Leena Vachhrajani

Thriller

4.9  

Leena Vachhrajani

Thriller

ફરિયાદ

ફરિયાદ

1 min
838




મિડિયા જગત સહિત આખા દેશમાં સનસનીખેજ ખબર ફેલાઈ ગઈ હતી. દરેક ટી.વી. ચેનલ, દરેક ન્યુઝ પેપર, ફોન પર અરસપરસ વાતનો વિષય માત્ર અને માત્ર એક જ હતો.


આર્મીના બહાદૂર જવાનોને આખા દેશ તરફથી અભિનંદનનો વરસાદ થઈ રહ્યો હતો. ધગધગતા રણમાં સોળ કલાક એકધારી લડાઈ લડીને જવાનોએ સરહદ પાર કરીને ઘુસી ગયેલા પંદર આતંકવાદીઓનો એમના જથ્થાબંધ ગેરકાયદેસર શસ્ત્રો સાથે ખાતમો બોલાવી દીધો હતો. દેશ ગર્વમાં ફૂલ્યો નહોતો સમાતો.


પણ....

દૂર રેતીના ઢગલાની પેલે પાર એક નાના એવા કાચી છતના મકાનમાં કમ્મો પોતાના બે વર્ષના માસુમ બાળકને લઇને નિતરતી આંખે ટી.વી. સામે જોઈ રહી હતી. ટી.વી.માં માર્યા ગયેલા આતંકવાદીઓ અને શહીદ થયેલા સેનાના જવાનોના ફોટા વારંવાર બતાવવામાં આવતા હતા. વારંવાર શહીદોને અંજલિ આપવામાં આવતી હતી. સરકારે તેમના પરિવારને મસમોટી મદદ જાહેર કરી હતી.

બસ, કમ્મો આતંકવાદી પતિના મૃત ફોટા સામે ફરિયાદ કરી રહી હતી...


“અરે! મરવાની ના નહોતી પણ આ તરફને બદલે સેના તરફથી મર્યો હોત તો? કમ સે કમ મારા નાનિયાની જિંદગી તો સુધરી જાત! હું મા છું ને! એનું ભવિષ્ય...”


નાનિયો પોતાના માથે હાથ ફેરવતી મા ની ગોદની સલામત સલ્તનતમાં બેખૌફ બેઠો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller