Jyoti Gohil

Romance Fantasy Inspirational

4  

Jyoti Gohil

Romance Fantasy Inspirational

વરસતાં વરસાદે !

વરસતાં વરસાદે !

5 mins
187


( ગતાંકથી શરૂ...)

" સાંભળ મારી વાત...આજે આ વાત સિદ્ધાર્થએ કહી છે કાલે કોઈ બીજું કહેશે ! ત્યારે શું કરીશ ? મારી વાત માને તો કંઈક એવું કર જેનાં લીધેએ લોકોને પસ્તાવો થાય જેને તને રિજેક્ટ કરી છે... આમ રડવાથી શું થશે ? સમજાયું ? " આર્યએ સમજાવ્યું.

" હા, બધું સમજાઈ ગયું..સોરી " ખ્યાતિએ કાન પકડતાં કહ્યું.

" સરસ...તો બોલ હવે શું કરીશ ? " આર્યએ પૂછ્યું.

" હવે બોલીશ નહીં કરીશ પછી તને કહીશ.." ખ્યાતિએ હસીને ઉમેર્યું.

" ઓહો... પણ યાદ રાખજે તારો ભાઈ ડીસીપી છે, તો કામ પણ એવું જ હોવું જોઈએ ! "

" જસ્ટ વેઇટ એન્ડ વોચ.." ખ્યાતિએ ફિલ્મી સ્ટાઈલમાં કહ્યું.

" ઓલ ધ વેરી બેસ્ટ " આર્યએ સહમતી દર્શાવતાં કહ્યું.

આર્યની વાતો સાંભળીને ખ્યાતિ હવે ઘણી જ ખુશ હતી. વર્ષનો આ છેલ્લો ધીમો વરસાદ જે તેને નહતો ગમતો, તેમાં પલળીને તેને આજે નવો અને ખુશાલ અનુભવ થઈ રહ્યો હતો. હવે તેને નક્કી કરી લીધું હતું કે પોતે શું કરશે અને કેવી રીતે કરશે.

સવારે નાસ્તો કર્યા બાદ ખ્યાતિ, આર્ય, પીયૂષ, વિધિ અને સિદ્ધાર્થ હોલમાં બેઠાં હતાં ત્યારે ખ્યાતિએ કહ્યું,

" સિદ્ધાર્થ, મને મારી ચાર્ટ ફાઈલ સાથે બીજી બધી ડિટેલ પરત જોઈએ."

" ઓકે...હું હમણાં મોકલી દઈશ." સિદ્ધાર્થએ કહ્યું.

" હું આશા રાખીશ ભવિષ્યમાં પણ મારી આ પ્રેઝન્ટેશનનો ઉપયોગ તમારી કંપનીમાં ન થાય !" ખ્યાતિએ આત્મવિશ્વાસથી કહ્યું.

" મારી કંપનીના એટલાં ખરાબ દિવસો પણ નથી આવ્યાં કે તારી આ ચીપ પ્રેઝન્ટેશનનો યુઝ કરવો પડે ! " સિદ્ધાર્થએ ઘમંડથી કહ્યું.

" ગુડ... તમે પણ એ સારી રીતે જાણો છે કે એ ચાર્ટ કેટલો ખાસ છે ! ફ્કત મીઠા અને ખાંડના ફર્કથી કોઈની સ્કીલનું મહત્વ નથી અંકાતુ. ખ્યાતિએ કહ્યું .

સિદ્ધાર્થ સમજી ગયો કે કાલવાળી વાત ખ્યાતિ સાંભળી ગઈ છે.

" હા પણ માણસમાં આટલી સમજ તો હોવી જ જોઈએ ને ! " સિદ્ધાર્થએ ઉમેર્યું.

 ત્યાં જ વિધિએ કહ્યું કે કાલે પોતેજ જલ્દી જલ્દીમાં દળેલી ખાંડની જગ્યાએ મીઠું નાંખી દીધું હતું હલવામાં અને સાથે સિદ્ધાર્થને સોરી પણ કહ્યું.

હવે વાત સિદ્ધાર્થ ના ઈગો પર હતી, હકીકત જાણ્યા બાદ પણ તેને સોરી ના કહ્યું અને ત્યાંથી નીકળી ગયો.

બાકી બધા તો જોઈ રહ્યા કે આ શું થઈ રહ્યું છે ! આર્ય સૌથી વધારે ખુશ હતો. ખ્યાતિએ હવે કેનેડા જવાને બદલે અહીં જ રહેવાનું નક્કી કર્યું. પોતાનાં ડ્રીમ પ્રોજક્ટ માટે તેણે જમીન જોવા જવાનું પણ ફાઈનલ કરી લીધું હતું દલાલની મદદથી...નિયત સમયે ખ્યાતિ ત્યાં પહોંચી.

લેક સાઈડ નીએ જમીન ખૂબ સુંદર હતી, વળી કુદરતના સાનિધ્યમાં પણ હતી ! એટલે એકદમ પરફેક્ટ હતી પોતાને માટે, ખ્યાતિ વિચાર્યું અને ડીલ ફાઈનલ કરી દીધી. ત્યાં સિદ્ધાર્થ પણ તે જ જમીન જોવા આવ્યો અને તેને પણ તે જમીન ગમી પરંતુ ત્યાં ખ્યાતિ ને જોઈને તે જમીન ન લેવાનું વિચારીને પરત ફરી ગયો.

ખ્યાતિ નો સમય શરૂ થવાનો હવે તેને એક વર્ષમાં આ કામ પૂરું કરવાનું હતું જે સૌથી મોટી ચેલેન્જ હતી. પૈસા અને થોડી વધારે જરૂરિયાત માટે લોનની બધી જ સુવિધા થઈ ચૂકી હતી. બાંધકામ માટે 3 મહિનાનો સમય લાગવાનો હતો અને ત્યાં સુધીમાં તેણે બધી સ્ટાફ વ્યવસ્થા કરવાની હતી. મહત્વની વાત તો એ હતી કે હવે તે વિધિ સાથે કામ કરવાની હતી.

આ બાજુ ખ્યાતિ ના સવારના વ્યવહારથી સિદ્ધાર્થ ડીસિપોઈન્ટ હતો. આખરે કોઈ પોતાને આવું કહી જ કેમ જાય ! છેલ્લા ૭ વર્ષથી પોતે આ બિઝનેસમાં હતો અને 5 વર્ષથી ગુજરાતના ટોપ 3 બિઝનેસ મેનમાં ! કાલની આવેલી વ્યક્તિને એવું લાગે કે પોતે તેની પ્રેઝન્ટેશન યુઝ કરશે ? સિદ્ધાર્થએ તરત જ બધું ખ્યાતિ ના ઘરે મોકલાવી દીધું. એક વાતનો અંદાજો તેને પણ આવી ગયો હતો કે ખ્યાતિ કઈ તો કરવાની છે એટલે જ તે જમીન ખરીદવા પણ આવી હતી ! હવે તો સિદ્ધાર્થનું એક જ લક્ષ્ય હતું, રિયલ બિઝનેસ કોને કહેવાય તે સમજ ખ્યાતિને આપવી !

 ખ્યાતિના બાંધકામનું કામ શરૂ થયે એક અઠવાડિયું થઈ ગયું હતું.

બસ હવે લોનની એમાઉન્ટ ટ્રાન્સફર થવાની રાહ હતી જેથી આગળની તૈયારીઓ થઈ શકે ! એવામાં એક દિવસ બેંકમાંથી કોલ આવ્યો...ખ્યાતિ ફટાફટ બેંક પહોંચી જાય છે.

" આમ અચાનક કેમ લોન કેન્સલ થઈ ? " ખ્યાતિએ મેનેજર ને પૂછ્યું.

" સોરી મેમ, બટ અમે કંઈ નથી કરી શકતાં... હાલ બેંકની કંડીશન જોતાં અમને હેડ ઓફિસ પરથી જ ઓર્ડર છે કે તમામ મોટી રકમની લોન કેન્સલ કરવામાં આવે.." મેનેજરે વિનમ્રતાથી કહ્યું.

" પણ સર, આમ લાસ્ટ મિનિટ તમે કેન્સલ કરો તો હવે હું શું કરું ? " ખ્યાતિએ ગુસ્સાથી પૂછ્યું.

" વી આર રીયલી વેરી સોરી.." આટલું કહી મેનેજર ચાલ્યો ગયો.

હવે ખ્યાતિ ખરેખર મુંજાઈ ગઈ આટલી મોટી રકમ એકસાથે તે ક્યાંથી લાવશે ! બેંકની બહાર આવી થોડી આગળ ચાલી તે રોડની સાઈડમાં બેસી ગઈ.

ત્યાં જ તેણે બહાર સિદ્ધાર્થ ને તેની કાર સાથે જોયો..

" શું થયું ખ્યાતિ ? કેમ આમ રસ્તા પર બેસવું પડ્યું ? " સિદ્ધાર્થએ કટાક્ષ કરતાં પૂછ્યું.

" લોન તે જ કેન્સલ કરાવી ને ? " ખ્યાતિએ તેની સામે ઊભા રહેતાં પૂછ્યું.

" વેલકમ ટુ બિઝનેસ વર્લ્ડ...અને સરમાંથી ડાયરેક્ટ તું...નોટ બેડ ! "

" હા...તને કદાચ ડર લાગી ગયો હશે કે તારાથી બેટર મેનેજમેન્ટ હું ના કરી લઉં એટલે જ તારે આ કરવું પડ્યું ! " ખ્યાતિએ હાવભાવ બદલતાં કહ્યું.

" બિલકુલ પણ નહીં....હું તો ખાલી સમજાવતો હતો કે અહી રહેવું કેટલું મુશ્કેલ છે, અને 50 લાખ કોઈ નાની રકમ નથી...ઓલ ધ વેરી બેસ્ટ ફોર યોર ફ્યુચર મિસ.ખ્યાતિ ! " આટલું કહી સિદ્ધાર્થ તેનાં ગોગલ્સ લગાવી ગાડી લઈને નીકળી ગયો.

ખ્યાતિએ ઘરે આવીને વિધિને બધી વાત કરી. વિધિ પણ પોતાની સેવિંગ એફડી આપવાં તૈયાર થઈ પરંતુ તે 4 લાખથી વધુની ન હતી ! આટલી મોટી રકમ હવે ક્યાંથી આવશે તે જ ચિંતા હતી. આર્ય અને દિલીપભાઈ કે પીયૂષ પણ આટલી રકમ ની વ્યવસ્થા એક સાથે કરી શકે તેમ નોહતા...!

સિદ્ધાર્થ તો આરામથી પોતાની 1 વર્ષની સિંગાપુર ટ્રીપ માટે નીકળી ગયો. તેને વિશ્વાસ હતો કે જ્યારે તે પાછો ગુજરાત આવશે ત્યારે ખ્યાતિ ના મગજમાંથી આ ભૂત નીકળી ગયું હશે કારણકે હવે આ શક્ય જ નથી....

આ બાજુ આખી રાત વિચાર્યા બાદ ખ્યાતિ ને એક વિચાર આવ્યો...સવારે બધાં ઉઠ્યા તરત જ તેણે કહ્યું...,

" પપ્પા મારે ગાંધીગ્રામ જવું છે...આજે જ."

" પણ આમ અચાનક કેમ ? " દિલીપભાઈએ પૂછ્યું.

" મને મારી પ્રોબ્લેમનું સોલ્યુશન હવે ત્યાં જ મળશે, આર્ય તું ટ્રેનની ટિકિટ કરાવી દેજે."

" હા...હા...પણ કેટલાં દિવસ રહીશ ત્યાં ? " રીટા બેને પૂછ્યું.

" બે ત્રણ દિવસમાં આવી જઈશ મમ્મી.."

" સારું, તારી ઈચ્છા છે તો જઈ આવ...પણ જલ્દી આવી જજે." દિલીપભાઈએ કહ્યું.

" હા....આવી જઈશ..".

આર્યએ ફર્સ્ટ ક્લાસ ની ટિકિટ કરાવી દીધી રાત્રે 8 વાગ્યાની ટ્રેન હતી. આર્ય સ્ટેશન સુધી ખ્યાતિ ને મૂકવા ગયો.

" કાલ સુધીની રાહ જોઈ હોત તો હું જ આવત તારી સાથે આમ ક્યાં જઈશ તું ટ્રેનમાં ? " આર્યએ ચિંતા કરતાં પૂછ્યું.

" ટ્રેનમાં સફર કરવાની પણ મજા છે ! ટેન્શન ના લે.."

" હા, પણ આમ અચાનક ગાંધીગ્રામ ? કેમ ? "

"એ આવીને કહીશ..પાક્કું." ખ્યાતિએ કહ્યું.

" અચ્છા ચાલ સારું...ધ્યાન રાખજે અને સાચવીને જજે.." આર્યએ સલાહો સાથે ખ્યાતિને સીટ સુધી છોડી આવ્યો અને ટ્રેનના ગયાં પછી ઘરે પરત ફર્યો.

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance