Hiral Pathak Mehta

Drama Fantasy

4  

Hiral Pathak Mehta

Drama Fantasy

ફરજ કે કરજ - 2

ફરજ કે કરજ - 2

2 mins
268


દિવસો વીત્યાં, કામ માં વ્યસ્ત થઈ પણ પેલાં માજીનાં વિચારોમાં પૂર્ણવિરામ ના મૂકી શકી. આજે ફરી બિલ ભરવાની તારીખ આવી, ને મારી આંખો વારે ઘડીએ દરવાજે રોકાઈ જતી. વિચારો નાં વમળ વચ્ચે કામ ચાલુ હતું. હાથ ભલે કામ કરતાં હતાં, પણ મન બસ માજી ને જોવાં ઝંખતુ હતું. એક તરફ એમ થતું કે આ પંચાત કહેવાય ને બીજી તરફ હૃદય કહેતું કે કદાચ એ તકલીફમાં હોય ને બનતી મદદ કરું. આ અસમજંસ હતી ત્યાં જ માજી દેખાયા ને હરખાતા ચહેરે હું ઊભી થઈ. તરત જ પોતાની જગ્યા છોડી દરવાજે એમને લેવા પહોંચી. માજી તરત ઓળખી ગયા ને કહેવા લાગ્યા. .લે તું મને લેવા છેક દરવાજે આવી ? જીવતી રહે. હસતાં હસતાં..હું બોલી. હા તમને લેવા ને અધૂરી કહાની સાંભળવા. .આજે હું એકદમ નવરી છું. ના હું જઈશ ના તમને જવા દઈશ. માજી એ મલકાતાં મલકાતાં કહ્યું કે સારું પહેલાં એ બિલનાં પૈસા લે ને મને પહોંચ આપ. અને પછી તારી વાત નો જવાબ આપું.

એમણે કીધું એમ પૈસા લઈ પહોંચ આપી . .મારી સહકર્મી ને મારી જગ્યાએ બેસવાનું કહી એમની સામે બેસી ગઈ. માજી એ કહ્યું દીકરી એક વાત કહું..તારી સાથે પહેલીવાર જ મળી ને પોતીકાપણું લાગ્યું એટલે પેટછૂટી વાત કરું છું..સાંભળ. .

પરિવારમાં હું,મારા પતિ ને મારો ૬ વરસનો દીકરો હતાં જ્યારે અમે અહીં આવ્યાં. ગામમાં જમીનો વેચી ને ઘર વેચીને શહેરમાં આવ્યા..કેમકે મારી સરકારી નોકરી હતી. ને ત્યાં ગામમાં રહેવું ફાવે એમ નહોતું. .વારે તહેવારે ત્યાં જતા. .પણ હવે પોતાનું બોલીને ત્યાં કોઈ નહોતું. .બધું બરાબર ચાલતું. મારા પતિ ને કરિયાણાની દુકાન ને મારે સરકારી નોકરી..પ્રેમ લગન હોવાથી કોઈ બોલાવતું નહોતું બંને પરિવારમાં. એટલે મારા પતિ દુકાન અને દીકરા ને સંભાળતા ને હું નોકરી કરતી. .પગાર સારો હતો ને ધંધામાં એમની આવડત સારી હતી એટલે સંસાર સરસ ચાલતો હતો. પણ કહેવાય છે ને સમય નું ચક્ર ક્યારે ફરે ના કહેવાય. એકધારો સમય કોઈનો નથી જતો. .દિવસો ને રાતો વીતતી ગઈ ને અમારી ઉંમર સાથે દીકરો પણ મોટો થવા લાગ્યો. .ભણવામાં, રમત ગમતમાં પારંગત મારો દીકરો વિનય.

સોળ વરસની ઉંમર થઈ એની. મને ઘરકામ માં પણ મદદ કરતો ને એના પિતા ને દુકાન માં પણ. મારી સરકારી નોકરી હોવાથી એના પિતા સાથે વધારે ખેંચાણ હતું. .નાની અમથી પણ વાત હોય એ મને નહિ પણ એમને જ કહેતો. પિતા નહિ જાણે કે એનો દોસ્ત હતાં..બંને હસતાં. .એકબીજાને મદદ કરતાં. પણ કોણ કેટલું અને ક્યાં સુધી સાથે રહેશે એનો નિર્ણય ફક્ત ઉપરવાળો જ નક્કી કરે છે. એ દિવસ હજુ પણ યાદ છે મને !

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama