Niketa Shah

Others

4  

Niketa Shah

Others

મુક્તિ - 2

મુક્તિ - 2

2 mins
206


મહારાજ પણ જાણેં કંઈક જાણતાં હશે એમ અમુક હાથોંની સંજ્ઞા બતાવીને આંખો ખોલ બંધ કરીને બોલ્યાં કે તમારી દીકરી તો મુંબઈ ગઈ છે. મુંબઈનાં દરિયાંનાં કિનારે એકલી બેઠી છે. આ સાંભળતાં જ એ લોકોનાં હોશકોશ ઊડી ગયાં કે મહારાજ શું કહો છો અમે તો ક્યારેય મુંબઈ જોયું પણ નથી તો એ કેવી રીતે ત્યાં જઈ શકે. 

મહારાજે કીધું એ ત્યાં ગઈ નથી કોઈ તેને ત્યાં લઈ ગયું છે મિત્તલનાં ઘરનાં લોકો તો આ સાંભળીને હક્કાબક્કા રહી ગયાં કે કોણ હશે એ જે અમારી દીકરીને ઊઠાવી ગયું છે. 

મિત્તલ સહીસલામત પાછી આવી જાય એનાં માટે એ લોકોએ મહારાજને કંઈ પણ કરવાં માટે વિનવણી કરી. મહારાજે કીધું અમુક વિધિ કરવી પડશે. પછી જ તમારી દીકરી તમને હેમખેમ પાછી મળી શકશે. મિત્તલનાં પપ્પાંએ કીધું મહારાજ જે કરવું હોય એ કરો પરંતુ મારી દીકરીને પાછી લઈ આવો. 

મહારાજે કીધું સારું ત્યારે તમે બધાં અત્યારે ઘરે જાવ હું મિત્તલને પાછી લાવવાં માટેની વિધિ અત્યારે જ શરૂ કરી દઉં છું ને જે એને લઈ ગયું છે તે એને નુકસાન ના પહોંચાડે એ વાતનું પણ નિવારણ લાવી દઉં છું. નુકસાન આ શબ્દ સાંભળતાં જ મિત્તલની મા ધ્રૂસકે ને ધ્રૂસકે રડવાં લાગી તેમને પોતાની દીકરી સાથે કંઈક અઘટિત બન્યાનો અણસાર આવી ગયો હતો. મહારાજ પાસેથી વહેલી સવારે મળવા આવવાનો વાયદો લઈ ભારે હૈયે એ લોકો ઘરે જવાં નીકળ્યાં. ઘરે પણ એ જ રોક્કળ આખી રાત ચાલતી રહી. સોસાયટીનાં સભ્યો પણ પાડોશીધર્મનાં સંબંધે આખી રાત એ લોકોની સાથે બેસીને દિલાસો આપતાં રહ્યાં. ના કોઈ જમ્યું કે ના કોઈ સૂતું. બધા આખી રાત મિત્તલની ચિંતા કરતાં બેસી રહ્યાં !

બીજી બાજુ મહારાજ જે ધ્યાન લગાવીને બેઠા હતાં તેમને અચાનક ધ્યાનમાં કંઈક એવું દેખાયું કે તેઓ ધ્યાનભંગ થઈ ગયાં. મહારાજે જોયું કે મિત્તલ દરિયાકિનારે રાતનાં સમયે પણ એકલી બેસી છે ને કોઈ આજુબાજુમાં નથી તેમ છતાં કોઈકની સાથે વાતો કરી રહી છે.

મહારાજને કંઈક અજુગતું લાગ્યું તો એમણે ફરીથી ધ્યાન લગાવીને મિત્તલ સાથે શું બન્યું છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કયોઁ. આ વખતે એમને કંઈક એવું દેખાયું કે એમનાં હોશ જ ઊડી ગયાં આ વખતે મિત્તલની સાથે એમને સફેદ સાડીમાં એક સ્ત્રી દેખાઈ જે મિત્તલ સાથે બેઠી બેઠી વાતો કરી રહી હતી. ને મિત્તલ એની સાથે. 

મહારાજ થોડીવાર પછી ધ્યાનમાંથી બહાર આવ્યાં તો જાણ્યું કે મિત્તલનાં પરિવારનાં લોકો એમને મળવાં આવી ચૂક્યાં છે. 

મહારાજે એમને મળવાં બોલાવ્યાં. મિત્તલનાં માતા-પિતા ને મામા-મામી પણ ઝડપથી મહારાજ સમક્ષ હાજર થઈને શું બન્યું છે અમારી મિત્તલ સાથે એમ પ્રશ્ન પૂછવા લાગ્યાં.

(વધુ આવતા ભાગમાં)


Rate this content
Log in