પિતા કોણ ?
પિતા કોણ ?
આઠ વર્ષની ઉંમર, સમજણ આવતા પહેલા જ પિતા નામની વ્યક્તિનું જીવનમાંથી અસ્તિત્વ મટી ગયેલું. જન્મદાતા હોવા સિવાય તેના જીવનમાં પિતા તરીકે કોઈ યોગદાન નહોતું. વીસ વર્ષનો થયો ત્યાં સુધી કોઈ પણ જરૂરિયાત એવી નહોતી કે જે તેની માતાએ પુરી કરી ન હોય.
આમ તો પિતાના ચહેરા સિવાય મનમાં કોઈ યાદગીરી નહોતી. શાળામાંથી 'ફાધર્સ ડે' વિશે લખી લાવવાનું કહેવાયું. બીજા બધાના પિતાઓ જે કરતા તે બધું જ તેની માતા કરતી હતી. કોઈ રીતે પિતાની ઉણપ આવવા નહોતી દીધી. પિતા વિશે શું લખવું એ ન સમજાતા તેણે માતૃપ્રેમ વિશે નિબંધ લખી નાંખ્યો.
