STORYMIRROR

Rekha Shukla

Drama Action Inspirational

3  

Rekha Shukla

Drama Action Inspirational

પિતા - પુત્રી

પિતા - પુત્રી

2 mins
817

પિતા અને પુત્રી નો એક કમાલ નો સંબંધ છે, પિતા ને પુત્રી નુ કંઈ લેવુ જ નથી અને પુત્રી ને પિતા માટે બધુ જ આપી દેવુ છે. સૃષ્ટિ ના સર્જનહારે આ સંબંધ માં ખોબો ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે. ગયા સાત ભવ માં જેણે પુણ્ય કર્યા હોય એને જ આ ભવ મા 'દીકરી' મળે છે.

પાછલા જન્મ મા કરેલા પુણ્ય ની રસીદ ભગવાન આ જન્મ મા 'દીકરી' ના સ્વરૂપે આપણને આપે છે એટલે વટ થી કહેજો કે મારા ઘરે 'દીકરી' છે.

આ સંસારમાં 'દીકરી' બધા ના નસીબ મા ક્યાં હોય છે ઈશ્વર ને જે ઘર પસંદ પડે ત્યાં જ 'દીકરી' હોય છે.

અણી ના વખતે કામ મા લાગે એવી ઘર ના ખૂણે સંતાડી રાખેલ સોનામહોર એટલે 'દીકરી'.

બાપ ની પળ-પળ ચિંતા કરે એનુ નામ 'દીકરી'.

આંસુ અને 'દીકરી' સરખા જ છે બાપ માટે, આંખે આવે છે આંસુ વહી જવા માટે.. તો 'દીકરી' પણ કયાં આવે છે રહી જવા માટે.

એક પિતા એ શુ મસ્ત કહ્યું છે કે સુખમા સાથ જોઈએ બાકી દુઃખ માં તો મારી 'દીકરી' જ કાફી,

ઉપર બેઠો બેઠો એ કેટલા ઘરો મા ધ્યાન રાખે એટલે બહુ વિચારીને અંતે ઈશ્વરે ઘરતી પર 'દીકરી' ને મોકલી.

કાલે જરૂર લાવી દઈશ આટલુ બોલો ને તે માની જાય, તેવી ઘર મા એક જ વ્યક્તિ અને તે છે 'દીકરી'. 

માતા-પિતા ના દિલ ના કોડિયા માં સંસ્કારો ના તેલ વડે, વાત્સલ્ય ની દિવાસળી થી ઘર અને સમાજ ને ઉજાગર કરનારી દિવેટ એટલે 'દીકરી'.

પ્રેમ નો પ્રવાહ, વાત્સલ્ય નો રણકાર, સંસ્કારો ની સુરત, કળિયુગ મા સતયુગ, બલિદાન ની પરાકાષ્ઠા એટલે 'દીકરી'.

કોઈ એ પૂછ્યું એક 'દીકરી' ના જીવન નો મુશ્કેલ ભાગ કયો ?

'દીકરી' એ રડતા રડતા માત્ર એટલું જ કીધું કે,

લગ્ન પછી પોતાના ઘર મા જ મહેમાન બની ને આવવું તે.


Rate this content
Log in

Similar gujarati story from Drama