મહેંદી
મહેંદી
1 min
255
નાનકડી હતી દિશા જ્યારે પહેલીવાર એને મહેંદી મૂકી હતી ને બસ ત્યારથી જ જ્યારે પણ કોઈના પણ હાથમાં મહેંદી મૂકતાં જુએ કે તરત પોતાનો હાથ લઈને બેસી જાય મહેંદી મૂકાવા.
આજે એ જ દિશા ત્રીસ વર્ષે વૈધ્વય આવ્યા પછી બ્યુટીપાર્લરનાં ક્લાસ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી.
નવવધૂના હાથમાં મહેંદી રચી આપીને એમના પ્રિયતમનું નામ લખી આપતી હતી.
દિશાને આજે મહેંદી મૂકતા તો આવડી ગઈ પરંતું પોતાના હાથમાં મહેંદી મૂકાવાનું સૌભાગ્ય એ ચૂકી ગઈ.
