STORYMIRROR

Chhaya Khatri

Abstract

3  

Chhaya Khatri

Abstract

પંખીપ્રેમ

પંખીપ્રેમ

1 min
216

રોહન આજે નવા ધરમાં રહેવા આવ્યો. રોહન નું ધર ખૂબ મોટું હતું. ધરમાં પાછળના ભાગમાં એક મોટું ખેતર હતું. એટલે રોહન અને તેના મિત્રો ત્યાં રમવા જતાં હતાં. ખેતર હોય એટલે પંખી તો હોય જ. એક ઝાડ નીચે બધા બેઠા હોય અને પંખીઓનો કલશોર થયો હોય, ત્યારે વાતાવરણ ખુબ જ સુંદર લાગે છે. રોહન ઘરેથી એક મોટુ પૂઠું લાવ્યો હતો. બધા છોકરાઓએ ભેગા થઈ પૂઠામાંથી એક સરસ પંખી માટે પંખીધર બનાવ્યું.

એમાં સરસ બારી મૂકી અને ચણવા માટે દાણા પણ ઘરેથી લઈ આવ્યો.  રોહનનું જોઈને બીજા ભાઈબંધ પણ રોજ દાણા લાવવા લાગ્યા. અને ઝાડ નીચે એક સરસ મજાનું પાણી પીવા માટે કુંડુ પણ લાવ્યા.

 જ્યારે ચકલી, પોપટ અને કાબર અને મોર 

પાણી પીવા આવે તો બધા છોકરાઓ દૂરથી જોતા અને આનંદ લેતા. આમ રોહનનો 

પંખીપ્રેમ વધારે ને વધારે થતો ગયો.  

એક દિવસ ઝાડ પાસે એક મોટો કૂતરો આવી ચડયો. રોહને ઘરની બારીમાંથી જોયું. દોડતો જઈ પંખીઘરને બચાવવા નીકળી પડ્યો. એટલામાં તો બધા ભાઈબંધ ભેગા થઈ કૂતરાથી પંખી અને પંખીઘર બેઉ ને બચાવી લીધા.

અને ઉનાળો આવતાં પંખીઓ માટે 

પાણી પીવા માટેનાં કુંડા પણ કંઈ પણ લીધા વગર આપવાની સેવા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract