પળની મિત્રતા
પળની મિત્રતા
એક જંગલ હતું. તેમાં બધા જ પ્રાણીઓ રહેતા હતાં. હાથી, ઘોડા, વાંદરા, વાઘ, સિંહ દરેક પ્રકારના પ્રાણીઓ રહેતા. કોઈ પણ એકબીજાને હેરાન ના કરે. દરેક પોતપોતાના હિસ્સામાં હસી ખુશી રહેતા.
એક દિવસ જંગલમાં શહેરના માનવીઓ ફરવા આવ્યા. જંગલમાં આટલી શાંતિ દેખીને તેઓ વધારે આગળની તરફ દેખવા ગયા. પ્રાણીઓનો પ્રેમ ભાવ દેખી ને તેઓ પણ ભાવુક થઇ ગયા.
ફરતા ફરતા તેમાંથી એક નાના છોકરાની નજર એક હાથીના નાના બચ્ચા પર પડી. તે ખૂબ જ નાનું હતું. તેની મમ્મી ને શોધતું હતું. હાથીનું બચ્ચું રડતું હોય તેવું એક નાના છોકરા ને લાગ્યું.
એ દેખતા જ તે નાનું છોકરું દોડતું હાથીના બચ્ચા જોડે જાય છે. તેને દોડતો આવતા દેખીને હાથીનું બચ્ચું બિવાઈ ગયું. અને તેને દેખીને દોડવા લાગ્યું. પણ એ ખૂબ જ નાનું હોવાથી વધારે દોડી પણ ના શક્યું. અને એટલામાં જ ત્યાં વેદ હાથીના બચ્ચા જોડે પહોંચી ગયું. ત્યાં પહોંચીને વેદે થોડા પ્રેમથી હાથીના બચ્ચા ને હાથ ફેરવ્યો. ખૂબ જ લાગણીથી વાતો કરી. હાથીનું બચ્ચું પણ તે લાગણીને પ્રેમને સમજી ગયું અને વેદથી ડરવાનું બંધ કરી તેને સૂંઢ વડે ભેંટી પડ્યું.
વેદ ના ઘરવાળા આ દેખીને ખૂબ જ ખુશ થઇ ગયા. અને 8 વર્ષના વેદ પર એમને નાઝ થવા લાગ્યો. વેદ તેના મમ્મી-પપ્પા પાસે જઈને કહે છે કે આપણે આ હાથીના બચ્ચાની મમ્મીને શોધવી પડશે અને આને ત્યાં લઇ જવો પડશે. વેદના મમ્મી - પપ્પા એક પણ સવાલ પૂછ્યા વગર ખૂબ જ ખુશ થઈને શોધવા લાગી ગયા.
બીજી બાજુ એ હાથીના બચ્ચાની મમ્મી પણ શોધતી હતી. હાથીએ ખૂબ જ શોધવાની કોશિશ કરી પણ તેને મળ્યું
ના. અને આ બાજુ વેદ પણ શોધ્યા જ કરે. હાથીનું બચ્ચું અને વેદ બંન્ને સાથે ચાલતા હતાં. વેદે આજ સુધી તેમાં મમ્મી-પપ્પા જોડે જેટલી વાતો નથી કરી એટલી વાતો વેદે એક હાથીના નાના બચ્ચા જોડે છેલ્લા 4 કલાકમાં કરી છે. અને વેદે હાથીના બચ્ચા ને પણ ખૂબ જ સારી રીતે સાચવ્યો. તેને ખાવા માટે કેળા આપ્યા. પાણી પીવડાવ્યું. તેને થોડો આરામ કરાવ્યો. વેદ અને એ હાથીનું બચ્ચું જાણે વર્ષોથી જોડે જ રહેતા હોય એવા એકબીજામાં ભળી ગયા હતાં.
છેવટે વેદની 6 કલાકની મહેનત ફળી ગઈ. વેદને એ નાના બચ્ચાની મમ્મી મળી ગઈ. નાનું હાથોનું બચ્ચું તેની મમ્મી ને દેખી તરત જ દોડતું જતું રહ્યું. બંન્ને એક બીજા ને ભેંટી પડ્યા. અને અવાજ કરવા લાગ્યા. મમ્મી ને તેનું છોકરું અને છોકરાને તેની મમ્મી મળી ગઇ તો એ સમયે બંન્ને ની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતાં. ખુશીના આંસુ નો સ્વાદ ખૂબ જ મીઠો થોય છે. હાથી અને તેના બચ્ચાના આ મિલનને બધા જ એક નજરે નિહાળી જ રહ્યા હતાં.
હાથી એ તેમના અંદાજમાં વેદ નો આભાર માન્યો. વેદ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો. તો હાથી અને તેના બચ્ચાએ તેમની સૂંઢ વડે વેદ પર પાણીનો ફુવારો કર્યો. અને વેદ ને નવડાવી દીધો. હાથીએ તેની પીઠ પર વેદ ને બેસાડીને પુરા જંગલ માં ફેરવ્યો. અને વેદ ને ખુબ જ મજા કરાવી.
છેલ્લે જયારે હાથી વેદ ને મુકવા આવે છે ત્યારે વેદ પણ રડી પડે છે. અને તેને દેખી હાથીનું બચ્ચું વેદનાં આંસુ લૂછે છે. અને પછી હાથી અને તેનું નાનું બચ્યું પોતાના હિસ્સામાં જવા લાગે છે. ને વેદ તેની મમ્મીને ભેટીને ખૂબ જ રડે છે.
વેદે ઘરે જઈને હાથી સાથે લીધેલી તસ્વીર તેના રૂમમાં લગાવે છે અને દરરોજ યાદ કરે છે. પ્રેમ તો સાચો આ છે. જે પ્રાણી અને માનવી વચ્ચે આ જંગલમાં નવી પરિભાષા આપી પ્રેમની.