Jyoti Gohil

Horror Romance Others

4  

Jyoti Gohil

Horror Romance Others

સંગાથ - ૩

સંગાથ - ૩

3 mins
495


નીતિએ કીર્તિને કહ્યું હતું કે ધીરજ સાથે વાત કરે કારણ કે કીર્તિ પણ નિષ્ઠા અને ધીરજ ની ખાસ ફ્રેન્ડ હતી. હવે નીતિ નું મન થોડું શાંત હતું. સવારે ધીરજ પોતાનાં સમય પ્રમાણે ઉઠીને બધાં સાથે નાસ્તો કર્યો, ત્યાં જ નેહાબેન ધીરજ ના મમ્મી બોલ્યાં..

" ધીરજ, દીકરા રાત્રે સમય પર ઘરે આવવાનું રાખો."

" હા, મમ્મી આજેથી આવી જઈશ. હું નીકળું.." આટલું બોલી ધીરજ હોસ્પિટલ જવા નીકળ્યો.

 એન એન્ડ જે હોસ્પિટલ જે ધીરજ એ પોતાનાં મમ્મી પપ્પાના નામ પર એટલે કે નેહા બેન અને જયંત ભાઈના નામ પર રાખ્યું હતું. જે આ શહેરની પ્રખ્યાત હોસ્પિટલ હતી. ધીરજ આવી ને પોતાની કેબિનમાં બેઠો આજે કોઈ જ પેશન્ટ ન હતું... ત્યાં જ કીર્તિ આવી.

" મેં આઈ કમ ઈન ડો.ધીરજ ?" કીર્તિ એ દરવાજો ખોલતાં પૂછ્યું.

" અરે, કીર્તિ તારે ક્યારથી પરમિશનની જરૂર પડી...આવી જા."

" આજ કાલ ડોક્ટર સાહેબ કશું કહેતાં નથી એટલે થયું કે જરાં પૂછી લઉં." કીર્તિ એ કહ્યું.

" નીતિ દી એ કહ્યું ને તને ?" ધીરજ એ અણગમા સાથે કહ્યું.

" ચિંતા છે એમને તારી એટલે કહે છે અને તું એક ડોક્ટર થઈ ને કેમ નથી સમજતો કે નિષ્ઠા ઈઝ નો મોર." કીર્તિ બોલી.

" કીર્તિ, સંભાળ તમે લોકો મારું કંઈ કેમ નથી માનતા....નિષ્ઠા જીવે છે હજું હું રોજ મળું છું એને.... એ... એ મારી મારી સાથે વાત કરે છે, મારી સાથે રોજ કલાકો બેસે છે..તો પછી હું કેમ માની લઉં કે નિષ્ઠા નથી." ધીરજ પોતાની ખુરશી માંથી ઉભા થતાં બોલ્યો.

" ધીરજ, મને ખબર છે કે નિષ્ઠા તારા માટે શું હતી ! કદાચ તું હજું પણ તેની યાદોમાંથી બહાર નથી આવ્યો એટલે તને ભ્રમ થાય છે આવા.." કીર્તિ ધીરજ ને સમજાવતાં બોલી.

" હવે તને કેમ સમજાવું કે એ મારો ભ્રમ નથી. કીર્તિ મારી મેન્ટલ કંડીશન એકદમ બરાબર છે કોઈ બીમારી નથી મને.." 

" ધીરજ પણ નિષ્ઠાની ડેડ બોડી તે પણ જોઈ છે અંતિમસંસ્કાર પણ તે જ કર્યાં છે છતાં પણ તું કહે છે કે...." કીર્તિ એ કહ્યું.

" હા, હું જ કહું છું.... ચાલ તને વિશ્વાસ ન હોય તો તું પણ મારી સાથે આવજે નિષ્ઠા ને મળવા બસ. " 

" એ તો હું આવીશ જ..તું મને પહેલાં એ કહે કે જો નિષ્ઠા છે તો આજ સુધી ઘરે કેમ ના આવી અને હોસ્પિટલ કેમ નથી આવતી ?" કીર્તિ એ પૂછ્યું.

" એને કંઈક કામ છે એટલે હમણાં તે હોસ્પિટલ નહિ આવે અને ઘરે તો હું જ રોજ રાત્રે એને ડ્રોપ કરું છું એટલે મજાક ના કર." ધીરજએ જવાબ આપ્યો.

 હવે કીર્તિનું મગજ ચકરાવે ચઢી ગયું હતું કે ધીરજ તો નોર્મલ લાગે છે તો પછી નિષ્ઠા...

" કેટલાં વાગ્યે જવાનું છે..?" કીર્તિ એ પૂછ્યું.

" હોસ્પિટલમાં કામ પતે એટલે જઈએ !" ધીરજ એ કહ્યું.

કીર્તિ કેબિનમાંથી બહાર આવી તરત જ નીતિને મેસેજ કર્યો અને બધી વાત જણાવી નીતિએ પણ તેને ધીરજ સાથે જવાં કહ્યું જેથી આજે આ વાત કલીયર થઈ જાય.

બંને પોતપોતાનાં કામમાં લાગ્યાં. હવે, કીર્તિને એક આશા હતી કે કદાચ નિષ્ઠા હશે જ ! પણ જો નિષ્ઠા જીવે છે તો ક્યાં છે ? હજારો સવાલો સાથે તે પોતાનાં કામમાં જોડાઈ.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Horror