખસી ગઈ....તેની આંખ સામે હજું પણ નિષ્ઠાની લાશના દ્રશ્યો તરવરતા હતાં. ત્યાં જ નિષ્ઠા તેની સામે આવીને ઊભી રહી ગઈ.

" કીર્તિ કેમ મારાથી ડરે છે ?" નિષ્ઠા એ કહ્યું.

" નિ...નિષ્ઠા...તું...." કીર્તિથી શબ્દો બોલાઈ નોહતાં રહ્યાં.

  ધીરજ એ કીર્તિ ને આશ્વાસન આપતાં કહ્યું.." હા આ જ નિષ્ઠા છે."

 કીર્તિ રડવા લાગે છે.." નિષ્ઠા ...તું ક્યાં હતી ? તને ખબર છે મમ્મી પપ્પા કેટલાં હેરાન થયાં છે ? તે.....તે મને એકવાર પણ જાણ કરવાનો પ્રયત્ન ના કર્યો ? કીર્તિ સતત બોલી રહી હતી. નિષ્ઠાની મોતની ખબર સાંભળ્યાં બાદ જે કીર્તિ એ એક આંસુ પણ નોહ્તું પાડ્યું એ આજે જોર જોરથી રોડ વચ્ચે રડી રહી હતી. નિષ્ઠા માત્ર તેને શૂન્ય હાવભાવ સાથે જોઈ રહી હતી. અચાનક જ રડતાં રડતાં કીર્તિ ત્યાં રોડ પર જ ઢળી પડે છે.

  બીજા દિવસે સવારે જ્યારે કીર્તિ ની આંખ ખુલી ત્યારે તે નીતિના રૂમમાં હતી..

" અરે , કીર્તિ ઊઠી ગઈ કેમ છે હવે ?" નીતિ એ પૂછ્યું.

" નીતિ દી...દી...નિષ્ઠા જીવે છે...મારી નિષ્ઠા હજું જીવે છે.." કીર્તિ એ ખુશ થતાં થતાં કહ્યું.

" કીર્તિ તારી તબિયત ઠીક નથી ધીરજ એ કહ્યું છે તારું ધ્યાન રાખવાનું તું આરામ કર." નીતિ એ કહ્યું.

" ના દી , હું ઠીક છું... પ્લીઝ બિલીવ મી..મે કાલે રાત્રે નિષ્ઠા ને જોઈ છે !" કીર્તિ એ કહ્યું.

" દી તમે ધીરજ ને બોલાવો તે પણ ત્યાં હતો."

" ધીરજ હોસ્પિટલ ગયો છે આવે પછી વાત કરીશું...તું અત્યારે આરામ કર." નીતિ એ કહ્યું.

" દી , તમે મારી વાત માનો છો ને કે નિષ્ઠા જીવે છે...એકવાર ધીરજ આવે એટલે તમે પૂછી લેજે એને જરૂર ખબર હશે કે નિષ્ઠા ક્યાં રહે છે !"

" હા , કીર્તિ તારી વાત હું માનું છું. તને અને ધીરજ બન્ને ને વહેમ તો ના જ થઈ શકે ! તું આરામ કર પછી વાત કરીએ." આટલું કહી નીતિ રૂમની બહાર આવી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror