Kaushik Dave

Drama Classics Inspirational

3  

Kaushik Dave

Drama Classics Inspirational

પિતાની સલાહ

પિતાની સલાહ

2 mins
204


પપ્પા, મારે પાંચસો રૂપિયાની જરૂર છે.

પણ બેટા, કાલે જ બસો રૂપિયા આપ્યા હતા.

પપ્પા, તમે જુનવાણી છો. ને તમે દર વખતે હિસાબ માંગ્યા કરો છો. મારે જરૂર છે એટલે જરૂર છે.

પણ બેટા, આપણે સામાન્ય મધ્યમવર્ગના છીએ. કરકસરથી જીવન ચલાવીએ છીએ. તારા બીકોમની ફી પણ હમણાં ભરી છે. તને ખબર છે મેં ઓફિસમાંથી લોન લીધી હતી.

એ હું કંઈ ના જાણું. મારા મિત્રોને પાર્ટી આપવાની છે.

બેટા, તને પાંચસો રૂપિયા આપું પણ સાચવીને ખર્ચ કરજે. સારા મિત્રો હોય એ જરૂરી છે.

પપ્પા તમે દર વખતે શક કરો છો.

ના બેટા શક કરતો નથી પણ તારા એક મિત્રને કાલે જ એક પોલીસ પકડીને લઈ જતો હતો એ જોયું હતું. તારી સંગત સારી લાગતી નથી.

ના આપવું હોય તો ના પાડજો. જાવ નથી જોઈતા. હું આ ચાલ્યો મિત્રોને મળવા માટે.

ગુસ્સો કરતો પુત્ર ઘર છોડીને જતો રહ્યો.

પિતાને આઘાત લાગ્યો. પિતાને લાગ્યું કે તેઓ વધુ પડતી કડકાઇથી બોલ્યા છીએ.

સાંજ પડી પણ પુત્ર ઘરે આવ્યો નહીં.

ટીવી ચેનલો પર જોયું તો શહેરમાં આગજની અને દંગો થયો છે.

કેટલાક અસામાજીક તત્વો સરકારી યોજનાઓનો વિરોધ કરવા માટે શહેરમાં આતંક ફેલાવ્યો છે.

પિતાએ જોયું તો પુત્રના મિત્ર જેવા દેખાતા યુવાનને પોલીસ પકડીને લઈ જતી હતી.

પિતાએ પુત્રને ફોન કર્યો પણ પુત્રના ફોનનું નેટવર્ક પકડાતું નહોતું.

ઘરમાં માતા પિતા ચિંતિત થયા. રાત પડી પણ પુત્ર દેખાયો નહીં.

ઘરનો દરવાજો ખખડ્યો.

પિતાએ દરવાજો ખોલ્યો તો પુત્ર ઘાયલ અવસ્થામાં હતો. અશક્ત દેખાતો પુત્ર ઘરમાં આવ્યો.

પોતાની ભૂલ માટે પિતાની માફી માંગી.

બોલ્યો કે પિતાજી તમે સાચા છો. મારા મિત્રો તોફાની અને અસામાજિક તત્વો સાથે મળીને તોફાનો કરતા હતા. મેં એમને રોકવા કોશિશ કરી પણ એમણે મને પણ હોકી અને લાકડીથી માર્યો. હું માંડ માંડ બચીને આવ્યો છું. પપ્પા તમે ગ્રેટ છો. તમારી શિખામણ ધ્યાનમાં રાખી હોત તો આ દશા ના થતી.

પિતા:-" જો બેટા, તારી ભૂલ તો થઈ ગઈ. પણ તું સમજી ગયો એ જ અગત્યનું છે. હવે તારા અભ્યાસમાં ધ્યાન આપજે. કહેવત છે કે જાગ્યા ત્યારથી સવાર. દેર આયે દુરસ્ત આયે."


Rate this content
Log in

Similar gujarati story from Drama