Hiral Pathak Mehta

Fantasy

4.7  

Hiral Pathak Mehta

Fantasy

ફરજ કે કરજ - 1

ફરજ કે કરજ - 1

2 mins
232


અશ્રુભીની આંખો લૂછતાં લૂછતાં એ માજીએ કહ્યું ભાઈ આ બિલ ક્યાં ભરવાનું ?

વાંકા વળી ગયેલા માજી સામે જોયું ને હું ખુરશી પરથી ઊભી થઈ...ને એમને સામે પડેલી ખુરશી ખેંચી બેસાડયા ને પૂછ્યું, માજી તમે આવા શરીરે અહીંયા બિલ ભરવા આવ્યા છો ? માજી ની આંખોમાં આંસુ ભલે પણ એક અનોખું તોફાન હતું...શાંત નજરો છતાં વિચારે એક વંટોળ હતું...બિલ આગળ ધરતાં એમણે જવાબ આપ્યો કે દીકરી...હવે જેવું હોય એ જ લઈને આવું ને ? ખોળિયું કોણ મને ઉધાર આપે ?

ને મેં બિલ એમના હાથમાંથી લીધું અને કહ્યું માજી, તમારે બિલ પેટે રુ.૫૪૬/- આપવાનાં...માજી એ ૫00 ની એક ને ૧0 ની ચાર અને ૬ રુ.નાં સિક્કા આપ્યાં ને કહ્યું કે તને તકલીફ નહિ પડે જો ગણતરી કરી ને જ લાવી છું...મેં કહ્યું વાહ ! કહેવું પડે...માજી એ કહ્યું વીતેલા જમાનામાં સરકારી પરીક્ષા પાસ કરેલી છે...હું હસી ને, બિલ ભર્યાની જમા પહોંચ એમના હાથમાં આપી...

માજી 'જીવતી રહે દીકરી' કહીને ઊભાં થયાં....મારા થી ના રહેવાયું ને ગૂંચવતો સવાલ પૂછી નાખ્યો...કે બા, ખરાબ ના લાગે તો એક અંગત સવાલ પૂછું ?

એક પોતીકાપણું મહેસૂસ કરતાં, કહ્યું એક નહિ બે પૂછ બેટા....

મેં કહ્યું..,ઘર માં કોણ કોણ છે ? તમે આવી હાલતમાં બિલ ભરવા આવ્યાં, તો રહેવાયું નહિ...એટલે પૂછુ છું...

માજી એ કહ્યું, વાત તો બહુ લાંબી છે, પણ ટૂંકમાં કહું તો, પરિવાર કહીને હું અને મારો દિકરો બસ બે જ છીએ....મેં કહ્યું અચ્છા, ભાઈ નોકરીએ ગયાં હશે એટલે તમે આવ્યા....

માજી એ ગર્વથી કહ્યું ના એ ઘરે જ છે....પણ હું આવી છું....મને એમના જવાબથી સંતોષ ના થયો...અને પૂછી નાખ્યું કે દિકરો ઘરે છે તો પણ તમે આવ્યા ? કેમ ?

માજી એ કહ્યું, જો તારે કામ હશે...હું રહી નવરી.....તું તારે કામ કર...ફરી ક્યારેક આ અધૂરી કહાની કહીશ...ને એ ચાલવા લાગ્યા ને હું એમને જોતી રહી.

વિચારોમાં મગ્ન વિચારતી રહી...એવી તો શું મજબૂરી હશે ? એવો તો એમનો દિકરો કેવો વ્યસ્ત હશે ? એને એના મા ની ચિંતા નહિ હોય ?

ને અચાનક આ બિલ કોણ લેશે અહીંયા ? લાઈનમાં ઉભેલા એક ભાઈનો અવાજ આવ્યો ને હું સ્વસ્થ થઈ મારી જગ્યાએ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy