STORYMIRROR

Niketa Shah

Tragedy

3  

Niketa Shah

Tragedy

મારા વ્હાલા હવે તો સામુ જોજે

મારા વ્હાલા હવે તો સામુ જોજે

1 min
174

દુકાળ, દુકાળ 

આ વરસે તો બાપલા મેહ હામુ જુએ તો હારું સે. 

નહી તો આ વરસે તો ગળેટૂંપો ખાવાનો વારો આવશે. 

છોકરાં ભૂખના માર્યા ટળવળે છે.

બાયુઓ બિચારી શું રાંધે ને શું ખવડાવે પોતાના ઘરનાંને એ જ મોટો સવાલ છે. 

મરદ માણહ બધા ભેગા મળી ક્યાંકથી ને ક્યાંકથી બે પૈહા ભેગા કરીને પોતાનું ગુજરાન ચલાવાનું શોધી રહ્યા છે. 

દુકાળના લીધે ખેતી ને ખેતર બધા નધણિયાણા થઈ ગયા છે. ખેતર સૂકા ભઠ્ઠ ને પાક બધો પાણી ના મળવાને કારણે બળી ગયો છે.

જગતનો તાત હાથ જોડીને બસ એક જ અરજ કરે છે 

વ્હાલા હવે તો અમારી હામું જોજે. 

નહી તો મહાણમાં લાકડા પણ ઓછા પડશે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Tragedy