પિતા
પિતા


મમ્મી પપ્પાની લાડકવાયી દીકરી જેને અમેરિકા અભ્યાસ કરીને પોતાના દેશમાં જ ડોક્ટર બની રહેવાનું વચન આપ્યુ હતું. આજે પપ્પા મમ્મી સવારથી તૈયારીમાં લાગ્યા છે. આખા રુમમાં એની પસંદગી નો કલર અને અમેરિકામાં વપરાશ કર્યો હોય તેવું ફર્નિચરથી લઈ પડદા, ને ગેલેરીમાં તેના મન પસંદ પુષ્પો લગાવ્યા છે. શહેર અને સાવ ગામડું પણ નહી! તેવી જગ્યા એ રહેતા હોવા છતા પણ મમ્મી અને તેના પપ્પાએ દૂર દૂરથી સામાન મંગાવી ઘર સજાવી લીધું. તેના લાયક કેટલાક છોકરાઓ પણ જોઈ રાખ્યા છે.... જે તેના અથવા તેનાથી વધારે અભ્યાસ કર્યુ હોય, તેવા છોકરાના ફોટા સાથે બાયોડેટા પણ મંગાવ્યા છે.આજે ઘર એકદમ ભરેલું છે.તેના નજીકના સંગાવ્હાલા પણ આતુરતાથી રાહ જોવે છે. કદાચ સાતપેઢીમાં પહેલી છોકરી ડૉક્ટર અને બહારથી અભ્યાસ કરીને પાંચવરસે પાછી ફરી રહી છે. પાછા તેના પપ્પાને એક જ સંતાન છે, લોકો અને સમાજ બધા તેમના વખાણ કરે છે. કેટલીય મુશ્કેલીઓ પાર કરીને દીકરીને આજે ડૉકટર બનાવી છે. અહોભાવ ને અહો ભાગ્ય છે કે તેને આવા "પિતા " મળ્યા છે.
આજે તે અમદાવાદથી ટ્રેન પકડી પોતાના ઘરે આવવાની
હતી. દીકરી ને લેવા ટેમ્પી ભરી,...અને તેના પિતા ભાડે ગાડી કરીને લેવા ગયા. ટ્રેનના અવાજો સંભળાતા હતા. અને દીકરી ની રાહ જોવાતી હતી. બધા બુમો પાડી ને વાતો કરીને ખુશી અને આનંદ ભેર દીકરીની રાહ જોઇ રહ્યા હતા.
ટ્રેન હવે પાંચ મિનિટ આવશે એવું પ્લેટફોર્મ પર બોલાય રહીયું છે.પપ્પા જે કયારણા આમતેમ ફરી રહ્યા હતા. અને જોડે આવેલા બધાને આઇસક્રીમ ને નાસ્તો કરાવતા હતા.તે બેન્ચ ઉપર બેસી ગયા છે. ચશ્માને લેગોને,નવો ઝભ્ભો પહેરીને દૂરથી આવતી ટ્રેનને જોઈ રહ્યા છે .આંખના ખુણો ભીનો થઈ ગયો છે.ટ્રેન ઉભી રહી એમાંથી એક પછી એક જન ઉતરે છે. ગુલાબી રંગના ડ્રેસમાં પરી જેવી દીકરી ઉતરે છે. પિતા ની નજર એના ઉપર ઠરે ત્યાં જ પાછળથી એક નવયુવાન ધોળોધબ ને દેખાવે સુંદર છે....જેને ઉતરીને આવી તેની દીકરી નો હાથ પકડયો છે. જે બાજુ પિતા બેઠા છે એ તરફ આવે છે ......પણ પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ છે. અને તરત ઊભા થઇ ને અસ્વીકાર કરી ફટાફટ ગાડીમાં જઈ ને ઘર તરફ જવા નીકળી જાય છે.મનમાં કેટલો કલ્પાંત કરે છે.રોજ તને હું વચન યાદ અપાવતો રહ્યો કે ભારત દેશમાં જ રહીશ અને અહીં અમારી અને લોકોની સેવા કરીશ. એ દીકરી મને અંંધારામાં રાખ્યો.