STORYMIRROR

Jyoti Gohil

Romance Fantasy Inspirational

4  

Jyoti Gohil

Romance Fantasy Inspirational

વરસતાં વરસાદે !

વરસતાં વરસાદે !

9 mins
183

( ગતાંકથી શરૂ .....)

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કમપાર્ટમેન્ટમાં ખ્યાતિ આરામથી એસીમાં બેઠી હતી. થોડીવાર બાદ જ્યારે ટ્રેનએ ગતિ પકડી ત્યારે ખ્યાતિ એ જોયું તો સામેની સીટ પર સામાન તો પડ્યો હતો છતાં કોઈ આવ્યું નોહ્તું. આખરે થોડીવાર બાદ એક વ્યક્તિ આવી અને ત્યાં બેઠી. લગભગ ખ્યાતિ ની ઉંમર હશે...પણ થોડો વધારે જ ફેશનેબલ કહી શકાય એવો અલ્ટ્રા મોર્ડન એ યુવાન હતો ! આ વાત ખ્યાતિ એ પહેલી નજરમાં જ નોંધી લીધી. થોડી વાર શાંતિથી બેસ્યા બાદ તેને જ વાત શરૂ કરતાં કહ્યું,

" હાઈ, માય સેલ્ફ તિમિર પંચાલ ! " તેણે પોતાની ઓળખ આપતાં કહ્યું.

" ખ્યાતિ શર્મા...! " ખ્યાતિ એ પણ પોતાનો પરિચય આપ્યો.

" મારી તો ટ્રેનમાં પહેલી સફર છે આ, પણ ચાલો કોઈ તો વાત કરવા મળ્યું નહિતર હું શું કરત ગાંધીગ્રામ સુધી ? " તિમિર એ કહ્યું. તેનો સ્વભાવ વાતોડિયો હતો એ બોલવાની છટા પરથી જણાતું હતું.

" તમે પણ ગાંધીગ્રામ જવાનાં છો ! હું પણ ત્યાં જ જાઉં છું.." ખ્યાતિ એ કહ્યું.

" તમે નહિ તું..એટલી બધી પણ ઉંમર નથી મારી.." તિમિર એ હસતાં હસતાં કહ્યું.

થોડી ઘણી વાતો કર્યા બાદ હવે બંને ને લાગતું હતું કે જાણે વર્ષોથી એકબીજાને ઓળખતાં ન હોય !

" શું કરે તું હાલ..?" તિમિરે પૂછ્યું.

" હાલમાં તો એક રેસ્ટોરન્ટ ખોલવું છે મારે જે ડ્રીમ પ્રોજેક્ટ છે..મારો કૂકિંગનો શોખ પૂરો કરવો છે ! શરૂઆત તો મેં કરી દીધી છે બટ લાસ્ટ મૂવમેન્ટ પર લોન કેન્સલ થઈ એટલે હવે ફાઈનાન્સિયલ સપોર્ટ માટે જાવ છું. " ખ્યાતિ એ જણાવ્યું.

" વેરી ગુડ... એન્ડ વ્હોટ અ કોઈન્સિડેન્ટ !! શેફ તો હું પણ છું એ પણ સારો એવો અને હવે ઈન્ડીયા માં ખાસ કરીને ગુજરાતમાં રેસ્ટોરન્ટ ખોલવા ઈચ્છું છું."

" એટલે તું ઈન્ડીયા નથી રહેતી ?" ખ્યાતિ એ પૂછ્યું.

" ના.. હું કેપટાઉન માં રહું છું અને ત્યાંજ 5 સ્ટાર હોટેલ ચલાવું છું. બસ, ઈચ્છા થઈ હવે જન્મભૂમિ ગુજરાતમાં કામ કરવાની એટલે આવી ગયો ! " તિમિર બોલ્યો.

" ગ્રેટ.."

" ઈફ યૂ ડોન્ટ માઈન્ડ આપણે સાથે આ કામ કરી શકીએ ! પણ મને ખબર છે આમ અજાણ્યાં વ્યક્તિ પર વિશ્વાસ કરવો સહેલું નથી. તું આરામથી વિચારી લે અને આ મારું કાર્ડ પછી ઈન્ફોર્મ કરજે.." તિમિરે કાર્ડ આપતાં કહ્યું.

" પણ આમ અચાનક તમે મારા સાથે કામ કરવા તૈયાર થયાં કંઈ સમજાણું નહિ ?" ખ્યાતિ એ પૂછ્યું.

" તારું આ કામ માટેનું પેશન જોઈને મને એવું લાગે છે કે મારો નિર્ણય ખોટો નથી." તિમિર બોલ્યો.

" ઓકે, હું વિચારીને કહીશ "

" આરામથી વિચારી લે પછી જવાબ આપજે, હું તૈયાર રહીશ."

 ગાંધીગ્રામ આવતાં બંને છૂટાં પડ્યાં. વર્ષો પછી ખ્યાતિ પોતાનાં ઘરે આવી. આજે પણ વોચમેન એ જ રમેશકાકા હતાં.

" કાકા, ઓળખો છો ? " ખ્યાતિ એ પગે લાગતાં કહ્યું.

" ખ્યાતિ.....તું ઘણાં વર્ષે આવી હો દીકરા.. ખૂબ ખશ રહે અને ઘણું જીવે." થોડીવાર બાદ ખ્યાતિ ને ઓળખતાં રમેશકાકા એ કહ્યું.

" હા, કાકા આખરે આવી જ ગઈ." ખ્યાતિ ઘરમાં જતાં જતાં બોલી.

" તારાં ગયાં પછી તારી કાકી અને હું ખૂબ યાદ કરતા હતા તને..જો આ ઘર આજે પણ એવું જ રાખ્યું છે જેવું તને ગમતું હતું ! " કાકા એ કહ્યું.

" ઘર ને સાચવવાં માટે આભાર તમારો કાકા નહિતર અત્યારે કોણ આ રીતે ધ્યાન રાખે ?"

" આ તો અમારી ફરજ છે !! તું બેસ હું તારી કાકી ને કહીને ચા નાસ્તા ની વ્યવસ્થા કરાવું."

 આજે પણ કાકા એ ઘર ને એમ જ સાચવ્યું હતું જેમ ખ્યાતિ તેનાં દાદા દાદી સાથે રહેતી ત્યારે હતું ! વર્ષો પછી ખ્યાતિ આ ઘરમાં આવી ખૂણે ખૂણે એ ફરી વળી કે જ્યાં તેની અકબંધ સ્મૃતિઓ સચવાયેલી હતી ભૂતકાળની ! આખરે તે પોતાના દાદાના રૂમના કબાટ પાસે આવીને ઊભી રહી જે તેની આખરી ઉમ્મીદ હતી કદાચ ! ખ્યાતિ એ કબાટ ખોલ્યો અંદરથી એક આલ્બમ નીકળ્યો જેમાં તેનાં જન્મ થી લઈને તેના દાદા મર્યા તે સમય સુધીના ખ્યાતિના તમામ ફોટો હતાં. આ જોઈને ખ્યાતિ ની આંખો ભીની થઈ ગઈ જાણે ફરીથી પોતે એ સમય જીવતી હોય ! આલ્બમ તેણે પોતાનાં બેગમાં મૂક્યો. કબાટ ની અંદર રહેલી તિજોરી ખોલતાં જ તેમાંથી અમુક પેપર્સ નીકળ્યાં જેને જોતાં જ ખ્યાતિ ખુશ થઈ ગઈ અને પોતાના દાદાની સમજદારી પર તેને ગર્વ થતો આજે. કારણ કે તેઓ પોતાનાં મર્યા બાદ પણ ખ્યાતિને કોઈ તકલીફ ન પડે તેની પૂર્તિ તકેદારી રાખી ને ગયાં હતાં. ખ્યાતિ પોતાને નસીબદાર માની રહી હતી. તે તમામ પેપર્સ લઈને હોલમાં આવી અને રમેશ કાકા ને બોલાવ્યાં સાથે સાથે દિલીપભાઈ ને પણ વિડિયો કોલ કર્યો.

દિલીપભાઈ ને વિડિયો કોલ કર્યાં બાદ ખ્યાતિ એ પોતાની વાત રજૂ કરતાં કહ્યું..

" રમેશકાકા, હું દાદા ની આ આ જમીન જે મેઈન રોડ પર આવેલી છે તે વેચવા માંગુ છું ! જેમાં આપણું ફાર્મ હાઉસ પણ સમાવિષ્ટ છે...જેની કિંમત આશરે 50 લાખ જેટલી તો થશે જ... હાલ મને આ રૂપિયાની સખત જરૂરિયાત છે. તો આ વિશે આપનો શો વિચાર છે ? "

" જો દીકરા એ જમીન તારા માટે જ છે અને જો તારે રૂપિયાની જરૂર હોય તો તું વેચી શકે છે..મારી પરમિશનની એમાં કોઈ જરૂર જણાતી નથી . " કાકા એ કહ્યું.

" આભાર તમારો...અને એક વધુ વાત આજથી તમે અહીંયા આ મકાનમાં જ રહેશો, કારણ કે હું અહીંયા કાયમી નથી આવવાની હવે રાજકોટ મૂકીને ! " ખ્યાતિ એ કહ્યું.

" હા, આ વાત સાચી ખ્યાતિ હવેથી અહીંયા જ રહેશે. " દિલીપ ભાઈ એ કહ્યું.

" સારું...જેવી તારી ઈચ્છા ! પણ આ મકાનમાં અમે ફ્કત સાર સંભાળ રાખનાર તરીકે જ રહીશું ..."

" આ ઘર તમારું જ છે ! જેમ તમને યોગ્ય લાગે તેમ રહી શકો છો .." ખ્યાતિ બોલી.

જમીન આમ પણ રોડ ટચ હતી તેથી બ્રોકરની મદદથી સરળતાથી વેચાઈ પણ ગઈ..કમિશન બાદ કરતાં પણ ખ્યાતિ ને 60 લાખ મળ્યાં જે તેના માટે ઘણી મોટી રકમ હતી. આર્ય ની મદદથી તેણે ફટાફટ બધી રકમ રાજકોટ રવાના કરી અને કામ શરૂ કરાવ્યું. આ રેસ્ટોરન્ટ બનવાનો અને તેમાં જાતે કુકિંગ કરવાનો નિર્ણય તેણે સિદ્ધાર્થ ની એ વાત પરથી કર્યો હતો કે જેમાં તે બોલ્યો હતો..

" જેને મીઠા અને ખાંડમાં ફર્ક ખબર નથી પડતો એ મારી કંપની કેવી રીતે સંભાળશે ! "

 હવે આ પ્રોબ્લેમ તો સોલ્વ થઈ હતી. આવડત વાળો સ્ટાફની નિમણુક કરવાની હતી અને સાથે સાથે એક સારા એવા શેફની પણ ! ખ્યાતિ ને તિમિર યાદ આવ્યો પરંતુ માત્ર એકવાર મળ્યાં બાદ કોઈ પર એટલો વિશ્વાસ મુકવો કે નહિ એ બાબત પર તે મુજવણમાં હતી. આખરે તેને તિમિર ને ફોન કર્યો અને પોતાની સહમતી દર્શાવી. સાથે સાથે એ પણ જણાવ્યું કે તે કાલે રાજકોટ પરત ફરી રહી છે તો ત્યાં મળીને આગળ ની વાત કરીએ. તિમિર પણ તરત માની ગયો કારણકે તેનો તો બસ પોતાનું પેશન બતાવવાં એક ચાન્સ જોઈતો હતો.

આ બાજુ સિદ્ધાર્થ વધારે જ ખુશ હતો કારણ કે તેને ખ્યાતિ ને આ નામાંકીત દુનિયાની લિસ્ટમાંથી બહાર કરી દીધી હતી એવું તેનું માનવું હતું. હવે તો બસ તેને રાહ હતી ફરીથી ગુજરાત જઈને જોવાની કે ખ્યાતિ આખરે હાર્યા બાદ શું કરી રહી છે ?

ખ્યાતિ રાજકોટ પરત આવવા ગાંધીગ્રામથી નીકળી. પોતાની બર્થ પાસે સામાન ગોઠવ્યો અને સીટ પર બેઠી.

" એક્સક્યુઝ મી..." એક જાણીતો લાગતો આવાજ તેનાં કાને અથડાયો.

" અરે...તિમિર તું અહીં ? "

" હા, હું પણ રાજકોટ જ આવું છું... મેં જાણી જોઈને આ સીટ નથી લીધી તું એમ ના સમજતી કે.."

" રીલેક્સ.. આ જસ્ટ ઈતેફાક છે બીજું કંઈ નહીં ! " ખ્યાતિ એ તેની વાત કાપતાં કહ્યું.

" હું એકલો નથી આવ્યો મારાં મમ્મી પપ્પા પણ છે ! તે પાછળની સીટ પર છે." તિમિરે કહ્યું.

" ચાલો, સારું હવે તને પણ ત્યાં એકલું નહિ લાગે." 

" એ તો છે..મને કંપની મળી રહેશે નવાં સીટીમાં...અને રેસ્ટોરન્ટ જોવાં ક્યારે લઈ જઈશ..? " તિમિર એ પૂછ્યું.

" બસ, કાલે જ જઈએ." ખ્યાતિ એ કહ્યું.

ખ્યાતિ રાજકોટ આવી. ઘરે પણ બધાં બહુ ખુશ હતાં તેનાં માટે ખાસ કરીને આર્ય ! બીજા દિવસે આર્ય સાથે ખ્યાતિ તિમિર ને લઈને રેસ્ટોરન્ટ પહોંચી.

" વાઉ !!! ખ્યાતિ તારી ચોઈસ તો ખરી છે..અત્યારે આ આટલું સરસ લાગે છે તો તૈયાર થયા પછી તો રાજકોટ માં બેસ્ટ હશે ! " આર્ય એ કહ્યું.

" હા ...ખરેખર ખ્યાતિ સુપર્બ છે ડિઝાઈન પણ અને આર્કિટેકચર પણ !" તિમિરે ઉમેર્યું .

" થેન્ક યૂ.. હવે તારે પણ મહેનત કરવાની છે." ખ્યાતિ એ કહ્યું.

" વ્હાઈ નોટ.. ચાલો આજથી જ શરૂ કરીએ." તિમિરે કહ્યું.

ખ્યાતિ નું રેસ્ટોરન્ટ તૈયાર થઈ ગયું હતું. હવે બસ ફર્નિચર અને થોડું ફિટિંગ્સ જ બાકી હતું. નામ પણ તેનું નંબર.1 રેસ્ટોરન્ટ જ રાખ્યું હતું કારણકે તેને નં.1 બનવાનું હતું ! સ્ટાફ પણ આવી ગયો હતો. થોડાં સમય બાદ બધું જ તૈયાર થઈ ગયું ત્યાર બાદ ખ્યાતિ અને તિમિરે પોતાનાં કામના શ્રી ગણેશ કર્યાં. 

તિમિર તો આમ પણ એક પ્રોફશનલ શેફ હતો તેના હાથની અવનવી ડીશ ના લોકો ફેન બની ગયાં હતાં માત્ર એક મહિનામાં..ખ્યાતિ ની મેનેજમેન્ટ અવ્વલ દજ્જા નું હતું. તે પણ ક્યારેક ક્યારેક તિમિર સાથે કુકીંગ કરી લેતી જેથી તેનો શોખ પણ પૂરો થઈ જાય. થોડાં સમય માં તો રેસ્ટોરન્ટ એ પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી હતી સમગ્ર ગુજરાતમાં ! લોકો દૂર દૂર થી અહીંયા વિઝીટ માટે આવતાં હતાં. તિમિર અને ખ્યાતિ હવે ઘણાં સારા ફ્રેન્ડ બની ગયાં હતાં અને તિમિર ના મમ્મી ને તો તે આમ પણ પસંદ હતી તેથી તેમણે ડાયરેક્ટ દિલીપભાઈ ને વાત કરી. બંને ની પરવાનગી મળી, ખ્યાતિ અને તિમિરે પણ તેમના નિર્ણય ને માન આપ્યું. ફરીથી એક વાર વરસાદ ની ઋતુ આવી ગઈ. ખ્યાતિ અને તિમિર બહુ જ ખુશ હતા, હજુ એક વ્યક્તિ હતી જે બેહદ ખુશી સાથે ભારત આવવાની ફ્લાઈટ માં બેઠું હતું અને તે હતો સિદ્ધાર્થ !

ખ્યાતિ અને તિમિર ઘણું સારું કામ કરી રહ્યાં હતાં. સ્ટાફ પણ એવો જ સપોર્ટ કરવાવાળો મળ્યો હતો તેથી કોઈ પ્રોબ્લેમ નોહતો. સિદ્ધાર્થ રાજકોટ આવ્યો. આર્ય ના ઘરે જતાં તેને નં.1 રેસ્ટોરન્ટ જોયું. તેને નોહતી ખબર કે આ કોનું છે પણ તેની બાહરી રચનાં જોઈને તેને ત્યાં જવાનું મન થઈ ગયું તે રેસ્ટોરન્ટમાં ગયો જેનું મેનેજમેન્ટ અને રચના તેને ખરેખર ખૂબ ગમી ! તેણે વેઈટર ને બોલાવી ઓર્ડર કર્યો...

 સિદ્ધાર્થ એ પોતાનો ઓર્ડર આપ્યો અને લેક નો નજારો જોઈ શકાય તેવાં ટેબલ પર જઈને બેસી ગયો. આ જોઈને તેને યાદ આવ્યું કે ખ્યાતિ પણ આ જ જમીન જોવા આવી હતી. તેણે ઓર્ડર કરેલ કોફી અને સેન્ડવીચ સર્વ થયાં ત્યારે સિદ્ધાર્થ ને ઘણી જ નવાઈ લાગે કારણકે બંને વસ્તુ ખરેખર અલગ જ રીતે બનાવીને આપવામાં આવી હતી અને અહીંનું વાતાવરણ પણ ખૂબ જ શાંત અને ખુશનુમા હતું. તે ખુશ થઈ ગયો, એક વાર અહીંના ઓનર ને મળવાની ઈચ્છા થઈ.

" એક્સક્યુઝ મી, શું હું આપના ઓનર ને મળી શકું ? " ત્યાં રહેલાં વેઈટર ને પૂછ્યું.

" જી સર, હું હમણાં જ તેમને કહીને આવું છું." વેઈટરએ કહ્યું.

 થોડીવાર બાદ તિમિર ત્યાં આવ્યો અને તેની પાછળ ખ્યાતિ પણ આવી. ખ્યાતિને જોઈને થોડીવાર માટે તો સિદ્ધાર્થની કોફી ગળામાં જ અટવાઈ ગઈ.

" આ તારી રેસ્ટોરન્ટ છે ? " સિદ્ધાર્થ એ પૂછ્યું.

" ના, આ અમારી રેસ્ટોરન્ટ છે..મારી અને તિમિર ની.." ખ્યાતિ એ કહ્યું .

" ખરેખર ખૂબ જ સરસ મેનેજમેન્ટ છે ! એ જ કહેવા તમને બોલાવ્યાં હતા."

" તમે ઓળખો છો એકબીજા ને ? " તિમિરે પૂછ્યું.

" હા, કદાચ સિદ્ધાર્થ ન હોત તો ન મારી લોન કેન્સલ થાત, ન હું ગાંધીગ્રામ આવેત અને ન આપણે મળેત ! " ખ્યાતિ એ કહ્યું

" થેંક યુ સિદ્ધાર્થ જો તમે ન હોત તો ખરેખર આજે અમે બંને સાથે ન હોત ! " તિમિરે કહ્યું.

" અરે, આઈ એમ રિયલી વેરી સોરી ખ્યાતિ...મારી ભૂલ માટે હું દિલગીર છું. એના માટે આજે હું પસ્તાવો અનુભવું છું." સિદ્ધાર્થ માફી માંગતા બોલ્યો.

" નો પ્રોબ્લેમ...કદાચ આ બધું ન થયું હોત તો મને મારી વેલ્યુ ન સમજમાં આવત." ખ્યાતિ એ કહ્યું.

" પણ મારો કહેવાની રીત તો ખોટી જ હતી ? તેના માટે સોરી.." સિદ્ધાર્થ એ કહ્યું.

" ઈટ્સ ઓકે, તો હવેથી ફ્રેન્ડ ? " તિમિરે પૂછ્યું.

" હા.." સિદ્ધાર્થ એ કહ્યું.

આખરે બધું જ નોર્મલ થયું. હવે ખ્યાતિની ઈચ્છા હતી એ એક વાર બધાં સાથે ફરીથી લખનૌ જવું છે. તિમિર નું ફેમિલી, ખ્યાતિ નું ફેમિલી બધાં જ એક સાથે લખનૌ આવ્યાં. સ્ટેશન આવતાં જ ફરીથી વરસાદ શરૂ થયો. આવા જ એક વરસાદે અને આજ સ્ટેશન પર એક દિવસ ખ્યાતિ પાસે કંઈ જ નોહ્તું ! અને એક આજ નો દિવસ છે કે જ્યાં આ વરસતાં વરસાદે તેને ફરીવાર બધું જ મેળવી આપ્યું હતું !

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Romance