Jyoti Gohil

Fantasy Others

4  

Jyoti Gohil

Fantasy Others

સંગાથ - 2

સંગાથ - 2

2 mins
496


( ગતાંકથી શરૂ...)

ધીરજના ગયાં બાદ નીતિ એ સમય જોયો તો રાતનાં 2 વાગ્યાં હતાં, તેણે વિચાર્યું કે આટલી રાત્રે કીર્તિ ને હેરાન નથી કરવી સવારે જ વાત કરીશ...ધીરજના વર્તનથી નીતિ પણ પરેશાન હતી. સવારે 6 વાગ્યાં ની આસપાસ જ તે ઊઠી ગઈ.

સવારે ઊઠીને તરત જ નીતિએ કીર્તિ ને કોલ કર્યો.

" ગુડ મો્નિંગ કીર્તિ. " નીતિ એ કહ્યું.

" ગુડ મો્નિંગ નીતિ દી, બધું ઠીક છે ને ?" કીર્તિ એ પૂછ્યું.

" કીર્તિ...સોરી આટલી જલ્દી કોલ કર્યો તને.." નીતિ એ કહ્યું.

" ના દી એમ પણ હું ઊઠી જ ગઈ હતી...બોલી શું ઈમરજન્સી આવી ગઈ ?" કીર્તિએ પૂછ્યું.

" ધીરજ કાલે રાત્રે પણ 2 વાગ્યે ઘરે આવ્યો...તે પણ નિષ્ઠાને ઘરે મૂકીને. "

" પણ દી આ તો પોસીબલ જ નથી ને !" કીર્તિ એ કહ્યું.

" એ જ તો હું અને મમ્મી તો તેને કહી કહી ને થાકી ગયાં..હવે મને લાગે છે તેને.."

" સાયકોલોજીસ્ટની જરૂર છે એમ જ ને ?" અધૂરું વાક્ય પૂરું કરતાં કીર્તિ એ કહ્યું.

" હા, તું સાયકોલોજીસ્ટ જ છે તું જ કંઈક કર." નીતિ એ કહ્યું.

" ધીરજ પાગલ નથી દી, એ પોતે પણ એક ડોક્ટર છે થોડો સમય આપો તેને થઈ જશે નોર્મલ." કીર્તિ એ કહ્યું.

" બે મહિના થયા....ઠીક છે તું વાત કરી લેજે એકવાર !" નીતિ એ કહ્યું અને ફોન મૂક્યો.

( પહેલા તો જાણી લઈએ કે આખરે ધીરજ, નિષ્ઠા, નીતિ, કીર્તિ આ લોકો કોણ છે.)

ધીરજ શાહ શહેરની ખ્યાતનામ હોસ્પિટલમાં ફેમસ કાર્ડિયોલોજીસ્ટ અને નીતિ તેની મોટી બહેન. નિષ્ઠા પણ એક કાર્ડિયોલોજીસ્ટ જેણે ધીરજની સાથે સ્ટડી પૂરું કર્યું હતું અને હાલ પણ તેની સાથે જ એક જ હોસ્પિટલમાં કામ કરતાં હતાં જે ધીરજની હોસ્પિટલ હતી. કીર્તિ નિષ્ઠાની ટ્વીન સીસ્ટર જે એક પ્રખ્યાત સાયકોલોજીસ્ટ હતી.

આખરે ત્રણ વર્ષની રિલેશનશીપ બાદ ધીરજ અને નિષ્ઠાના લગ્ન હતાં. બન્ને હતાં પણ મેડ ફોર ઈંચ અધર લાગતાં. બધાં જ ખુશ હતાં.....સૌથી વધારે ધીરજ અને નિષ્ઠા. પણ કહેવાય ને આપણી ખુશીઓને આપણી જ નજર લાગે ! કંઈક આવું જ થયું. લગ્નનાં 8 દિવસ પહેલાં એક ભયંકર રોડ એક્સિડન્ટમાં નિષ્ઠાની ડેથ થઈ હતી. બે મહિના થયાં હોવાં છતાં પણ ધીરજ આ વાત સ્વીકારવા તૈયાર ન હતો. કેમ કે તેનાં મતે તો નિષ્ઠા રોજ તેને મળતી હતી. બસ, આ જ વાતથી ધીરજનું આખું ફેમિલી ચિંતીત હતું કે ધીરજની માનસિક હાલત ખરાબ ન થઈ જાય !

આ હતો ડો.ધીરજ નો ઈતિહાસ... જાણીશું આગળ કે શું નિષ્ઠા હકીકતમાં છે કે પછી વાસ્તવમાં ધીરજનાં મનનો વહેમ છે ?

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Fantasy