Niketa Shah

Children Stories Inspirational Others

4  

Niketa Shah

Children Stories Inspirational Others

શુક્લાસર

શુક્લાસર

3 mins
340


અચાનક સ્કૂલ સમયમાં જ ચાલુ કલાસમાં ઈશાનીને ઋતુસ્રાવ શરૂ થઈ ગયો. બિચારી પંદર વર્ષની ઈશાની બધાની વચ્ચે ખૂબ ગભરાઈ ગઈ. તેને પોતાની ખાસ સહેલી જે જોડે જ બેઠી હતી. એને બધી વાત કરી. એની સહેલી પણ વિચારમાં પડી ગઈ કે ચાલુ કલાસમાં શું કરવું. એમાં પણ શુક્લસરનો કલાસ ચાલતો હતો જે પોતાની કડકાઈ માટે આખી સ્કૂલમાં જાણીતા હતા. ઈશાનીને રડુ આવી ગયું અચાનક પિરિયડ શરૂ થવાને લીધે એના કપડાં પણ ખરાબ થઈ ગયા. બંને સાહેલીઓએ શુક્લાસરને કહીને બાથરૂમમાં જવાનું વિચાર્યું પરંતુ સંકોચ ને શરમ એટલી બધી થતી હતી કે કેમનું કહેવું એ જ વિચારતા રહ્યાં. 

અચાનક શુક્લાસરે એક પ્રશ્ર ઈશાનીને પૂછ્યોને જવાબ આપવાનું જણાવ્યું. ઈશાની તો બિચારી કાપો તો લોહી પણ ના નીકળે જેવી હાલત થઈ ગઈ. 

અચાનક એની સહેલી બોલી સર ઈશાનીને પેટમાં બહુ દુઃખે છે તો અમે સ્કૂલનાં સ્ટાફરૂમમાંથી દવા લઈ આવીએ ? સરે કીધું મારો કલાસ પુરો થાય પછી જઈ આવજો. 

આ સાંભળતાં જ ઈશાનીનો ચહેરો પડી ગયો. ઈશાનીએ સરને કીધું સર જવા દો ને બહુ જ દુઃખે છે સરને લાગ્યું કદાચ આ જવાબથી ભાગવા આમ કરે છે. પરંતુ સરને ઈશાનીનો પડેલો ચહેરો જોઈને લાગ્યું નક્કી આને બહુ જ દુઃખતું હશે એમ સમજીને બંનેને સ્ટાફરૂમમાં જવાનું કહ્યું. 

ઈશાની તેની સહેલીને લઈને પોતાનાં કપડાં ફરતે દુપટ્ટો વિંટાળીને દરવાજા તરફ પહોંચી. ઋતુસ્રાવ વધારે થયો હોવાથી એના કપડાં પાછળથી ખૂબ જ ગંદા થયાં હતાં. 

અચાનક શુક્લાસરની નજર ઈશાનીના કપડાં પર જાય છે ને તે બધી વાત સમજી જાય છે. શુક્લાસર ઈશાની અને તેની સહેલીને કલાસની બહાર ઊભા રહેવાનું કહે છે. ઈશાની ખૂબ જ ગભરાઈ જાય છે. 

શુક્લાસર પોતાના એક શિક્ષકમિત્રને ફોન કરીને પોતાનો ચાલુ કલાસ લેવાં બોલાવે છે. પોતાને ઈમરજન્સી કામ આવ્યું છે તો થોડીવારમાં આવી જઈશ. એમ જણાવીને ઈશાની અને તેની સહેલીને સાચવીને પોતાના સ્કૂટર પર બેસાડી પોતાના ઘરે લઈ જાય છે. 

જ્યાં ઘરે એમની પત્ની અને ઈશાનીથી એકાદ વર્ષ મોટી એમની દીકરી હાજર હોય છે. શુક્લાસર એમની પત્નીને ઈશાની વિશે બધું જણાવે છે અને એમની દીકરીનાં કપડાં અને પિરીયડ માટે જરૂરી એવાં પેડ આપે છે. ઈશાની તો શુક્લાસરનું આ રૂપ જોઈને જ ડઘાઈ જાય છે. પરંતુ એની હાલત અત્યારે શરમથી પાણી પાણી થઈ ગયેલ હતી. તેથી પહેલાં પોતાનાં કપડાંને બધું બદલીને ફ્રેશ થઈ જાય છે. અને તેનાં બગડેલાં કપડાં એક થેલીમાં ભરવા જાય છે ત્યાંજ શુક્લાસરના પત્ની કહે છે તારા કપડાં અહીં જ રહેવા દે હું ધોઈને મોકલાવી દઈશ. આ સાંભળતા જ ઈશાનીને બહુ સંકોચ થાય છે. શુક્લાસર ઈશાનીના માથે હાથ મૂકીને કહે છે બેટા ચિંતા ના કર તું પણ અમારી જહાન્વી જેવી જ છે. 

જહાન્વી, શુક્લાસરની એકની એક દીકરી, અહીં આપણે એના ભૂતકાળ વિશે જાણીએ. 

જહાન્વી પણ ઈશાનીની જેમ હસતી, ખેલતી એક સુંદર મજાની ફૂલ જેવી શુક્લાસરની દીકરી હતી. જે હવે થોડીક કંઈક અલગ છે. જ્હાનવીને ઈશાનીની જેમ સ્કૂલ સમયે પિરિયડ શરૂ થઈ ગયાં હતાં એ સમયે કલાસમાં આ વાત બધાને ખબર પડી ગઈ ને બધાં અંદરોઅંદર ગુસપુસ કરીને એની મજાક ઊડાવવાં લાગ્યાં. આ બધામાં અમુક તોફાની છોકરાઓએ પણ ખરાબ ટિપ્પણી કરી. કલાસ પૂરો થતાં જ જહાન્વી રડતાં રડતાં બાથરૂમ તરફ દોડી. પરંતુ બધાની નજર ફ્કત એના લાલ રંગથી ખરડાયેલાં કપડાં પર જ હતી. સ્કૂલનાં અમુક માથાભારે છોકરાંઓ જે ક્યારેય શિક્ષકથી પણ નથી ડરતાં એ છોકરાંઓ એ જહાન્વીની આ હાલતનો મજાક માટે પૂરો ઉપયોગ કયોઁ. 

જહાન્વી જાણે ભોળુ પારેવડું. 

દોડતાં દોડતાં બાથરૂમમાં જતી વખતે એનો પગ લપસી જતાં એ પડી જાય છે. નીચે પડતાં જ એનું માથું જમીન પર ઊંધું પટકાય છે જેના કારણે એને માથામાં ઈજા થાય છે. તે અલ્પ યાદશક્તિની બિમારીનો (શોર્ટ ટર્મ મેમરી લોસ) ભોગ બને છે. 

આજે શુક્લાસર ઈશાનીની હકીકત જાણ્યાં પછી તરત જ પોતાના ઘરે એટલે જ લઈને આવ્યાં કેમ કે તે ન હતાં ઈચ્છતાં એક વધુ અલ્પ યાદશક્તિવાળી ઈશાનીનો જન્મ થાય.

એક આત્મીયતાના સંબંધને કારણે જ શુક્લાસરે ઈશાનીને બીજી જહાન્વી બનતાં બચાવી લીધી. 


Rate this content
Log in