Niketa Shah

Tragedy Others

4.5  

Niketa Shah

Tragedy Others

ક્ષણિક હૂંફ

ક્ષણિક હૂંફ

3 mins
294


અનામિકા પોતાના ભત્રીજાના લગ્ન સમારંભમાં પતિ અને દીકરી સાથે સજીધજીને પોતાના ભાઈના ઘરે પહોંચે છે. રંગબેરંગી લાઈટોથી તેનું પિયર સજાવેલું છે. મહેમાનોની અવરજવર ચાલુ હોવાની સાથે સાથે આગતાસ્વાગતા પણ થઈ રહી છે. ભોજનની સુગંધ ઘરની બહારના મેઈનગેટ સુધી આવીને લલચાવી રહી છે. પરફ્યુમની ખુશ્બુ ને તાજા ફુલોની મહેકથી આખું વાતાવરણ મહેકી રહ્યું હોય છે. 

આંગણામાં પ્રવેશતાની સાથે જ મહેમાનોનો મેળાવડો તેની નજરમાં આવે છે. પરંતુ તેને ખૂબ મોડું થઈ ગયું હોવાથી તે કોઈને પણ મળ્યા વગર ઘરની અંદર જવાને ઉતાવળ કરે છે. અનામિકા ઉતાવળે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે ઘરનાં ખૂણાંમાં પડેલ એક આરામખુરશી પર એની નજર પડે છે જ્યાં તેને તેના પપ્પા બેઠેલા દેખાય છે. પપ્પાને જોતાં જ અનામિકા નાની બાળકીની જેમ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડે છે જાણે કોઈ નાની બાળકી કોઈ પોતાની ફેવરિટ વસ્તુને જોઈને ખુશ થઈ જાય એમ અનામિકા ખુશ થઈ જાય છે. ખુશીના આંસુઓ સાથે અનામિકા પોતાના પપ્પાના ચહેરા પર હાથ ફેરવે છે જાણે એમને સ્પર્શીને મહેસૂસ કરતી હોય એમનાં હાથને અનામિકા પોતાનાં હાથમાં લઈ નાના બાળકની જેમ પંપાળવા લાગે છે ને પોતાના પપ્પાની હૂંફનો કોમળ અહેસાસ કરે છે. પીઠ પર વ્હાલથી હાથ ફેરવે છે ને પૂછે છે તમે કેમ છો ? ને ક્યાં ચાલ્યાં ગયાં હતાં આટલા સમયથી,તમે અમને છોડીને કેમ ગયાં હતાં. તમને તમારી આ દીકરી પણ યાદ ના આવી. એમ કહેતાંની સાથે જ નાના બાળકની જેમ પોતાના પપ્પાને વળગીને ખૂબ રડે છે. અનામિકા પોતાના પપ્પાને કહે છે તમને ખબર છે તમારા ગયા પછી તમારા વગર મારી શું હાલત હતી. શું તમને અંદાજો પણ છે કે એક પિતાની ગેરહાજરીમાં એક દીકરી કેટલી એકલવાયી થઈ જાય છે. અનામિકા તેના પિતાને એમ પણ કહે છે કે પિતાની ખોટ એક દીકરીને પડે એવી કદાચ આ દુનિયામાં કોઈને ના પડે. માથે હાથ મૂકીને સાંત્વના આપનાર જ્યારે પિતા ના હોય ત્યારે દુનિયાની નાનાંમાં નાની તકલીફ પણ પહાડસમી લાગે છે. અનામિકા તેને પપ્પાને સતત ફરિયાદ કરતા કરતા રડી પડે છે.  

અનામિકા ઘણું બધું બોલી ગયા પછી થોડીક શાંત થતાં તેના પપ્પા તેના પ્રશ્નનો જવાબ આપતાં કહે છે મને પણ નથી ખબર હું ક્યાં ગયો હતો, કેવી રીતે ગયો હતો. આ તો બસ અચાનક ઘર યાદ આવ્યું તમે બધા યાદ આવ્યાં તો આવી ગયો. 

આ સાંભળતાં જ અનામિકા ફરીથી રડવા લાગે છે ને અચાનક ઊંઘમાંથી ઊઠી જાય છે ને આજુબાજુમાં જુએ છે તો કોઈ જ ન હતું..

ના તેના પપ્પા..

ના કોઈ પ્રસંગ..

ના કોઈ ભોજનની મિજબાની..

ના કોઈ મહેમાનોનો મેળાવડો..

ના કોઈ રંગબેરંગી લાઈટનું ડેકોરેશન..

કંઈ જ નહી.

બસ હતો આછા પ્રકાશથી ભરેલો એક રૂમ જ્યાં અનામિકા પોતાની દીકરી સાથે મધ્યાહ્નની મીંઠી નિંદર માણી રહી હતી.અને હતું તો તેને જોયેલું આ એક દિવાસ્વપ્ન. 

જેમાં વર્ષો પહેલાં સ્વર્ગવાસી થયેલ તેનાં પપ્પાને આજે તેણે ફરીથી મહેસૂસ કર્યાં હતાં ને મળ્યાંનો આનંદ ને ગુમાવ્યાનું દુઃખ બંને અનુભવ્યાં હતાં.

અને છેલ્લે અનામિકા પોતે જોયેલાં સ્વપ્નને યાદ કરતાં કરતાં આંખમા આંસુઓ સાથે બે પંક્તિ ગણ ગણે છે..

ચિઠ્ઠી ના કોઈ સંદેશ

જાને વો કોન સા દેશ 

જહાઁ તુમ ચલે ગયે

જહાઁ તુમ ચલે ગયે !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy