Niketa Shah

Tragedy Crime Thriller

4  

Niketa Shah

Tragedy Crime Thriller

પકડ

પકડ

2 mins
270


અચાનક પાછળથી આવીને બાથમાં એવી ભીડી દીધી જાણે એ ક્યાંય જતી ના રહે. 

પરંતુ કોઈકની આ પકડે એને ક્યારે ભૂતકાળમાં સરકાવી દીધી એની તેને જાણ જ ના રહી.  

એકલતાનો લાભ લઈને કાયમ પીંખનાર નરાધમને એ વાતનો ખ્યાલ જ ન હતો કે આ બાળકી જ્યારે કોઈને તેની આપવીતી જણાવશે ત્યારે તેનું શું થશે. લગાતાર 3 વર્ષ સુધી એ સગીરાનો બળાત્કાર કરીને સતત એને ગર્ભ ન રહી જાય એને માટે દવા પણ ખવડાવતો હતો. એ સગીરાને ગર્ભ રહી જાય તો એની પાપલીલા બહાર આવે બસ એ જ ડરના લીધે સતત એ ગર્ભનિરોધકની દવા એને આપતો હતો. 

અચાનક એ સગીરામાં કંઈક ફેરફાર નોંધાતા એની માતાએ ડોક્ટર પાસે જવાનું વિચાર્યું ને ડોક્ટર પાસે જઈને ચૅકઅપ કરાવતાં ખબર પડી કે તે સગીરા બે મહિનાનો ગર્ભ પોતાની અંદર ઉછેરી રહી છે જે હજુ પોતે એક બાળકી છે એની અંદર બીજું એક બાળક પાંગરી રહ્યું છે. આ સાંભળતાં જ તેની માતાના માથે આભ તૂટી પડ્યું. 

દીકરીને ખૂબ ફોસલાવી ફોસલાવીને પૂછ્યા બાદ તેણીએ જણાવ્યું તેને આ પરિસ્થિતિમાં નાખનાર બીજું કોઈ નહી પરંતું તેના સાવકા પિતા છે જે છેલ્લાં 3 વર્ષથી તેની માતાની ગેરહાજરીમાં તેની પર જબરદસ્તી બળાત્કાર કરી રહ્યા છે ને એને જબરદસ્તી ગર્ભનિરોધકની ગોળીઓ ખવડાવી રહ્યા છે. દીકરીની વાત સાંભળીને માતાને વજ્રઘાત લાગે છે કે જેના પાલનપોષણ માટે થઈને એને બીજા લગ્ન કર્યાં. જેના હાથમાં પોતાની વ્હાલસોયી દીકરી સોંપી એજ નરાધમેં આજે મારી બાળકીને પીંખી. 

દવાખાનેથી સીધી જ એની માતા, એ બાળકીને લઈને પોલીસસ્ટેશને પહોંચી ને એના પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસકેસ થયાં પછી પોલીસની આકરી પૂછપરછમાં એ નરાધમે પોતાના બધા જ ગુના કબૂલ્યાં. જેના પરિણામ રૂપે એને આકરામાં આકરી સજા થઈ. 

આ ઘટનાના સાત વર્ષ પછી. 

અચાનક એને પાછળથી આવીને કસકસાવીને પકડી લીધી. 

ને વહાલનો વરસાદ કરી દીધો. 

પણ આજે એ વહાલમાં નરી આત્મિયતા હતી. હૂંફની એક પરાકાષ્ઠા હતી. સુરક્ષાની એક ભાવના હતી. 

આજે સગીરા એક નવપરણેલ કોડભરેલ યુવતી છે 

એને પાછળથી આવીને વહાલથી પકડી લેનાર એના પતિ છે 

પણ 

પણ 

પણ 

શું ભૂતકાળની એ યાદોની પકડમાંથી એ નવોઢા બહાર આવશે ? 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy