Niketa Shah

Tragedy

3  

Niketa Shah

Tragedy

ચોવીસ ક્લાક

ચોવીસ ક્લાક

2 mins
213


ચોવીસ કલાક શંભુકાકાને એક જ ચિંતા રહેતી હતી કે મને કંઈક થઈ જશે તો મારા પછી મારી સવિતાનું ધ્યાન કોણ રાખશે ? પેટના જણ્યા બે-બે સગા દીકરા હોવાં છતાં શંભુકાકા ને સવિતાકાકી એક 

ઘરડાઘરમાં પોતાના જીવનની આખરી ક્ષણો વિતાવતાં હતાં. શંભુકાકાને હૃદયની બિમારી હોવાંથી તેમને કાકીની ચિંતા બહુ રહેતી હતી. સવિતાકાકી આમ તો એકદમ સ્વસ્થ હતાં બસ દીકરાઓના વિયોગનાં મોહમાં થોડા મનથી ઢીલા થઈ ગયા હતાં. આ બધી પરિસ્થિતીની વચ્ચે પણ શંભુકાકા કાકીને એક જ આશા બંધાવતા હતાં ઈશ્વરને ગમ્યું એ ખરું એમ કહી પોતાના ને કાકીના મનને સમજાવતાં હતાં.

એક દિવસ ઘરડાંઘરમાંથી સાંજના સમયે શંભુકાકાને કંઈક કામઅર્થે બહાર જવાનું થયું. શંભુકાકા સારું એવું ભણેલા ને એનાથીયે વિશેષ સમયથી ગણેલા વધુ હતાં એટલે ઘરડાંઘરની ઓફિસનું કામકાજ જોતાં હતાં એ જ કામ અથે એમને બહાર જવાનું થયું. એ ત્યાં બધાની દેખભાળ કરતાં એક માસીને સવિતાકાકીનું ધ્યાન રાખવાનું કહીને ગયાં આ બાજું એ દિવસે સાંજથી જ સવિતાકાકીને અમંગળ વિચારો મગજમાં આવતાં હતાં તેથી તેઓ ખૂબ બેચેન હતા પરંતુ શંભુકાકાને ઓફિસના કામથી જવાનું હતું તો કંઈ કીધું નહી. શંભુકાકાને એક મોટા બિઝનેસમેનને મળીને ઘરડાંઘરમાં ફંડ આપવા માટેની વાત કરવાની હતી. જેમાં તેઓ સફળ પણ રહ્યાં ને ત્યાં પોતાનું કામ પતાવીને ઘરડાઘર પહોંચવા માટે ઊતાવળે ચાલવા લાગ્યા. ઘરડાંઘરથી એ બિઝનેસમેનની ઓફિસ પોણા ક્લાકના અંતરે હતી ને સાંજનો સમય હોવાથી શંભુકાકાને કાકીની ચિંતા થતી હતી કે એ જમી હશે કે નહી એને દવા લીધી હશે કે નહી પહેંલા કીધું એમ કાકીને બિમારી કોઈ ન હતી પરંતુ માનસિક રીતે કમજોર હોવાથી (લાગણીઓથી) એમને ઊંઘની ગોળીઓ આપવી પડતી હતી. શંભુકાકા મગજમાં આ બધા વિચારો સાથે ઉતાવળે ઘરડાઘર તરફ ચાલ્યે જતાં હતાં ને ત્યાં જ રોડ ક્રોસ કરવાં જતી વખતે પાછળથી આવતી એક મોટરકારની ટક્કર વાગતાં રોડની સાઈડમાં ફસડાઈ પડ્યા ને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યાં. જાણે શંભુકાકાનો આખરી સમય આવી ગયો હોય એમ એ ત્યારે પણ એ જ વિચાર કરવાં લાગ્યાં જે એ ચોવીસ કલાક કરતાં હતાં. મને કંઈક થઈ જશે તો સવિતાનું કોણ ? એનું ધ્યાન કોણ રાખશે ? આ વિચારોના મનોમંથનમાં મોટરકારની ટક્કર વાગવાની દસ જ મિનિટમાં શંભુકાકાનું પ્રાણપંખેરું ઊડી જાય છે ને પાછળ મૂકતાં જાય છે એક કલ્પાંત કરતી સ્ત્રી જેની ચિંતા એમને ચોવીસ ક્લાક રહેતી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy